You are here
Home > Articles >

હાલ, અમેરિકાની આટલી ગંભીર સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રમી રહ્યા છે ગોલ્ફ

મિત્રો, હાલ અમેરિકામા સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. અમેરિકા મા કોરોના ની સમસ્યા ના કારણે મૃત પામનાર વ્યક્તિઓ નો આંક પણ અંદાજે એક લાખને આંબવા આવ્યો છે. પરંતુ, આ ગંભીર પરિસ્થિતિમા પણ અમેરિકાના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ સાવ ચિંતામુક્ત થઈને ગોલ્ફ રમતા નજરે પડ્યા છે. તેમના આ મિજાજ ને કારણે હાલ સમગ્ર વિશ્વમા તેમની થૂ-થૂ થઈ રહી છે.

કોરોના વાયરસની સમસ્યાના કારણે માર્ચ મહિનામા વ્હાઇટ હાઉસ દ્વારા “રાષ્ટ્રીય કટોકટી” ની જાહેરાત કરવામા આવી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હાલ શનિવારના રોજ વોશિંગ્ટનમા ગોલ્ફ ની રમત રમવા માટે ગોલ્ફ ક્લબમા આવ્યા હતા. શુ તે અહી આવીને તે એવુ દર્શાવવા માંગી રહ્યા છે કે હાલ અમેરિકાની સ્થિતિ સાવ સામાન્ય છે? .

ડોનાલ્ડ ટ્રંપનો મોટરસાયકલ ચાલક તેમને વ્હાઇટ હાઉસથી નેશનલ ગોલ્ફ ક્લબ સુધી લઈ ગયો હતો. ડોનાલ્ડ ટ્રંપ અહી સફેદ ટોપી અને સફેદ પોલો શર્ટ પહેરીને જોવા મળ્યા હતા. ૮ માર્ચ બાદ ગોલ્ફ કોર્ટમા સૌપ્રથમવાર એવુ બન્યુ હતુ કે જ્યારે ટ્રમ્પ ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર તેની ક્લબની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.

કોરોના જેવી મહામારીના કારણે હાલ વર્તમાન સુધીમા ૧,૬૨૨,૬૦૫ અમેરિકાના લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે ૯૭,૦૮૭ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ૨૯ જાન્યુઆરીના રોજ અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમા કોરોના વાયરસનો સૌથી પહેલો કેસ સામે આવ્યો હતો. ટ્રંપ ગોલ્ફ ક્લબ ની મુલાકાત લઈને વિશ્વના અન્ય દેશોને એવુ દેખાડવા માંગે છે કે , હાલ અમેરિકા એ કોરોના વાયરસની સમસ્યા ને નિયંત્રિત કરી લીધી છે અને હાલ અમેરિકાનુ જનજીવન સામાન્ય બની ચૂક્યુ છે.

જ્યારે હાલ વાસ્તવમા અમેરિકામા કોરોના વાયરસ ની સમસ્યાના કારણે દિન-પ્રતિદિન મૃત્યુઆંકમા નિરંતર વૃધ્ધિ થઈ રહી છે અને આવનારા દિવસોમાં આ મૃત્યુઆંક એક લાખ કરતા પણ વધી શકે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે. આટલી ગંભીર સ્થિતિમા પણ ડૉનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફ રમતા જોવા મળતા અમેરિકામા હાલ તેમના પર થૂ-થૂ થઈ રહી છે. ટ્રમ્પ પર અમેરિકામા કોરોનાની સ્થિતિ યોગ્ય રીતે સંભાળી ના શકવાના આરોપ તો પહેલાથી જ લાગી રહ્યાં છે ત્યારે તેની આ વધુ એક હરકતે તેમના વિરૂદ્ધ લોકોના રોષને ભડકાવ્યો છે.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top