
જો તમને કોઈ બે મિનિટમાં જ જમી લેવાનું અને સાત મિનિટની અંદર નહાય અને તૈયાર થઈ જવાનું કહે તો કેવું રહેશે અને જો તમે આ કામ પૂરું ન કરો. તો તમને ૧૫૦ ઉઠક-બેઠક અને ૧૫૦ પુસઉપસ કરવાની સજા મળે તો કેવું લાગશે હા હકીકત છે આવી અઘરી તાલીમ લઇને ગુજરાતની એક દીકરીએ અમેરિકન આર્મીમાં ડંકો વગાડ્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે એ દીકરીનું નામ છે “દેવકી બા ઝાલા”.
તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝીંઝુવાડા ગામે રહેતી હતી અને છેલ્લા થોડા સમયથી અમેરિકાના લોસ એન્જલસ ખાતે રહે છે અને તેનો પરિવાર આજે ખૂબ ખુશ છે તેની ખુશી નું કારણ છે તેમનું ગૌરવ એટલે કે તેમની દીકરી દેવકી બા. તેણે અમેરિકાની આર્મી રેડિયોલોજી બાયોલોજી અને રસાયણશાસ્ત્ર અને પરમાણુ શાસ્ત્રની ખુબ જ અઘરી તાલીમ પૂરી કરીને અમેરિકાની સેનામાં ખુબજ મોટા અધિકારી તરીકે સ્થાન મેળવ્યું છે
તે ક્ષત્રિય હોવાથી પહેલેથી જ ખડતલ હતા આમ બધા આમ બધા પુરુષો ની વચ્ચે એક મહિલાએ અમેરિકાની સેનામાં ખલબલી મચાવી છે ધર્મની દૃષ્ટિએ જોઈએ તો દેવકી હિન્દુ ધર્મમાં માને છે અને ભગવાન સ્વામિનારાયણની પરમ ભક્ત છે એટલે તેને સેનામાં ખાવા પીવાની બાબતે ખૂબ જ મુશ્કેલી પડતી હતી આમ છતાં દેવકીએ ખુબ જ અઘરી ટ્રેનિંગ પૂરી કરીને ગુજરાત અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે અને આ સાથે પોતે ક્ષત્રિય હોવાને કારણે પોતાના નામ પાછળ “બા” એવો પ્રત્યે લગાડે છે અને આ સાથે તે પોતાના કુળ અને ગૌરવ નું માન જાળવે છે.
આ પ્રસંગે શ્રી વિજયભાઈ રૂપાણી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અને તેના વખાણ કરીએ અને બીજી દીકરીઓને તેમાંથી પ્રેરણા લેવા માટે નું આહવાન કર્યું આમ તો ગુજરાતની ઓળખ એક વેપારી પ્રજા તરીકે થાય છે ત્યારે આ દીકરીએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે આ માટે તેને ઘણી મહેનત કરવી પડી છે.