You are here
Home > Jyotish >

ગુરુ કરવા જઈ રહ્યા છે મકર રાશિમા પ્રવેશ, આ સાત રાશિઓ ને મળશે અઢળક લાભ

મિત્રો, જ્ઞાન નો વિશારદ ગણાતો ગ્રહ બૃહસ્પતિ આજ રોજ મકર રાશિ મા પરિભ્રમણ કરશે. ત્યારબાદ આવનાર સમય મા તે વક્રી થઇને પુનઃ ધન રાશિમાં તેનું આગમન થશે અને ફરી થોડા મહિના બાદ ગુરુ મકર રાશિમા પ્રવેશી જશે. ગુરુ ના આ ગોચર ની દરેક રાશિ પર વિવિધ અસરો પડશે. તો આજે આ લેખમાં આપણે જાણીએ કે ગુરુના ગોચર થી રાશિજાતકો પર કેવી-કેવી અસરો થશે.

મેષ રાશિ :

આ આવનાર સમય માં તમે ધર્મ અને અધ્યાત્મ ના ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરશો, પરંતુ, તમે કાર્યસ્થળે પણ નિરંતર ઉન્નતિ કરશો. આવનાર સમય માં તમે કોઈ દેવસ્થળ ની મુલાકાતે જઈ શકો છો. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્ય થી પ્રસન્ન રહેશે.

વૃષભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મધ્યમ રહેશે. તમે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ થી પીડાઈ શકો. તમને તમારા વડીલજનો તરફથી કોઈ અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ શકે છે.

મિથુન રાશિ :

ગુરુ ગ્રહ ના શુભ પ્રભાવ તમારા વૈવાહિક જીવન ને આનંદમય બનાવશે. ભાગીદારી માં શરૂ કરેલો વ્યવસાય લાભદાયી સાબિત થશે. જો તમે સંશોધન કાર્યમાં સમાવિષ્ટ છો, તો તેમાં પણ સફળતાની મજબૂત શક્યતાઓ સર્જાય છે. પરંતુ, વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી કારણકે, અકસ્માત ના યોગ સર્જાઈ રહ્યા છે.

કર્ક રાશિ :

તમારું વૈવાહિક જીવન શાંતિમય બની રહેશે. આવનાર સમય માં તમે પેટ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય ની સમસ્યાઓ થી પીડાઈ શકો છો. તેથી, તમારે આવનાર સમય માં તમારા સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી પડશે. તમારા શત્રુઓ થી સાવચેત રહેવું , કારણકે તેઓ તમને હાનિ પહોંચાડવા માટે તેમના બેસ્ટ પ્રયત્નો કરી શકે છે.

સિંહ રાશિ :

જો તમે અભ્યાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો તમને તેમાં પ્રબળ સફળતા મળે તેવી શકયતા સર્જાઈ શકે છે. તમે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદેશ ની મુલાકાતે જઈ શકો છો. તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.

કન્યા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ખુશીઓ થી ભરપૂર રહેશે. તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. ઘર નું વાતાવરણ સુખમય અને શાંતિમય બની રહેશે. અભ્યાસ ક્ષેત્રે વિશાળ સફળતા પ્રાપ્ત થઈ શકે તેવી સંભાવના સર્જાઈ રહી છે. આવનાર સમય માં તમે નવા વાહન તથા નવા ઘરની ખરીદી પણ કરી શકો છો.

તુલા રાશિ :

આ રાશિજાતકો ને આવનાર સમય માં ઉતાવળે કોઈ અગત્યના કાર્ય હેતુસર યાત્રા પર જવું પડી શકે છે. કોઈ સંજોગોવશાત ભાઈ અથવા તો બહેન સાથે વાદ-વિવાદ થવાની સંભાવના સર્જાઈ રહી છે. પરંતુ સમય પસાર થતા સંજોગો તમારા માટે સાનુકૂળ બની રહેશે. તમારી ખુશીમાં વૃદ્ધિ થશે.

વૃશ્વિક રાશિ :

આ રાશિજાતકો ને નાણાં ના અનેકવિધ સ્રોતો પ્રાપ્ત થઈ રહેશે. તમારી વાણી માં મીઠાશ રાખવી. તમે તમારા ક્રોધને નિયંત્રણ માં રાખશો. તમારા આત્મવિશ્વાસ માં વૃદ્ધિ થશે. તમારા નાણાં નિવેશ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિની સલાહ લેવી.

ધન રાશિ :

આવનાર સમય માં આ રાશિજાતકો ના જ્ઞાન માં વૃધ્ધિ થશે. સમાજ માં તમારા મન-સન્માન માં વૃદ્ધિ થશે. તમારું આર્થિક જીવન પ્રબળ બનશે. તમારી પાસે નાણાં પ્રાપ્ત કરવા માટે એક કરતા વધુ સ્ત્રોતો પ્રાપ્ત થશે.

મકર રાશિ :

આ રાશિજાતકો ને આવનાર સમય માં આવક કરતાં ખર્ચ માં વૃદ્ધિ નો સામનો કરવો પડી શકે. નાણાં તમારી પાસે અવશ્ય આવશે, પરંતુ તે ખોટા ખર્ચ પાછળ વેડફાઈ જશે. આર્થિક સ્થિતિ પ્રબળ બનશે, નાણાં નું નિવેશ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. ગુરુના પરિવર્તન ના કારણે તમારા સ્વભાવમાં હકારાત્મક પરિવર્તન જોઈ શકાય છે.

કુંભ રાશિ :

આ રાશિજાતકો ની આર્થિક સ્થિતિ આવનાર સમય માં પ્રબળ રહેશે. તમે નાણાં ની બચત પણ કરી શકશો. ઘર ના સદસ્યો સાથેના પ્રેમ માં વૃદ્ધિ થશે. આવશ્યકતા પડે ત્યારે તેઓ તમને સહાયરૂપ બની શકે છે.

મીન રાશિ :

આ રાશિજાતકો ને આવનાર સમય માં કાર્યક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે. જો તમે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમને આવનાર સમય માં અવિરત સફળતા પ્રાપ્ત થશે. કાર્યસ્થળે બઢતી મળ્યા બાદ તમારું મન અત્યંત પ્રસન્ન રહેશે. વાદ-વિવાદ થઈ દૂર રહેવું.

Leave a Reply

Top