You are here
Home > Articles >

ગુજરાતની આ રાજકુમારી સાથે પ્રથમ નજરે જ પ્રેમ મા પડી ગયા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જાણો આ પ્રેમ કહાની

જ્યોતિરાદિત્ય સિંધિયા એ હાલ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે જેથી સમગ્ર મધ્યપ્રદેશ મા હાહાકાર મચી ગયો છે. ત્યારે જ્યોતિરાદિત્ય ને સહકાર અને સમર્થન આપવા માટે તેમનો પરિવાર પણ આગળ આવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા એ માધવરાય સિંધિયા ના સુપુત્ર છે. જ્યોતિરાદિત્ય હાલ જ પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે વિવાહ ના પવિત્ર સંબંધે જોડાયા છે. તેમના પત્ની પ્રિયદર્શિની વિશે ખુબ જ ઓછા લોકો ને માહિતી હશે.

જ્યોતિરાદિત્ય સિંધિયા ના પત્ની પ્રિયદર્શિની રાજે મૂળ વડોદરાના નિવાસી છે. પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્ય ની પહેલી મુલાકાત વર્ષ ૧૯૯૧ મા થઈ હતી. એવુ કહેવાય છે કે, જ્યોતિરાદિત્ય પહેલી જ મુલાકાતમા પ્રિયદર્શિની ના પ્રેમ મા પડી ગયા હતા. ત્યારબાદ બંને એકબીજા ને અવારનવાર મળતા રહ્યા અને આ મુલાકાતો ના કારણે તેમની વચ્ચે નો પ્રેમસંબંધ ગાઢ બન્યો એટલે ૧૨ ડિસેમ્બર, ૧૯૯૪ ના રોજ બંને વિવાહગ્રંથીએ જોડાયા હતા.

પ્રિયદર્શની રાજે સિંધિયા બરોડા ના ગાયકવાડ કુટુંબ ના રાજકુમારી છે. તેમના પિતા સંગ્રામસિંહ ગાયકવાડ બરોડા ના છેલ્લા શાસક પ્રતાપસિંહ ગાયકવાડ ના સુપુત્ર છે. પ્રિયદર્શની ના માતા પણ નેપાળ ના રાજવી કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. પ્રિયદર્શિની એ તેમનો માધ્યમિક અભ્યાસ મુંબઈ ની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલ મા અને ઉચ્ચતર અભ્યાસ સોફિયા કોલેજ મા પૂર્ણ કર્યો છે.

મોટાભાગે તે મીડિયા ના સંપર્ક થી દૂર રહે છે. તેમના અંગત સગા-સંબંધીઓ અને મિત્રો તેમને શાંત, સુશીલ અને દયાળું કહે છે. વર્ષ ૨૦૧૨ મા ફેમિના એ પ્રિયદર્શિની ને વિશ્વ ની ૫૦ સૌથી સુંદર દેખાતી સ્ત્રીઓ ની યાદી મા શામેલ કર્યા હતા. પ્રિયદર્શિની વધુ પડતી સાડી મા જ જોવા મળે છે. સૌથી સુંદર દેખાતી સ્ત્રીઓ ની યાદી ઉપરાંત તેમને ૨૦૦૮ મા ‘ બેસ્ટ ડ્રેસ્ડ હોલ ફેમ ’ ની યાદી મા પણ સમાવિષ્ટ કરાયા હતા.

તેમની પાસે ગાગા નામ નો એક ઘોડો પણ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા એ વર્ષ ૧૯૯૩ મા હાર્વર્ડ યુનિવર્સિટી માથી ઈકોનોમિક્સ મા ગ્રેજ્યુએશન કર્યુ હતુ. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૧૧ મા તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ મા એમ.બી.એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી. જ્યોતિરાદિત્યા સિંધિયાએ તેમના પિતા ના અવસાન બાદ વર્ષ ૨૦૦૨ મા રાજકારણ મા પગલા માંડયા હતા.

Leave a Reply

Top