You are here
Home > Jyotish >

ગ્રહોના રાજા સૂર્ય દેવનો કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓની ચમકી જશે કિસ્મત

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય તમામ ગ્રહોના રાજા ગણવામાં આવે છે. સુર્ય એક મહિનામાં પોતાની રાશિ બદલી રહ્યો છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે તેને સંક્રાંતિ અથવા તો પરિભ્રમણ કહેવામાં આવે છે. સૂર્ય આત્મા, પિતા, માન-સન્માન, ઉચ્ચ સરકારી સેવાનો કારક ગ્રહ ગણવામાં આવે છે. માટે સૂર્યનું પરિભ્રમણ બારે બાર રાશિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં સૂર્ય એ પોતાની રાશિ સિંહ માંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો. હવે આવતા મહિના સુધી આ રાશિમાં જ રહેશે. ચલ જાણીએ સૂર્યદેવના આ પરિભ્રમણ ની તમારી રાશિ પર શુભ અસર પડશે કે અશુભ.

મેષ રાશિ:

સૂર્યનું તમારી રાશિના છઠ્ઠા ભાવમાં પરિભ્રમણ થશે. આ ભાવમાં સૂર્યના પરિભ્રમણને શુભ માનવામાં આવે છે. આ ભાવને વિરોધી, શત્રુ, સંઘર્ષ, રોગ, ઋણનું સ્થાન પણ માનવામાં આવે છે. અહીં સૂર્યના પ્રવેશ થી તમને અનેક સમસ્યાઓ માંથી મુક્તિ મળી જશે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલા તમામ બાબતમાં તમે સફળતાના શિખરો સર કરશો અને લાભ થશે. તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ નોકરી અને કામના ક્ષેત્રમાં તમારો દબદબો વધશે.

વૃષભ રાશિ:

સૂર્યનું તમારી રાશિના પાંચમા ભાવમાં પરિભ્રમણ કરશે. આ સ્થાન જીવનનું ખુબ મહત્વનું સ્થાન છે અને તેને લક્ષ્મીજી નું સ્થાન પણ કહેવામાં આવે છે. સૂર્યનું પરિભ્રમણ આ સ્થાનમાં થવાથી તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મુખ્ય રૂપે તમે મૂંઝવણભરી પરિસ્થિતિમાં રહેશો જેને કારણે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમને મુશ્કેલી ઉભી થઈ શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે અને તમે આ કારણે વધુ ગંભીર પણ રહેશો.

મિથુન રાશિ:

સૂર્ય દેવ તમારી રાશિના ચોથા ભાવમાં પરિભ્રમણ કરશે. આ સ્થાન જીવનની ખુશીઓ સાથે જોડાયેલું ગણવામાં આવે છે. સૂર્યના પરિભ્રમણને પરિણામે તમારી પારિવારિક સ્થિતિમાં ચડાવ-ઉતાર જોવા મળશે. તમે તમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરવ માંગશો. સાથે તમે એવું પણ ઈચ્છશો કે બધા લોકો તમારી વાત માને અને તમે કહો એમ જ કરે. તમારી આ ટેવથી બચવાનો પ્રયત્ન કરજો.

કર્ક રાશિ:

સૂર્યદેવ તમારી રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. આ ભાઈ-બહેન અને તેમની સાથેના પવિત્ર સંબંધોનું સ્થાન ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પરિશ્રમ, જોશ, નાના પ્રવાસનું પણ સ્થાન ગણવામાં આવે છે. આ સ્થાનમાં સૂર્યનું પરિભ્રમણ અનુકૂળ મનાય છે. આ ગાળામાં પડકારોનો સામનો કરવા માટે તમારામાં પૂરે પૂરું આત્મબળ આવશે. તમે કોઈપણ પડકારને પર કરી શકશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ગોચર તમારા માટે ખુબ સકારાત્મક છે. મુસાફરીથી તમને લાભ મળશે.

