You are here
Home > News >

ગુજરાતનુ એક એવુ ગામ કે જેની સુવિધાઓ છે સ્માર્ટ સીટીને પણ શરમાવે એવી, સરપંચે બનાવ્યુ ધૂળમાંથી સોના જેવુ

અત્યાર ના સમયે મા ગુજરાત રાજ્ય ખુબ જ પ્રગતી કરતુ હોય પણ તેના ગામડાઓ અવિકસીત જ રહ્યા છે. દરેક ગામડા મા કંઇક ને કંઇક ખૂટતુ જ હોય છે. અમુક ગામ મા પાણી ની તંગી હોય તો અમુક ગામડા મા ગટર વ્યવ્સ્થા ન હોય. આમ તમામ ગામડાઓ પાછળ રહી ગયા છે. આનુ કારણ સરપંચ ને માનવામા આવે છે કેમકે સરકાર મા થી પ્રાપ્ત થતી તમામ પ્રકાર ની ગ્રાન્ટ મા થી પોતે પૈસા પ્રાપ્ત કરે છે.

તેઓ માત્ર પોતાની સંપત્તિ મા વધારો કરે. અમુક કામો કરે એ પણ જેવા તેવા. સગા સબંધીઓ ને આ વાત ની જાણ હોય અને છતા કોઈ કઈ કહે નહી. આવી જ સ્થિતી ગુજરાત રાજ્ય ના ગામો ની છે. હજુ ગામડા મા જ્ઞાતીવાદ ખુબ જ જોવા મળે છે. જે ગામ મા અમુક કોમ નુ ચાલે તેના જ સભ્યો સરપંચ બને અને પહેલા પોતાનુ અને પોતાના ઘર નુ સારું કરે. આવા લોકો ને લીધે જ ગામડાઓ પાછળ રહી ગયા છે.

પણ બધી જ જગ્યાએ અને બધા જ ગામ મા આવા અભણ સરપંચ હોતા નથી. સાબરકાઠા જીલ્લા નુ પંસુરી ગામ એ ભારત ના કુલ સાત લાખ જેટલા ગામ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે. બાર વર્ષ થી ગામ ના સરપંચ એવા હિમાંશુ પટેલ એ ગામ ની સંપુર્ણ રુપરેખા જ બદલી નાખી છે. જેના લીધે મોટા-મોટા શહેરોએ પણ નીચુ જોવુ પડે.

આ પંસુરી ગામ મા ૨૦૦૬ ની સાલ મા ખુબ જ ગંદકી ધરાવતુ હતુ. આ ગામ ના આશરે ૯૮ ટકા માણસો અભણ અને તેમા ૨૩ જેટલી જ્ઞાતીઓ એટલે વિખવાદ તો રહે જ. પણ તેમા અમુક શિક્ષિત યુવાનો છે પણ એ પોતાની જ્ઞાતી ના ખોટા માભા મા ફર્યા કરતા. હજી ભારત દેશ આશરે અડધી સદી સુધી પ્રગતી કરી શકે એમ નથી.

પહેલા આ પંસુરી નામ ના ગામડા મા રસ્તા , વીજ અને પાણી જેવી સામાન્ય સુવીધા પણ પ્રાપ્ત થતી નહી. ગામ ની પંચાયત ના માથા પર ૧.૫ લાખ નુ કરજ. શહેરો આગળ વધવા લાગ્યા. વર્ષ ૨૦૦૬ મા હિમાંશૂ પટેલ નામ નો ૨૨ વર્ષીય યુવાન સરપંચ પદે આવ્યો. તે જ્યારે સીટી મા થી ગામ તરફ આવતો હતો ત્યારે તેના ચહેરા પર પોતાના ગામ ની આવી દયનીય સ્થિતી નુ દુખ હતુ.

સરપંચ પદ મેળવ્યા બાદ તે તમામ સરકારી યોજનાઓ સાથે જોડાવાવા નુ નક્કી કર્યુ. પાયા ની જરૂરીયાતો પાછળ તેણે ત્રણ વર્ષ મહેનત કરી. તેમજ પંચાયત નુ દેવુ ચુકવ્યુ. સાથે-સાથે બે વર્ષ મા પાકા ઘર તેમજ શોચાલય ની સુવિધા આપી. અમુક લોકો તેના વિરોધ મા પણ હતા. પણ બધા પોત પોતાનુ કાર્ય કરતા હતા.

થોડા જ સમય મા હિમાંશુએ આખા ગામ નુ ચિત્ર પલટાવી દીધુ. તમામ આધુનિક સુવિધાઓ થી સજ્જ બનાવ્યુ. જેમા R.O પ્લાન્ટ , A/C શાળા તેમજ આધુનિક સાધનો વસાવ્યા. કચરા માટે વાન ની સુવિધા ઉપલબ્ધ કરાવી. આવા કચરા ના ઉપયોગ થી વિજળી ઉત્પન્ન થતી હતી. ત્રણ યુવાનો એ R.O પ્લાન્ટ બનાવ્યો અને તે ૨૦૧૦ ની સાલ થી અત્યાર સુધી વિસ લીટર ફિલ્ટર પાણી માત્ર પાંચ જ રૂપીયા મા આપતા હતા.

આ ગામ મા ખુબ જ ઝડપી વાઈફાઇ ની સેવા પણ આપવામા આવી છે જેનો ચાર્જ માત્ર મહીને ૫૦ રૂપીયા છે. શાળા અને સરકારી કાર્યાલય મા લાગેલા સી.સી.ટી.વી. ની મદદ થી હાલ મા શુ થઈ રહ્યુ છે તે જોઈ શકો છો. ૨૦૦૯ ની સાલ મા પંચાયત મા ૧૪ જેટલા મોટા-મોટા સ્પીકર મુકવામા આવેલ કે જેની મદદ થી સરકાર ની યોજના તેમજ સામાજીક કાર્યક્રમો ની જાહેરાત કરવામા આવે છે. તદુપરાંત ગામ ના સરપંચ પોતાના ફોન મા રહેલ સોફ્ટવેર ની સહાયતા થી આ સ્પિકર ના માધ્યમ વડે જાહેરાત કરી શકે છે.

હિમાંશુ ભાઈ ની કામગીરી જોઈ ૨૦૧૧ મા નરેંદ્ર મોદીએ આ ગામ ને “બેસ્ટ ગ્રામ-પંચાયત” નો પુરસ્કાર આપ્યો. બહાર ના દેશ ના મોટા-મોટા નેતાઓ તેમજ પદાધિકારીઓ પણ આ ગામ ની મુલાકાતે આવેલ. આશરે ૯૦ જેટલી કોલેજો મા આ ગામ ના સરપંચે ભાષણ આપ્યુ છે. ઉપરાંત બ્રિક્સ સંમેલન મા ભારત નુ પ્રતિનિધીત્વ કરેલ. તેમજ આ ગામ ના સરપંચ પણ દેશ અન્ય ગામડા ની મુલાકાતે પણ ગયેલ. આજે આ ગામ વિખ્યાત છે જેનો શ્રેય આ ગામ ના સરપંચ હિમાંશુ પટેલ ને ફાળે જાય છે.

Leave a Reply

Top