You are here
Home > Articles >

ગુજરાત માટે અમદાવાદ થી આવ્યા પ્રથમ સારા સમાચાર, કોરોનાગ્રસ્ત દર્દી ને સાજા થયા બાદ આપી રજા

મિત્રો, હાલ ગુજરાત રાજ્યમા કોરોના વાયરસ થી ૬૯ લોકો સંક્રમણ થી પીડાય છે અને હાલ સુધીમા કુલ ૬ લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ તમામ બાબત વચ્ચે ગુજરાતમા પ્રથમ એવી ઘટના બની છે કે જેમા કોરોના વાઈરસ ની પોઝિટિવ સ્ત્રી દર્દી સ્વસ્થ થઈ છે અને તેને એસ.વી.પી. હોસ્પિટલ માથી રજા આપવામા આવી છે. આ સ્ત્રી ૩૪ વર્ષની વય ધરાવે છે અને ૧૮ માર્ચ ના રોજ દાખલ કરવામા આવી.

રાજ્ય નો પહેલો એવો કિસ્સો :

કોરોના પોઝિટિવ ધરાવતી દર્દી ૧૦ દિવસ ના નિદાન બાદ સ્વસ્થ થઈ અને હોસ્પિટલ તંત્ર દ્વારા તેને ડિસ્ચાર્જ કરવામા આવી. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીને ડિસ્ચાર્જ કરવાનો લેટર ટ્વીટર પર શેયર કરીને સત્તાવાર તેની જાહેરાત કરવામા આવી હતી. આ સ્ત્રીને ૧૮ માર્ચ ના રોજ શહેરની એસ.વી.પી. હોસ્પિટલમા કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમા નિદાન હેઠળ રાખવામા આવી હતી અને આ નિદાન દ્વારા તેણે કોરોના સામે હિંમતપૂર્વક યુદ્ધ લડયુ અને સફળતાપૂર્વક તેમાથી બહાર આવી.

૧૦ દિવસ ચાલ્યુ નિદાન :

આ સ્ત્રીનુ ૧૦ દિવસ સુધી નિદાન કર્યા બાદ છેલ્લા ૨૪ કલાક તેને ઓબ્ઝરવેશન મા રાખી અને તેણીના બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા. ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિસ્ચાર્જ કરવાની કાર્યવાહી શરૂ કરવામા આવી હતી.

ભારતમા ૯૦૦ થી વધુ લોકો કોરોના પોઝિટિવ કેસ :

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમા ફેલાયો છે, આપણા દેશની વાત કરીએ તો અત્યાર સુધીમા ૯૦૦ થી વધુ લોકો કોરોના વાયરસના સંક્રમણ નો ભોગ બની ચૂક્યા છે. બીજી તરફ ગુજરાતમા પણ કોરોના વાયરસને કારણે ૬ લોકોના મૃત્યુ નિપજ્યા છે.

રાજ્ય ના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કર્યુ :

રાજ્ય મા હાલ કોરોના ના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પાંચેય નવા કેસ ભાવનગર પંથક ના છે. આ સારવાર લઈ રહેલા પાંચ વ્યક્તિ માથી એક વ્યક્તિ નુ મૃત્યુ નીપજ્યુ છે. હાલ આપણા ગુજરાતમા કોરોના ના કારણે છઠ્ઠો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે.

રાજ્ય મા કુલ ૧૯ હજાર થી પણ વધુ લોકો હોમ ક્વોરન્ટાઈન :

રાજ્ય મા ૧૯ હજાર થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈનમા છે. ૧૪ દિવસ ની યોગ્ય સારવાર લીધા બાદ લોકો મા કોઈપણ પ્રકાર ના લક્ષણ ના દેખાતા તેમને ડિસ્ચાર્જ કરવામા આવી રહ્યા છે. આ સિવાય કોરોના ના પોઝિટિવ કેસના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને પણ ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા ૧૪ દિવસ સુધી આઈસોલેશન મા રખાશે અને ત્યારબાદ તેમને ઘર જવાની પરવાનગી અપાશે.

Leave a Reply

Top