You are here
Home > News >

ગુજરાતના લોકો માટે હાલ રાહતના સમાચાર : હવે એક જિલ્લામાથી બીજા જિલ્લામા સરળતાથી જઈ શકાશે

મિત્રો, હાલ ગઇકાલે લોકડાઉન-૩ ની પૂર્ણાહૂતિ થઈ છે પરંતુ, ફરી ૧૪ દિવસ માટે લોકડાઉન લંબાવવામા આવ્યુ છે એટલે કે હજુ ૩૧ મે સુધી લોકડાઉન યથાવત રહેશે. હાલ, લોક ડાઉનના ચોથા તબક્કા નો એટલે કે લોકડાઉન-૪.૦ નો પ્રારંભ થઇ ચૂક્યો છે પરંતુ, અગાઉના લોકડાઉન કરતા આ લોકડાઉનમા નીતિ નિયમો થોડા અલગ પ્રકારના છે તથા આ લોકડાઉનમા અમુક જૂના નિયમોમા પરિવર્તન પણ કરવામા આવ્યુ છે.

લોકડાઉન ૩ મા સમગ્ર દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમા વહેંચવામા આવ્યા હતા. જ્યારે હાલ લોકડાઉન ૪.૦ મા દરેક વિસ્તાર વાઈઝ ભાગ પાડવામા આવ્યા છે. દરેક વિસ્તારમા બે વિભાગ પાડવામા આવ્યા છે કન્ટેઈનમેન્ટ ઝોન અને નોન-કન્ટેઈનમેન્ટ ઝોન. આ વિભાજન ના આધારે અમુક વિસ્તારોમા થોડી છૂટછાટ આપવામા આવી છે તો અમુક જગ્યાએ હજુ પણ લોકડાઉન યથાવત છે.

આ છૂટછાટ ના કારણે હાલ ગુજરાત રાજ્યની જનતાને એક વિશેષ રાહત મળી છે. હાલ, એક જિલ્લામાંથી બીજા જિલ્લામા લોકો એસ.ટી.બસ સરળતાથી અવરજવર કરી શકશે. લોકો પોતાના ખાનગી વાહન અથવા તો ટેક્સીમા પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામા મુસાફરી કરી શકશે.જેથી હાલ, લોકડાઉનના કારણે ફંસાયેલા લોકો સરળતાથી પોતાના ગામ પહોંચી શકશે.

જોકે હાલ સરકાર દ્વારા નિશ્ચિત કરેલ યાત્રીઓની સંખ્યા તથા સરકારી ધારાધોરણનુ પાલન કરવુ પડશ. હાલ, તમામ રાજ્યોમા એસ.ટી. બસતંત્ર સક્રિય થવાના કારણે લોકો સરળતાથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામા જઈ શકશે. જેથી, હાલ દેશની તમામ જનતાએ રાહતનો શ્વાસ લીધો છે અને તેમણે આશ્વાસન મળ્યુ છે કે જલ્દી જ તેઓ આ સમસ્યા માંથી મુક્ત થઈને પોતાના વાસ્તવિક જીવનમા પરત ફરી શકશે.

Leave a Reply

Top