You are here
Home > Jyotish >

હાલ, ગુરુ ગ્રહ તુલા રાશિમા પ્રવેશવા જઈ રહ્યો છે, જાણો આ પરિવર્તન રાશિ જાતકો માટે કેવુ સાબિત થશે

મિત્રો, બ્રહ્માંડમા ગ્રહોની ગ્રહદશા અવારનવાર પરિવર્તિત થતી રહેતી હોય છે. આ પરિવર્તન કોઈ ને કોઈ રીતે રાશિ જાતકોના જીવન પર અસર કરતુ રહેતુ હોય છે. જો આ પરિવર્તન શુભ હોય તો રાશિ જાતકોનુ જીવન સુખમય બનશે પરંતુ, જો આ પરિવર્તન અશુભ હોય તો તમારુ જીવન દુઃખદાયી બને છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલ ગુરુ ગ્રહ તુલા રાશિમા પ્રવેશવા જઈ રહ્યો છે ત્યારે આ પરિવર્તન રાશિ જાતકો માટે કેવુ સાબિત થશે, ચાલો જાણીએ.

મેષ રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. નોકરો પર આંધળો વિશ્વાસ ના કરવો. વ્યાપાર ક્ષેત્રે ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે. પ્રેમ- પ્રસંગ બાબતે સમય સાનુકૂળ જણાય. જીવનસાથી સાથે નો સંબંધ તણાવમય બનશે. નાણા નુ યોગ્ય જગ્યાએ રોકાણ કરવુ.

વૃષભ રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય મધ્યમ સાબિત થશે. ઘરના સદસ્યો સાથે કોઈ બાબતને લઈને અણબનાવ બની શકે. ભાગીદારીમા શરૂ કરેલો વ્યવસાય જોખમકારક સાબિત થઈ શકે. ઘરે માંગલિક કાર્ય નો અવસર આવી શકે. સંતાન તરફથી તણાવ અનુભવી શકાય..

મિથુન રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય સફળતા થી ભરપુર સાબિત થઈ શકે. નવુ મકાન ખરીદી શકો. સર્જનાત્મક પ્રવૃત્તિઓ લાભદાયી રહેશે. વાહન ચલાવતા સમયે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. માનસિક તણાવ મા ઘટાડો થશે.

કર્ક રાશિ :

આ રાશિ જાતકો માટે આવનાર સમય પ્રતિષ્ઠા થી ભરપુર રહેશે. કોર્ટ/કચેરી સબંધિત કાર્યોમા વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળી શકે. ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકો. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ અને મધુર બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

સિંહ રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય આનંદ થી ભરપુર રહેશે. સામાજિક ક્ષેત્રે માન- સન્માનમા વૃધ્ધિ થશે. ઘરમા માનસિક શાંતિ નો અનુભવ થશે. તમારા ઘરે અતિથિઓ આવી શકે. વ્યવસાય ક્ષેત્રે આવનાર સમય મધ્યમ લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

કન્યા રાશિ :

આ રાશિના જાતકો આવનાર સમય સર્જનાત્મક ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાનુ વિચારી શકે. શત્રુઓ થી સાવચેત રહેવુ. વાદ-વિવાદથી દુર રહેવુ. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે. આર્થિક નાણાભીડ નો સામનો કરવો પડી શકે.

તુલા રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. ભાગીદારીમા કરેલ વ્યવસાય લાભદાયી સાબિત થઈ શકે. કાર્યક્ષેત્રે કર્મચારીઓ નો યોગ્ય સાથ સહકાર પ્રાપ્ત થઈ રહેશે. આર્થિક સમસ્યા નો સામનો કરવો પડી શકે. તમારા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટિ એ લાભદાયી સાબિત થશે. નાણા નુ રોકાણ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. આત્મવિશ્ચાસ મા વૃધ્ધિ થશે. સમાજમાં લ વિશેષ માન-સન્માન પ્રાપ્ત થશે. ઘરમા કોઈ શુભ પ્રસંગ નુ આયોજન થઈ શકે. વાણી પર નિયંત્રણ રાખવુ.

ધનુ રાશિ :

આ રાશિના જાતકો એ આવનાર સમયમા વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી કારણકે હાલઆ રાશિમા આવનાર સમયમા ભયંકર અકસ્માત નો યોગ સર્જાઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ લાભદાયી સાબિત થશે. નાણા ની લેવડ દેવડ કરતા સમયે વિશેષ સાવચેતી રાખવી.

મકર રાશિ :

આ રાશિના જાતકો પોતાનો આવનાર સમય ધાર્મિક કાર્યોમા પસાર કરી શકે. આવનાર સમયમા સ્વાસ્થ્ય અંગે થોડી વિશેષ સાવચેતી રાખવી. વિદ્યાર્થી વર્ગ માટે અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળ સમય જણાય રહ્યો છે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

કુંભ રાશિ :

આ રાશિના જાતકો એ આવનાર સમયમા પોતાની ખાણીપીણી અંગે વિશેષ સાવચેતી રાખવી પડશે નહિતર સ્વાસ્થ્ય કથળી શકે.ભાગીદારીમા શરૂ કરેલો વ્યવસાય લાભદાયી સાબિત થઈ શકે છે.
કાર્યસ્થળે સહકર્મચારીઓ નો વિશેષ સાથ સહકાર પ્રાપ્ત થઈ રહેશે.

મીન રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય તણાવજનક સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ વાતના કારણે મતભેદ સર્જાઈ શકે છે. તમારા ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવુ નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે છે. લાંબા સમયગાળા બાદ ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકો.

Leave a Reply

Top