You are here
Home > Articles >

ગૂડ ન્યુઝ / સિંગાપુરના વૈજ્ઞાનિકોના મત મુજબ આ તારીખે થશે કોરોના વાયરસનો ખાત્મો

મિત્રો, હાલ વૈજ્ઞાનિકો દ્વારા કરવામા આવેલ એક અભ્યાસ મુજબ આ સમયે થઈ શકે છે કોરોનાની સમસ્યા નો અંત. સિંગાપોરના અમુક સંશોધકોના મત મુજબ ૩૦ સપ્ટેમ્બર બાદ બ્રિટનમા કોરોના વાયરસ સંપૂર્ણપણે જડમૂળથી નાબૂદ થઇ જશે. સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇને અમુક ગાણિતિક મોડેલિંગ દ્વારા આ તારીખની જાહેરાત કરવામા આવી છે.

તેમણે જાહેરાત કરી છે કે, આવનાર ૪ માસના સમયકાળમા બ્રિટનમા કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થઇ જશે. સિંગાપુરના આ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ૭ મેના રોજ આ અનુમાન લગાવવામા આવ્યુ હતુ. આ કોરોનાની સમસ્યાના કારણે બ્રિટનમા ૩૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે હાલ આ સમસ્યાના નિવારણ માટે અહી શક્ય તમામ પ્રયાસો કરવામા આવી રહ્યા છે.

ઇટાલી, અમેરિકા અને સિંગાપોર માટે પણ કરવામા આવી ભવિષ્યવાણી :

આ સિવાય વૈજ્ઞાનિકો દ્વારા એવુ પણ અનુમાન લગાવવામા આવ્યુ કે, અન્ય દેશોમા પણ આ વાયરસનુ સંક્રમણ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.આ વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે, ઇટાલીમા આ કોરોના ની સમસ્યા ૨૪ ઓક્ટોબર સુધીમા , યુ.એસ.એ.મા ૧૧ નવેમ્બર સુધીમા અને સિંગાપુરમા ૨૭ ઑક્ટોબર સુધીમા આ સમસ્યાનો અંત આવશે. જો કે, વૈજ્ઞાનિકોએ લોકોને આવનાર સમયમા ફેલાનાર રોગચાળા અંગે સાવચેતી રાખવાનુ કહ્યુ છે. તેમણે વિશેષમા જણાવ્યુ છે કે, આવનાર સમયમા પ્રાકૃતિક અનિશ્ચિતતાઓ પણ પોતાનો અગત્યનો ભાગ ભજવશે.

તે જણાવે છે કે, અમુક કિસ્સાઓમા વાયરસ નાબૂદ થવાની તારીખ પહલેથી જણાવવી જોખમી સાબિત થઈ શકે છે. તારીખની જાણ થતા જ લોકો બેદરકાર બની શકે છે. તેઓ વાયરસ સંબંધિત જાહેર કરવામા આવેલ માર્ગદર્શિકાનુ યોગ્ય પાલન કરવાનુ બંધ કરી શકે છે. જેના કારણે પરિસ્થિતિઓ વધુ ગંભીર બની શકે છે.

આ દરમિયાન અમુક તજજ્ઞોના મત મુજબ બ્રિટનમા કોરોના વાયરસથી થતા મૃત્યુ જૂન માસમા બંધ થઈ જશે. ધ સનના એક અહેવાલ પ્રમાણે, સેન્ટર ફોર એવિડન્સ બેસ્ડ મેડિસિનના પ્રોફેસરે જણાવ્યુ છે કે, જો ચેપ અને મૃત્યુનો આ સિલસિલો ચાલુ રહેશે તો જૂનના અંત સુધીમા આ સમસ્યાના ભોગ બનેલા લોકોની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ બની જશે.

તો મિત્રો તમારુ શુ કહેવુ છે? શુ આ વૈજ્ઞાનિકો ના દાવા મુજબ હાલ આવનાર સમયમા કોરોનાની સમસ્યાનો અંત થઈ જશે? કે પછી લોકોની બેદરકારી ના કારણે આ કોરોના ની સમસ્યા હજુ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે? આ અંગે તમારા અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનુ ભૂલશો નહિ, ધન્યવાદ!

Leave a Reply

Top