You are here
Home > News >

ગુજરાતમા થઇ શકે છે ફરીથી સંપૂર્ણપણે લોકડાઉન ? જાણો આ રહ્યુ કારણ.

મિત્રો, હાલ વર્તમાન સમયમા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામા અનેકવિધ રાહત આપવામા આવી છે. વિશેષ તો જે એરિયા નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમા આવે છે એટલે કે જ્યા કોરોનાના કેસ સૌથી ઓછા છે ત્યા ઘણી બધી છૂટછાટ આપવામા આવી છે. લોકડાઉનમા આપવામા આવેલી છૂટછાટ ના કારણે હાલ ગુજરાત રાજ્યમા જનજીવન જાણે ફરી ધબકતુ થયુ હોય તેવુ લાગી રહ્યુ છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે હાલ પૂરજોશમા કમર કસવામા આવી રહી છે. જોકે, હાલ આ લોકડાઉનમા આપવામા આવેલી રાહત ના કારણે કોરોનાના કેસોમા ફરી એકવાર નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ફરી એકવાર રાજ્ય સરકાર ચિંતામા ગરકાવ થઇ ચૂકી છે.

આ કારણોસર હાલ સરકાર દ્વારા ચોખ્ખા શબ્દોમા એવી ચીમકી ઉચ્ચારવામા આવી રહી છે કે, જો માસ્ક અને સામાજિક અંતર સહિતના નિયમોનુ યોગ્ય પાલન કરવામા આવશે નહીં તો આવનાર દિવસોમા ફરી લોકડાઉન ને સખત બનાવવામા આવશે અને તમામ છૂટછાટો પાછી ખેંચી લેવામા આવશે.

વિશેષ તો હાલ હજુ પણ અમુક ગ્રામ્ય વિસ્તારોમા લોકડાઉનના પાલનને લઈને લોકોમા જાગૃતિનો અભાવ હોવાના કારણે બજારોમા લોકો ખુલ્લેઆમ માસ્ક પહેર્યા વિના તથા સામાજિક અંતર જાળવ્યા વિના ઘૂમી રહ્યા છે. અહી લોકો ટોળેટોળામા ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ફક્ત આટલુ જ નહી પરંતુ. લોકો પાન, ગુટકા અને તમાકુ લેવા માટે પણ પડાપડી કરી રહ્યા છે.

હાલ, વર્તમાન સમયમા લોકડાઉનના કારણે માલ સામાન નો જથ્થો આવશ્યક પ્રમાણમા ના હોવાથી પાન, ગુટકા, બીડી અને સિગારેટ નુ વેંચાણ કરતા લોકો પણ બમણા ભાવે તેનુ વેંચાણ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તો રાજ્ય સરકારને પાનના ગલ્લા ખોલવા માટે ચોખ્ખી અસહમતી દર્શાવી હતી. પરંતુ, રાજ્ય સરકારે આરોગ્ય ખાતાની વાતને અવગણીને પાનના-ગલ્લા ખુલ્લા રાખવા માટે મંજૂરી આપી હતી.

વર્તમાન સમયની તમામ પરિસ્થિતિઓનુ નિરીક્ષણ કરીને તથા જોઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોખ્ખા શબ્દોમા એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો લોકો દ્વારા માસ્ક અને સામાજિક અંતર સહિતના નિયમોનુ યોગ્ય રીતે પાલન કરવામા આવ્યુ નહી તો આગામી દિવસોમા આપેલી બધી જ છૂટછાટ પાછી ખેંચી લેવામા આવશે.

Leave a Reply

Top