You are here
Home > Articles >

હાલ દેશભરમા ચાલી રહેલા લોકડાઉન ને લાંબુ ખેંચાવાની ચર્ચા વચ્ચે મોદી સરકારે કરી આ મોટી સ્પષ્ટતા

મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા હાલ સ્પષ્ટતા કરવામા આવી છે કે કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમા ચાલી રહેલ ૨૧ દિવસનુ લોકડાઉન હવે આગળ વધશે નહી. હાલ, આ ૨૧ દિવસ ના લોકડાઉન બાદ સમગ્ર દેશમા એવી ચર્ચા ફેલાઈ હતી કે લોકડાઉન આગળ પણ વધી શકે છે પરંતુ, સરકારે આ અટકળો ને ખોટી સાબિત કરી અને સ્પષ્ટપણે જણાવી દીધુ કે તેમનુ એવુ કોઇ જ આયોજન નથી. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ હાલ સ્પષ્ટપણે જણાવી દીધુ કે, સરકાર નો હાલ લોકડાઉન આગળ વધારવાનુ કોઈ જ પ્રકાર નુ આયોજન નથી.

તેમણે કહ્યુ કે હુ લોકડાઉન વધારવા ની આ અફવાઓ સંભાળીને થાકી ગયો છુ પરંતુ, સરકાર નુ આવુ કોઇ જ આયોજન નથી. ભારતમા કોરોનાના દર્દીઓ નો વધતો આંકડો જોઈને એવા રિપોર્ટ મળી રહ્યા હતા કે સરકાર લોકડાઉન વધારવા પર વિચાર કરી શકે છે. જો કે હાલ સરકાર ના સ્પષ્ટ સ્પષ્ટીકરણ બાદ લોકડાઉન પર ના સંશય નો અંત થઇ ચૂકયો છે. ભારતમા કોરોનાના અત્યાર સુધીમા ૧૦૦૦ ની ઉપર કેસ સામે આવ્યા છે જ્યારે ૩૦ લોકો ના આ જીવલેણ બીમારી થી મૃત્યુ થયા છે.

પીએમ મોદી દ્વારા કરવામા આવી હતી લોકડાઉનની જાહેરાત :

દેશમા કોરોનાના વધતા કેસ ને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમા ૨૧ દિવસ નુ લોકડાઉન જાહેર કર્યુ હતું. પ્રધાનમંત્રીએ લોકો ને આ સમસ્યા માથી બચવા માટે તેમના ઘર ની આગળ લક્ષ્મણ રેખા ખેચવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સોશિયલ ડિસ્ટેંસિંગ જ આ સમસ્યા ને રોકશે. કેન્દ્ર સરકારે લોકડાઉન ને સખ્તી થી લાગૂ કરવા માટે રાજ્યો ને આદેશ આપ્યો છે.

હાલ, આ ૨૧ દિવસ ના લોકડાઉન ના ૭ દિવસ સફળતાપૂર્વક વીતી ચુક્યા છે અને આ સોશિયલ ડિસ્ટનસિંગ ઘણી હદ સુધી કોરોના ને આપણા દેશ મા ફેલાવવા થી અટકાવવા માટે સફળ રહ્યુ છે અને આગળ પણ બાકી ના દિવસો મા ઘર ની બહાર ના નીકળીને આ લોકડાઉન ને સફળ બનાવો અને કોરોના ની સમસ્યા ને આપણા દેશ માથી દૂર કરો એટલે કે આપણા દેશ ને કોરોના મુક્ત બનાવો.

Leave a Reply

Top