સિંહ રાશિ:

સિંહ રાશિના જાતકોના દ્વિતિય ભાવમાં સૂર્યદેવ પરિભ્રમણ કરશે. બીજા ભાવમાં સૂર્ય આવવાથી તમારે થોડુ સાવચેતીથી ચાલવુ પડશે. તમારા બોલવામાં કડવાશ અને કર્કશતા આવી શકે છે. અપશબ્દ બોલવાથી તમારા અંગત સ્વજનોને ખુબ દુઃખ પહોંચી શકે છે. માટે આવી વાણી ન બોલો જેનાથી કોઈ નું મન દુઃભાય. માનસિક ચિંતા વધવા સાથે સાથે તમને શારીરિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે

કન્યા રાશિ:

સૂર્યદેવ તમારી જ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ચંદ્ર રાશિ પર સૂર્યનું પરિભ્રમણ અનુકૂળ માનવામાં નથી આવતું. આ ગાળામાં તમને પૈસાને લગતી કોઈને કોઈ સમસ્યાઓ આવી શકે છે. જો તમે કોઈ ખોટું કામ કરતા હશો તો સમાજમાં તામારુ નામ બગડી પણ શકે છે.

તુલા રાશિ:

સૂર્ય તમારી રાશિના બારમા ભાવમાં ગોચર કરશે. આ સ્થાનને હાનિ, વ્યય અને મોક્ષનું સ્થાન માનવામાં આવે છે. આ પરિભ્રમણ નું અનુકૂળ પાસુ એ છે કે તમને વિદેશ જવાનો લાભ મળી શકે છે. તમે આ બાબતે અગાઉથી જ પ્રયત્ન કરી રહ્યા હશો તો તમને જરૂર સફળતા મળી શકે છે. બીજી બાજુ તમારા સ્વાસ્થ્ય બાબતે પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિના જાતકોના અગિયારમા ભાવમાં સૂર્ય પ્રવેશ કરશે. આ વૃદ્ધિનું સ્થાન ગણવામાં આવે છે. અહીં સૂર્યનું પરિભ્રમણ બદલાવનો સંકેત આપે છે. આ પરિભ્રમણ તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે અને તમને એક કરતા વધુ જગ્યાએથી લાભ મળી શકે છે. આ ગાળામાં તમારી આવકમાં અચાનક વૃદ્ધિ થશે.

ધન રાશિ:

સૂર્ય તમારા દસમા ભાવમાં પરિભ્રમણ કરશે. આ ભાવને કર્મ ભાવ પણ કહેવામાં આવે છે. તેના થકી તમારી કારકિર્દી નક્કી થાય છે. આ ભાવમાં સૂર્યને વધુ બળ પ્રાપ્ત થાય છે. માટે સૂર્ય તમારા કર્મ ભાવને ખુબ મજબૂત બનાવશે. નોકરીમાં સાનુકૂળતા મળશે.

મકર રાશિ:

સૂર્યનું પરિભ્રમણ તમારા નવમા ભાવમાં થશે. આ સ્થાન ભાગ્ય સ્થાન ગણવામાં આવે છે. તે ધાર્મિક માન્યતા, લાંબા પ્રવાસ, તીર્થ યાત્રા, ગુરુ, સમાજમાં માન-સન્માન વગેરેનું સ્થાન ગણવામાં આવે છે. આ પરિભ્રમણ નો પ્રભાવ તમારા પિતાના સ્વાસ્થ્ય પર પડી શકે છે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. આ ગાળામાં તમારા જીવનમાં થોડો ઉતાર-ચડાવ આવી શકે છે.

કુંભ રાશિ:

સૂર્ય તમારી રાશિથી આઠમા ભાવમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં આ સ્થાનને ખૂબ જ રહસ્યમય સ્થાન માનવામાં આવ્યું છે. તે જીવનમાં આવનારા મોટા બદલાવ, આધ્યાત્મિકતા, જીવન ના સંઘર્ષ, અડચણો, આકસ્મિક લાભ, સસરા પક્ષ વગેરેનું સ્થાન ગણવામાં આવે છે. આ ગાળામાં તમારે અમુક વિવાદનો સામનો પણ કરવો પડી શકે છે. તમારે હમેશા તમારી વાત વધતી અટકાવાનો પ્રયત્ન કરવો જોઈએ.

મીન રાશિ:

મીન રાશિના જાતકોના સાતમા ભાવમાં સૂર્યનું પરિભ્રમણ થશે. આ ભાવ જીવનમાં લાંબા સમય સુધી ચાલતા સંબંધોનું સ્થાન ગણવામાં આવે છે. તે લગ્ન જીવન પર પણ દૃષ્ટિ પાડે છે. આ ગોચરના ગાળામાં તમારા દાંપત્યજીવનમાં તણાવ અને ચિંતા વધી શકે છે.

Leave a Reply

Top