You are here
Home > News >

ગુજરાત ની આ યુવતી ને હજુ થયા હતા લગ્ન ના પંદર જ દિવસ અને પતિએ તરછોડી, જાત મેહનત અને સંઘર્ષ થી બની IAS

મિત્રો, એક પરિણીત સ્ત્રી નું જીવન ફક્ત પોતાના પતિની આસપાસ ઘુમવું જ નથી પરંતુ, તેને પણ પોતાના સ્વપ્ન પૂર્ણ કરવાનો પૂરેપૂરો હક છે. આ અદ્વિતીય અને પ્રશંસા ને પાત્ર શબ્દો છે કોમલ ગણાત્રા ના કે જેમણે પોતાના બળ પર યુપીએસસી ની પરીક્ષા પાસ કરી. તેણી માટે આ પરીક્ષા ને પાસ કરવી જરાપણ સરળ નહોતી પરંતુ, તેમણે તેમના જીવનમા આવતી દરેક અડચણ ને હસતા-હસતા સ્વીકારી અને તેનો સામનો કરીને હાલ તેમણે આઇ.એ.એસ ની પદવી પ્રાપ્ત કરી છે.

અહીં સુધી પહોંચવા માટે તેણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે જેના વિશે આપણે આજે આ લેખમાં ચર્ચા કરીશું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લા ના સાવરકુંડલા ની નિવાસી કોમલ ગણાત્રાના વિવાહ સંબંધ ૨૬ વર્ષની કુમળી વય મા જ બંધાઈ ગયા હતા. વિવાહ ની ગ્રંથીએ જોડાયા બાદ તમામ યુવતીના જે સ્વપ્ન હોય છે તેવા જ સ્વપ્ન કોમલ ગણાત્રાના હતા. પરંતુ, કમનસીબે તેના તે સ્વપ્ન પૂર્ણ થઇ શક્યા નહી અને વિવાહ ના બે અઠવાડિયા ના સમયકાળ માં જ તેનો પતિ તેને તરછોડી ને ન્યૂઝીલેન્ડ ભાગી ગયો હતો.

ત્યારબાદ કોમલ નો પતિ ક્યારેય પણ પરત આવ્યો નહી. પતિ તરછોડી ને જતો રહે તો કોઇપણ યુવતી અંદર થી તૂટી જાય છે પરંતુ કોમલે હિંમત હારી નહી અને તેણે પોતાના ભૂતકાળ ને ભૂલીને એક નવું જીવન શરૂ કરવાના ઈરાદા સાથે યુપીએસસી પરીક્ષા ની તૈયારીઓ શરૂ કરી દીધી. કોમલે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે વિવાહ આપણને પરિપૂર્ણ બનાવી દે છે અને હું પણ એ જ વિચારધારા ધરાવતી હતી, જ્યાં સુધી મારા વિવાહ થયા નહોતા.

જ્યારે મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા ત્યારબાદ મને સમજાયું કે, જીવન મા એક વૈવાહીક જીવન જ સર્વસ્વ નથી હોતું. કોમલે યુપીએસસી ની તૈયારીઓ અંગે વિચાર્યું. તે જાણી ગઇ હતી કે એક યુવતી માટે કરિયર સૌથી વધુ વિશેષ છે. કોમલે તૈયારીઓ શરૂ કરી દીધી. હાલ તે સંરક્ષણ મંત્રાલયમા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કાર્યરત છે. કોમલ નો અભ્યાસ ગુજરાતી માધ્યમ મા થયો હતો. જે વર્ષે તેણે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી હતી તે જ વર્ષે તે ગુજરાતી ભાષામા ટોપર રહી હતી.

તેણે કહ્યુ કે, મારા પિતાએ મને હમેંશા જીવનમા આગળ વધવા માટે ની પ્રેરણા આપતાં. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા કહેતા હતા કે, તું તો મોટી થઇને આઈ. એ.એસ. ઓફિસર બનીશ પરંતુ, તે સમયે હું આ વાત ને એટલી વિશેષ સમજતી નહોતી. કોમલ જણાવે છે કે, જીવન ના દરેક તબક્કે મારા પિતાએ મને ખૂબ જ હિંમત આપી છે. તેમણે મને સમજાવ્યુ કે તું બેસ્ટ છે. કોમલે ઓપન યુનિવર્સિટીમ માંથી ગેજ્યુએશન કર્યું. ત્યારબાદ ત્રણ અલગ અલગ યુનિવર્સિટી માંથી પણ ગેજ્યુએશન કર્યું.

વિવાહ પૂર્વે કોમલે એક હજાર રૂપિયા ની સેલેરી સાથે પોતાના કરિયર નો પ્રારંભ કર્યો હતો. તે શાળા મા ભણાવવા જતી હતી. તેણે જીપીએસસી ની મેન્સ પણ ક્લિયર કરી હતી. કોમલે કહ્યું કે, તે સમયે મારા વિવાહ એક એનઆરઆઇ સાથે થયા. મારા પતિ ની ઈચ્છા નહોતી કે હું જીપીએસસી નું ઇન્ટરવ્યૂ આપું કારણ કે, તે મને ન્યૂઝિલેન્ડ લઇ જવા ઇચ્છતા હતા. મેં પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરી જીપીએસપી નું ઇન્ટરવ્યૂ આપ્યું નહીં.

મારુ મન ઇન્ટરવ્યૂ આપવાનું હતું પરંતુ મારા પતિ ની વાત માની ના આપ્યું કારણ કે હું તેમને પ્રેમ કરતી હતી. કોમલે કહ્યુ કે, હું જાણતી નહોતી કે જેને હું પ્રેમ કરું છું તે મને એક દિવસ છોડીને જતો રહેશે. આમ, જીવન ક્યારે કોને કઈ પરિસ્થિતિમા પહોંચાડી દે છે તેનું કાઈ જ પૂર્વાનુમાન લગાવી શકાતું નથી.

Leave a Reply

Top