
મિત્રો, હાલ ગુજરાત રાજ્યમા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી જ રહ્યા છે. હાલ,અંતિમ ચોવીસ કલાકમા ગુજરાત રાજ્યમા વધુ બીજા ચારસો પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ બીજા ત્રીસ જેટલા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ ઉપરાંત બસ્સો ચોવીસ જેટલા દર્દીઓ ને ડિસ્ચાર્જ કરી દેવામા આવ્યા છે. તો આજે અમદાવાદમા ત્રણસો દસ જેટલા પોઝિટિવ કેસ, સુરત શહેરમા એકત્રીસ જેટલા પોઝિટિવ કેસ અને વડોદરામા અઢાર જેટલા વધુ પોઝિટિવ કેસ નોંધણી થયેલા છે.
ગુજરાત રાજ્યમા સૌથી ઉંચો દર કોરોના પોઝિટિવ કેસનો અમદાવાદ શહેરમા છે. આજે અહી ૩૧૦ જેટલા પોઝિટિવ કેસ સાથે ૨૫ લોકોનુ નિધન થયુ છે. અમદાવાદમા હાલ કોરોનાની સમસ્યા વકરી રહી છે તે પાછળ નુ મૂળભૂત કારણ લોકડાઉનમાં આપેલી વધારાની છૂટછાટ છે. આ સાથે જ હાલ ગુજરાત રાજ્યમા કુલ કેસની કેસની સંખ્યા ૧૪ હજાર ૪૬૮ ને પાર પહોંચી ચૂકી છે તો કુલ મૃત્યુઆંક ૮૮૮ એ પહોંચી ગયો છે. હાલ, ગુજરાત રાજ્યમા કુલ સ્વસ્થ દર્દીની સંખ્યા ૬ હજાર ૬૩૬ જેટલી છે.
હાલ, તાજેતરમા કોરોનાના નોંધાયેલા કેસની વિગતવાર માહિતી :
પ્રવર્તમાન સમયમા ગુજરાત રાજ્યમા નોંધણી થયેલા ૪૦૫ કેસ પૈકી અમદાવાદમા ૩૧૦ જેટલા કેસ નોંધણી થયેલા છે. તો બીજી તરફ સુરતમા ૩૧, વડોદરામા ૧૮, સાબરકાંઠામા ૧૨ જેટલા કેસ નોંધણી થયેલા છે. ગુજરાત રાજ્યમા આ નવા ૪૦૫ કેસની સાથે ટોટલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૪,૪૬૮ થઇ ચૂકી છે તથા મૃત્યુઆંક ૮૮૮ સુધી પહોંચી ગયો છે.
હાલ, અમદાવાદની વાત કરીએ તો વર્તમાન સમય સુધીમા અહી ૭૨૨ જેટલા દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે. કોરોનાની સમસ્યાની સૌથી વધુ અસર અમદાવાદ શહેરમા જોવા મળી રહી છે. અમદાવાદમા પ્રવર્તમાન સમય સુધીમા ૧૦,૫૯૦ કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી હાલ સુધીમા ૪,૧૮૭ જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ હજુ પણ ૫,૬૮૧ જેટલા દર્દીઓ પોઝિટિવ છે. હવે આપણે ટેસ્ટની વાત કરીએ તો આખા ગુજરાત રાજ્યમા હાલ સુધીમા ૧,૮૬,૩૬૧ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ સિવાય ૧૦૯ દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે.
અગ્નિશામક વિભાગના ૪ લોકો કોરોના પોઝિટિવ :
અમદાવાદમા પ્રવર્તમાન સમયમા કોરોનાનો શિકાર કોરોના વોરિયર્સ પણ બની રહ્યા છે. અમદાવાદમા જશોદાનગર વિસ્તારમા અગ્નિશામક વિભાગના ૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યુ છે. જેમા એક ડ્રાઈવર, એક મિકેનિક તથા બે અગ્નિશામક જવાનોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, તેમને ગૂંગળામણ તથા તાવની સમસ્યા થઇ હતી જેના કારણે તેમનો કોરોના ટેસ્ટ કરવામા આવ્યો હતો અને હાલ તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જ સારવાર માટે તેમને એસ.વી.પી. હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે.
અમરેલીમા પણ હાલ વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા :
અમરેલી જિલ્લો કે જે છેલ્લે સુધી કોરોના મુક્ત હતુ હાલ, તેને પણ કોરોના એ પોતાનો શિકાર બનાવી લીધો છે. અમરેલીમા હાલ વધુ ૨ પોઝિટિવ કેસો નોંધાયા છે. આ બે કેસમા એક જાફરાબાદના ટીંબી ખાતેના ૩૧ વર્ષીય તબીબને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે બીજો સાવરકુંડલા ની ૧૯ વર્ષીય સ્ત્રીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સ્ત્રીને કોરોના ના લક્ષણો જણાતા તુરંત અમરેલી સિવિલમા દાખલ કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીમા હાલ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ૬ સુધી પહોંચી છે.
કોરોનાની અપડેટ્સ મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.