You are here
Home > Articles >

ગુજરાત રાજ્યના કોરોના પોઝીટીવ કેસમા હાલ નોંધપાત્ર ઘટાડો, રૂપાણી સરકાર લેશે હવે રાહતનો શ્વાસ

મિત્રો, ગુજરાત રાજ્યમા કોરોના પોઝિટિવ કેસનો આંકડો હાલ અંદાજે ૧૫ હજારની આસપાસ પહોંચી ગયો છે પરંતુ, રિકવરી રેટ મા છેલ્લા એક અઠવાડિયામા નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમા વર્તમાન સમયમા વધુ નવા ૩૬૧ કેસ નોંધાતા કુલ આંક ૧૪,૮૨૯ એ પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ અન્ય ૨૭ લોકો મૃત્યુ પામતા કુલ મૃત્યુઆંક પણ ૯૧૫ એ પહોંચી ગયો છે. ગુજરાત રાજ્ય મા કોરોના સંક્રમણના કેસનો આંક વધવાની સાથે સાજા થનારાની સંખ્યામા પણ વધારો થયો છે જે એક સારી બાબત છે. ગુજરાત રાજ્યમા આજે કુલ ૫૦૦ કરતા પણ વધુ લોકોને ડિસ્ચાર્જ આપવામા આવ્યુ છે.

ગુજરાત રાજ્યમા વર્તમાન સમય સુધીમા ૭,૧૩૭ લોકો રિકવર થઈને ઘરે પાછા ફર્યા છે :

ગુજરાત રાજ્યમા વર્તમાન સમય સુધીમા નોંધણી થયેલા કેસના ૪૮.૧૨ ટકા રિકવરી રેટ રહ્યો છે. ગુજરાતમા હાલ એક્ટિવ કેસ કરતા રિકવર થયેલા લોકોનો આંક ઊંચો છે. વર્તમાન સમય સુધી ગુજરાત રાજ્યમા એક્ટિવ કેસનો આંક નિરંતર ઊંચો રહેતો હતો પરંતુ, આજે ૫૦૦ કરતા પણ વધુ લોકો રીકવર થઈને ઘરે પરત ફરતા એક્ટિવ કેસનો આંક નીચો આવ્યો છે અને રિકવરી આંક ઊંચો આવ્યો છે.

ગુજરાત રાજ્યમા હાલ વર્તમાન સમય સુધીમા ૬,૭૭૭ કેસ એક્ટિવ છે. જે કુલ કેસના ૪૫.૭૦ ટકા થાય છે. ગુજરાતમા પ્રવર્તમાન સમય સુધી ૯૧૫ લોકોના મૃત્યુ પણ થયા છે. જે વર્તમાન સમય સુધીના આંકના ૬.૧૭ ટકા લોકોના મૃત્યુ પણ થયા છે. આમ, ગુજરાતમા નોંધણી કરવામા આવેલા ટોટલ પોઝીટીવ કેસના ૫૪.૨૯ ટકા કેસ ક્લોઝ થઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાત રાજ્યમા હજુ પણ ૪૫.૭૦ ટકા એક્ટિવ કેસ છે.

ગુજરાત રાજ્યમા હાલ ૭૩ ટકા કેસ પોઝીટીવ અને ૮૧ ટકા મૃત્યુ અમદાવાદમા નોંધાયા :

ગુજરાત રાજ્યમા જોવા જઈએ તો સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમા છે. અમદાવાદમા હાલ વધુ ૨૫૧ કેસ આવતા પોઝિટિવ કેસનો આંક ૧૦ હજાર ઉપર પહોંચ્યો છે. ગુજરાતના ટોટલ ૭૩ ટકા કેસ અમદાવાદ શહેરમા નોંધાયા છે. જ્યારે ગુજરાત રાજ્યના ૮૧ ટકા મૃત્યુ અમદાવાદ શહેરમા નોંધાયા એ પણ વાસ્તવિકતા છે.

અમદાવાદમા સૌથી વધુ ૪૩૬ લોકો રિક્વર થયા છે. તો ગુજરાત રાજ્યમા બીજા ૫૦૩ દર્દીઓએ કોરોનાની સમસ્યાને માત આપતા ડિસ્ચાર્જ અપાયુ છે. ગુજરાત રાજ્યમા રિકવરી રેટમા વૃધ્ધિ થઈ રહી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમા વર્તમાન સમય સુધીમા ૧.૮૯ લાખ ટેસ્ટિંગ કરાયા છે. ગુજરાત રાજ્યમા કોરોના સંક્રમણના કેસ ભલે વધે પરંતુ, તેની સામે રિકવર થનારા લોકોની સંખ્યામા પણ વધારો જોવા મળ્યો તે ગુજરાત માટે એક સારી બાબત બની છે.

Leave a Reply

Top