You are here
Home > News >

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્ય ની તમામ નિશાળો મા શિક્ષકો ના દિવાળી વેકેશન ની તારીખ ની કરાઈ જાહેરાત, જાણો સમ્પૂર્ણ એહવાલ…

ગુજરાત રાજ્યના ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલી તમામ નીશાળાઓમાં દિવાળી વેકેશન નિશ્ચિત કરાયું છે. તે વેકેશન મુજબ શિક્ષકો માટે ઓક્ટોબર ની તારીખ ૨૯ થી નવેમ્બર મહિનાની ૧૮મી તારીખ સુધી દિવાળી નુ રજાઓ રહેશે. તે ઉપરાંત આ વર્ષે કોરોનાની મહામારી ને કારણે એકેડમી કૅલેન્ડર નું પાલન થઈ શક્યું નથી. ત્યારે શિક્ષકો માટે દિવાળી વેકેશન નુ આયોજન કરવું એ બોર્ડ માટે ફરજિયાત હોય છે. તેથી સરકારની મંજૂરીથી બોર્ડે અનિવાર્ય સંજોગો મા દિવાળી વેકેશન જાહેર કર્યું છે.

દર વર્ષે બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ની શરૂઆત પહેલા એક નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાઈ છે. તેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ૨૧ દિવસ નુ દિવાળી ની રજાઓ રાખવામા આવી છે. દર વર્ષે દિવાળીના ચાર દિવસ પહેલા દિવાળી ની રજાઓ પડતી હોય છે અને દિવાળી પછી ના ૧૭ દિવસ સુધી એટલે કે દેવદિવાળી સુધી એમ ૨૧ દિવસ નુ દિવાળી વેકેશન આપવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યના ગુજરાત શિક્ષણ બોર્ડે શિક્ષકો માટે દિવાળી વેકેશન ની રીત બદલી છે.

દિવાળી ના ૧૬ દિવસ પહેલા એટલે કે ઓક્ટોબર મહિનાની ૨૯ તારીખ થી દિવાળી નુ વેકેશન આપવામા આવ્યું છે. એટલે કે દિવાળી આવતા પહેલા ૧૬ દિવસ વેકેશન અને દિવાળી બાદ ચાર દિવસનું વેકેશન આપવામાં આવશે એટલે કે નવેમ્બર મહિનાની ૧૮ તારીખ સુધી વેકેશન આપવામાં આવ્યું છે. સરકાર દિવાળી પછી ધોરણ ૯,૧૦,૧૧,૧૨ ની શાળાઓ શરૂ કરવા જઈ રહી છે. એટલા માટે દિવાળી બાદ વેકેશન ટૂંકા વાયુ છે. હાલમાં દિવાળી પછી બધી સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓ માટે કોરોના ને લીધે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. અને શિક્ષકો ઓનલાઇન ટીચિંગ, ઓનલાઇન શિક્ષણ અને હોમ લર્નિંગ ની વગેરે કામગીરી કરતા રહ્યા છે. તે માટે તેમને વેકેશન આપવું પણ એટલું જ જરૂરી હતું. રાજ્ય સરકારે વેકેશન માટેની મંજૂરી આપતા ગુજરાત શિક્ષણ બોર્ડ આજે તેમના ડીઇઓ કક્ષાના અધિકારીઓને વેકેશન બાબતે એક પરિપત્ર મોકલ્યો છે અને તે પરિપત્ર પ્રમાણે ૨૧ દિવસનું વેકેશન રહેશે.

ગુજરાત રાજ્યની માન્યતા ધરાવતી તમામ હાઈ સ્કુલ હાઈ સેકન્ડરી સ્કુલ માં સ્ટાફને વેકેશન આપવાનું રહેશે. શાળાઓમાં શિક્ષકો માટે વેકેશન રહેશે. પરંતુ તેમના પ્રિન્સિપાલ અને આચાર્યો માટે ૨૧ દિવસનું વેકેશન રહેશે નહીં. આ ઉપરાંત નોન ટીચીંગ સ્ટાફ ને પણ ૨૧ દિવસનું વેકેશન મળશે નહીં.

Leave a Reply

Top