
આવું મારી સાથે જ આવી શા માટે થાય છે? હું તો બધાંને સમજુ છું પણ મને કેમ કોઈ નથી સમજાતું? કદાચ આ વાક્ય આપના બધાના માઇંડ માં આવ્યું હશે. તો મારી પત્ની અથવા મારો પતિ સમજગી ગયો હોટ તો અમારું લગ્નજીવન બચી જાત. તો આજે અમે બંને અલગ ન હોત. મિત્રો આપણે એવું જ વિચારીએ છીએ કે જો સામેવાળું પાત્ર સમજી ગયું હોત તો આમ ન થાત ? જેથી દોષનો ટોપલો તેના પર નાંખીએ છીએ. આપણે તેને સમજવાનો પ્રયત્ન કરતાં નથી.
રવિ અને કાજલ બંને કોલેજ ફ્રેન્ડ્સ હતા. તેવો બેસ્ટ ફ્રેન્ડ્સ હતા. પરિણામે આ ફ્રેન્ડશીપ લવશીપમાં પરિણમી, બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા.. લગ્નનાં ૨ વર્ષમાં બાદ બંને માં ઝઘડા શરુ થયા. કાજલ ને એમ થયું કે આ એ રવિ નથી. અને રવિ ને એમ થયું કે આ એ કાજલ નથી. આવા તો દુનિયામાં ઘણાં બધાં કપલ્સ હશે કે જેમને નાની નાની વાતમાં ઝઘડા થતાં હશે. અને ઘણા ના આ ઝઘડા તો ડિવોર્સ સુધી પહોંચી ગયા હશે.
મિત્રો તેનું એકજ કારણ છે આપની વધારે પડતી અપેક્ષાઓ, ઓછી સમજણ અને સહન શકિત નો અભાવ. લોકોને હંમેશા સામેવાળું પાત્ર તે કહે તેમ કરે એ ગમે છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એને ગમે એ હું કરું? લોકો પોતાની કોઈ વાત સાથે બાંધ છોડ કરવા તૈયાર જ નથી હોતા. લગ્ન પછી પુરૂષ ની જવાબદારી વધતી હોય છે, જ્યારે સ્ત્રીને ક્યાંક પોતાની ઓળખ ગુમાવી ચૂકી હોય એવો અહેસાસ પણ થાય છે.
લગ્ન પહેલાં તો પતિ પત્ની બંનેની કોઈ પણ વાતને સર આંખો પર લઈ લે છે. પહલા તો તને ગમે છે તો મને ગમે છે, એમ કરીને પોતાનાં મનને મનાવે છે. જો સામેવાળું પાત્ર જેવું છે તેવો જ તેનો સ્વીકાર કરવામાં આવે તો સંબંધમાં સક્યારેય કડવાશ ના આવે. શ્યામ અને નેહા નાં ડિવોર્સ પછી બંને એકબીજાને અચાનક મળ્યા. બંને એ ફરી બીજા પાત્ર સાથે લગ્ન કરી લીધા હતા.
શ્યામ એની બીજી પત્ની સાક્ષી સાથે ખૂબ ખુશ દેખાતો હતો અને નેહા આજે પણ દુઃખી લાગતી હતી. શ્યાન્મે પૂછ્યું, નેહા હું તને સારી કાર, સારું ઘર ન હોતો આપી શક્યો અને આજે તારા બીજા પતિ રાહિલે તને એ આપ્યું છે તોય તું આટલી બધી કેમ દુઃખી છે?
નેહા એ ઉત્તર આપતા કહ્યું કે એણે મને બંગ્લો, કાર, મારાં મનગમતા આપ્યા છે, પરંતુ એનો સ્વભાવ તારાં જેવો સારો નથી..જોયું ને મિત્રો!! આપણી પાસે જે હોય છે તેની કિંમત આપણે ક્યારેય નથી કરતા, જ્યારે તે દૂર કે ગુમાવી ચૂક્યા બાદ જ આપણે એની કદર કરી એ છીએ..અને તરત જ નેહા એ પૂછ્યું, કે તું સાક્ષી સાથે કેવી રીતે ખુશ રહે છે??
નેહા એ બીજો સવાલ કર્યો કે શ્યામ તને તો યેલ્લો કલર ગમતો નથી તોય તે આજે આ કલરનો શર્ટ પહેર્યો? હંમેશા તું તો સ્ટાયલીસ્ટ રહેતો પણ આજે કંઈક જુદો લાગે છે. ત્યારે શ્યામે કીધું, નેહા હું તો તારી સાથે પણ ખુશ જ હતો પણ તું મારી સાથે ખુશ નહોતી રહી શકતી, જી…. હા… મને યેલ્લો કલર પસંદ નથી પણ સાક્ષીની ઈચ્છા હતી કે હું યેલ્લો કલરનો શર્ટ પહેરું તો મેં પહેર્યો.. જો મારાં લીધે એ ખુશ રહે છે તો એમાં ખોટું શું છે!
નેહા, સાક્ષી અને મારાં વિચારો એકદમ અલગ છે તેમ છતાંય અમે બંને એકબીજા સાથે બહુ ખુશ છીએ. કારણ એજ કે અમે બંને એકબીજા પર હક્ક જરૂર કરીએ છીએ પણ એને થોભતા નથી. તો મિત્રો, બસ જો આવી જ નાની નાની વાતો આપણે સમજી જઈએ તો આપણે ખુશ રહી શકીએ. સંબંધો નિભાવવા એકબીજા પર વિશ્ર્વાસની સાથે સાથે એકબીજાને સમજવા પણ એટલાજ જરૂરી છે.