
દરેક વ્યક્તિ ખાવાપિવા ના શોખીન હોય છે. ઘર ની તમામ ખાવાપિવા ની વસ્તુ રસોડા મા બને છે અને તે પણ મુડ પર આધાર રાખે છે. જો શાસ્ત્રો મુજબ દરરોજ કઇક નવી વસ્તુ બનાવવા મા આવે તો તે ઘણુ શુભ માનવામા આવે છે. તો જાણીએ કયા વારે કઈ વાનાગી બનાવવી જોઇએ.
રવિવાર ની વાનગી:
રવિવાર ને ભગવાન સુર્ય નો વાર માનવા મા આવે છે. ઘર મા રવિવારે ભાત,ખીર,સફેદ બરફી,દૂધપાક જેવી સફેદ વાનગી બનાવવી ખુબ જ શુભ માનવામા આવે છે. આ તૈયાર થયેલ વાનગી ને કોઈપણ પશુ-પક્ષી ને નાખવુ શુભ મનાય છે.
સોમવાર ની વાનગી:
સોમવાર એટલે ભગવાન શંકર નો વાર. ભગવાન શંકર ખાવા પિવા ના ખુબ જ શોખીન છે. સોમવાર ના દિવસે કંઇક નવીન પ્રકાર નુ ભોજન તૈયાર કરવુ જોઇએ. જે વસ્તુ પ્રસંગોપાત બનાવવા મા આવે છે તે વસ્તુ સોમવારે બનાવવી જોઇએ અને તેનો ભગવાન શંકર ને ભોગ ધરવો જોઇએ.
મંગળવાર ની વનગી:
મંગળવાર ને હનુમાન દાદા નો વાર માનવા મા આવે છે. આ દિવસે હનુમાન દાદા ને પ્રિય ચણા નુ શાક , ચણા ની ઘુઘરી વગેરે જેવી વાનગી બનાવવી જોઇએ. ચણા ના શાક સાથે પુરી પણ બનાવી શકાય છે. મંગળવારે બનાવેલ ચણા ને હનુમાન દાદા ને ધરવા જોઇએ.
બુધવાર ની વાનગી:
બુધવાર એટલે ભગવાન ગણપતિ બાપા નો વાર. નાના હોય કે મોટા તમામ ને ખબર જ છે ગણપતિ બાપા ને લાડુ ખુબ જ પ્રિય. ઘર મા આ દિવસે લાડવા બનાવવા ખુબ જ શુભ માનવા મા આવે છે. આ તૈયાર કરેલ લાડુ નો ભોગ ધરવો ભુલવો નહી.
ગુરૂવાર ની વાનગી:
ભગવાન વિષ્ણુ નો વાર એટલે ગુરૂવાર. જેમા ભગવાન વિષ્ણુ ની પુજા થાય છે. ગુરૂવારે તમે ઇચ્છો તો ખીર અને સાથે ગળ્યા ભાત પણ બનાવી શકો છો. આ ગળ્યા ભાત અને ખીર નો ભોગ ધરવો કેમ કે એ ભગવાન વિષ્ણુ ને ભાવતી વાનગી છે.
શુક્રવાર ની વાનગી:
શુક્રવાર ને માતા લક્ષ્મી નો દિવસ માનવામા આવે છે. શુક્રાવારે મનગમતી કોઇપણ લસણ ડુગળી વગર ની વાનગી બનાવી શકાય છે. આ લસણ –ડુગળી માતા ને નાપસંદ છે. તેથી તેનો ઉપયોગ ન કરવો. જો આમ કરવામા આવે અને તેનો ભોગ ધરવા મા આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
શનિવાર ની વાનગી:
ભગવાન શનિ નો વાર એટલે શનિવાર. ભગવાન શનિ ને તેલ ચડાવવા મા આવે છે. તેલ મા તળેલ કોઇપણ વાનગી નો ભોગ ધરી શકાય. આ વાનગી ને કાગડા ને આપવી શુભ ગણાય છે કારણ કે કાગડો એ ભગવાન શનિ નુ વાહન છે.