You are here
Home > Articles >

ગુજરાત ની જનતા ને સરકારે આપ્યું વચન, આખું વર્ષ ચાલે એટલો અનાજ નો જથ્થો, શાક-દૂધ પણ નહીં ખુટવા દઈએ

મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન નો નિર્ણય લેવાતા ગુજરાત સરકારે પ્રજા માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી રાખી છે. ગાંધીનગરમા ગઈકાલ થી જ બધી તૈયારીઓ કરી લેવામા આવી છે. ગુજરાતમા કોઈપણ ચીજવસ્તુ નો જથ્થો ખૂટી પડે તેમ નથી. લોકડાઉનની સ્થિતિમા કોઈને મુશ્કેલી સર્જાય નહિ તે માટે ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ટાસ્કફોર્સ તૈયાર કરવામા આવી છે. આ ઉપરાંત બે વખત રાજ્યમા પોઝિટિવ આંકડા જાહેર કરવામા આવશે તેમજ પોલીસ દ્વારા પણ પ્રેસ નુ આયોજન કરીને માહિતી આપવામા આવશે.

આ સિવાય હેલ્પલાઈન નંબર તો છે જ. લોકોએ બસ ઘરમા બેસીને સમર્થન આપવાનુ છે. કોરોના વાયરસને લઈને પૂરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદ આયોજિત થઈ હતી. જેમા તેમણે લોકોને શાંતિમય વાતાવરણ જાળવી રાખવાનો આગ્રહ કર્યો છે. ગુજરાત રાજ્ય પાસે હાલ ૧ વર્ષ સુધી ના ખુટે તેટલુ અનાજ અને સબ્જી તથા દૂધ જેવી બધી જ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શકાય તેવી સગવડ છે એટલે લોકોને ફક્ત પેનિક કરવાને બદલે શાંતી રાખી ઘરમા જ રહેવા અપીલ કરવામા આવી હતી.

તો ચાલો જાણીએ શુ કહે છે અશ્વિનીકુમાર આ બાબતે :

ગઈકાલે સાંજે સી.એમ. ની અધ્યક્ષતા હેઠળ બેઠક મળી હતી. મિટિંગ નિયમિતપણે દરરોજ સાંજ ના ૫ વાગ્યે મળશે. આરોગ્ય વિભાગ ના અગ્ર સચિવ સવારે ૧૦ અને સાંજે ૮ કલાકે મેડિકલ બુલેટિન આપશે. જે-તે રાજ્ય ના ડી.જી.પી. નિયમિત ૪ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે , આ સિવાય રાજ્યમા પુરવઠા ને લગતી વિશેષ માહિતી દર ૨ કલાકે પ્રેસ થશે.

સ્પેશ્યલ ટાસ્કફોર્સ ની રચના :

આ પુરવઠા ની જાણવણી માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામા આવી છે. લોકોની જીવન જરૂરિયાત ચીજવસ્તુ ને લઈને આ ટાસ્ક ફોર્સ કાર્ય કરશે. જીવન જરૂરિયાત સાથે જોડાયેલી ના હોય તેવી કચેરીઓ બંધ રખાશે. ગેસ, વીજળી, પાણી, પેટ્રોલ, પુરવઠા. બેન્કિંગ ને લગતી તમામ શાખાઓ શરૂ રાખવામા આવશે. શાકભાજીમા કોઈ મુશ્કેલી ના આવે તેની વિશેષરૂપે સાવચેતી રાખવામા આવશે. જીવનજરૂરિયાત સેવા સાથે ના જોડાયેલા હોય તેવા અધિકારીને રજા આપવામા આવશે.

કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, મ.ન.પા અને નગરપાલિકા મા કામગીરી ચાલુ રહેશે. શિક્ષકો માટે પણ રજા જાહેર કરવામાં આવી છે. દૂધ પણ સરળતા થી મળી રહેશે. હાલ, આપણા ગુજરાત રાજ્યમા ૧૬૦૦ જેટલા અમુલ પાર્લર આવેલા છે, તેમાથી ૧૦૦૦ જેટલા પાર્લર અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમા સ્થિત છે જ્યારે ૬૦૦ જેટલા આસપાસ ના અન્ય શહેરો તથા ગ્રામીણ વિસ્તારમા આવેલા છે.

Leave a Reply

Top