You are here
Home > Articles >

ગુજરાતમા આવનાર ૨૪ કલાકમા વરસી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ , વાવાઝોડાની ગંભીર અસર

મિત્રો, વાવાઝોડાની ગંભીર અસરના કારણે ગુજરાતમા હવામાન ખાતાએ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યના અમુક ભાગોમા આવનાર ૨૪ કલાક સુધીમા ભારે વરસાદ આવવાની આશંકાઓ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમા આવનાર ૨૪ કલાકમા ભારે વરસાદ આવવાની શક્યતા સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમા પણ સામાન્યથી મધ્યમ વરસાદનુ હવામાન ખાતા દ્વારા અનુમાન લગાવવામા આવી રહ્યુ છે.

નિસર્ગ વાવાઝોડુ હાલ વર્તમાન સમયમા મહારાષ્ટ્ર તરફથી ધીમે-ધીમે મધ્યપ્રદેશ બાજુ ફંટાયું છે ત્યારે મધ્યપ્રદેશમા પણ મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આવનાર ચોવીસ કલાકની અંદર ગુજરાતના આ વિસ્તારો જેમકે, સુરત , નવસારી , ભરૂચ , ભાવનગર , આણંદ , અમરેલી , ગીર-સોમનાથ , વલસાડ , અમદાવાદ , રાજકોટ , વડોદરા વગેરે સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા સર્જાઈ રહી છે.

મોડી રાત્રે અમદાવાદમા વીજળીના કડાકા-ભડાકા સાથે વર્ષાનુ આગમન :

અમદાવાદ શહેરમા હાલ મોડી રાત્રે વીજળીના તડાકા-ભડાકા સાથે વર્ષાનો માહોલ જોવા મળ્યો હતો. અહી પૂર્વ અને પશ્ચિમના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ તરફની વાત કરીએ તો સેટેલાઇટ એરિયા , સોલા , બોપલ , બોડકદેવ , થલતેજ , મેમનગર , ગોતા , ચાંદખેડા , ચાંદલોડિયા , એસ.જી. હાઇવે , સરખેજ તથા જીવરાજપાર્કમા વરસાદે દેખાડો દીધો હતો તો પૂર્વ તરફ નિકોલ , બાપુનગર , નરોડા , શાહપુર , દાણીલીમડા , મણિનગર , ઇસનપુર , કાંકરિયા વિસ્તારમા પણ વર્ષાનુ જોરશોરથી આગમન થયુ હતુ.


આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળની ખબર મેળવો.

Leave a Reply

Top