You are here
Home > Articles >

ગુજરાત માટે કોરોનાને લઈને આવ્યા સારા સમાચાર, કોરોનાના કેસ બમણા થવાના સમયમા વૃદ્ધિ

મિત્રો, ગુજરાત સરકાર દ્વારા હાલ કોરોના અંગેની પોઝીટીવ માહિતી જ સરકાર સુધી પહોંચાડવાનુ નક્કી કર્યું છે. હાલ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી પ્રેસનોટમા જણાવવામા આવ્યુ છે કે, રાજ્યમા કોવીડ-૧૯ના કેસો બમણા થવાનો સમય જે પહેલા ૧૫ કે ૧૬ દિવસ હતો તે હવે ૨૪.૮૪ દિવસ થયો છે. તો અમદાવાદમા આ દર ૧૫ દિવસથી વધીને ૨૫.૦૮ દિવસ થયો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમા રાજ્યમા કોરોનાના નવા ૩૭૬ કેસ નોંધાયા હતા. જ્યારે ૪૧૦ દર્દીઓને રજા આપવામા આવી હતી અને ૨૩ જેટલા  લોકોના મૃત્યુ નિપજ્યા હતા.

કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ રૂપાણી સરકાર પર અનેક પ્રશ્નો ઉઠાવવામા આવી રહ્યા છે. તેવામા હાઈકોર્ટે પણ સખત વલણ અપનાવવાનુ નક્કી કર્યુ છે. જેને લઈને સરકાર હવે રાજ્યમા કોરોનાના સારા સમાચાર જ જાહેર જનતા સમક્ષ રજુ કરી રહ્યા છે. તો આ પ્રયત્નો હાલ સરકાર માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે, હાલ ગુજરાત રાજ્યમા કોરોનાના કેસ ડબલ થવાના સમયગાળામા વૃદ્ધિ થઇ છે. હાલ, કેસ બમણા થવાનો દર ૧૩.૯૭ દિવસની સાપેક્ષમા ૨૪.૮૪ દિવસ થયો છે.

તો હાલ રાજયમા નોંધાયેલ નવા ૩૭૬ કેસની સામે ૪૧૦ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સાથે જ સરકારે પ્રેસ નોટમાં લખ્યું છે કે, આ કેસ બમણા થવાનો દર ગત સમયદરમિયાન રાજ્યમાં નોંધાયેલ કેસોના ગ્રોથ રેટને આધારે ગણવામાં આવે છે. આમ રાજ્યમા કોવીડ-૧૯ નો રોગચાળો નિયંત્રણ હેઠળ છે, તે સાબિત થાય છે.

હાલ, ગુજરાત રાજ્યમા અમદાવાદમા ૨૫૬, સુરતમા ૩૪, વડોદરામા ૨૯, મહીસાગરમા ૧૪, વલસાડમા ૧૦, સુરેન્દ્રનગરમા ૦૬, ગાંધીનગરમા ૦૫, નવસારીમા ૦૪, રાજકોટમા ૦૩, આણંદ, પાટણ, કચ્છ તથા અન્ય રાજ્ય ખાતે ૨-૨ અને ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે ૧-૧ કેસ એમ રાજ્યમા ટોટલ ૩૭૬ નવા કેસ નોંધાયા છે. આમ, ગુજરાત રાજ્યમા કોરોનાના કુલ કેસોની સંખ્યા હાલ ૧૫ હજાર ઉપર છે.

આ ઉપરાંત કોવીડ-૧૯ ના કારણે વર્તમાન સમય સુધીમા ટોટલ ૯૩૮ લોકો મૃત્યુ પામી ચુક્યા છે. જેની સામે ૪૧૦ દદીઓ રીકવર થતા રજા આપવામા આવેલ છે. જેમા અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૩૨૭ દર્દીઓને ત્યારબાદ સુરતમા ૩૦, વડોદરામા ૧૧, પાટણમા ૮, ભાવનગરમા ૬, સુરેન્દ્રનગરમા ૫, દાહોદ, ગાંધીનગર, વલસાડ ખાતે ૪-૪, ખેડામા ૩, મહેસાણામા ૨, અરવલ્લી, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ, પંચમહાલ અને રાજકોટ ખાતે ૧-૧ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવેલ છે. ગુજરાત રાજ્યમા હજુ પણ ૬,૭૨૦ એક્ટીવ કેસ છે.

Leave a Reply

Top