You are here
Home > Articles >

હાલ ની મોટી ખબર કેન્દ્ર સરકારે ખોલી પોતાની તિજોરી, ૧.૭૦ લાખ કરોડ નુ રાહત પેકેજ ની જાહેરાત, ખેડૂતો અને મજૂરો માટે ખુશખબરી

મિત્રો, આ કોરોના ની સંકટ ઘડી મા કેન્દ્ર સરકાર દ્વારા ૧.૭૦ લાખ કરોડના પેકેજ સહાય ની જાહેરાત કરવામા આવી છે. વિશેષ તો આ પેકેજ લોકડાઉન ના કારણે પ્રભાવિત થયેલા જરૂરિયાતમંદ ની રાહત માટે જાહેર કરવામા આવ્યુ છે. આ સિવાય કેન્દ્ર સરકારે કોરોના ની આ સંકટ ઘડીમા ફરજ પર હાજર ૨૦ લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે ૫૦ લાખ નો વીમો જાહેર કરવામા આવ્યો છે.

આ ઉપરાંત સીતરામણે જણાવ્યુ હતુ કે સફેદ પોશાક મા આ દાક્તરો હાલ આપણા માટે ઈશ્વર નુ સ્વરૂપ બનીને આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ૮ કરોડ બી.પી.એલ. પરિવારો ને ત્રણ માસ સુધી મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ૨૦ કરોડ સ્ત્રીઓ ના ખાતામા આવતા ત્રણ માસ સુધી ૫૦૦ રૂપિયા પ્રતિ માસ જમા થશે.

વૃદ્ધો તેમજ દિવ્યાંગ લોકો ને અપાશે આ રાહત :

વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ લોકો ના ખાતા મા ત્રણ માસ સુધી ૧૦૦૦ રૂપિયા વધારાના જમા કરાવવામા આવશે. આ રકમ ને બે હપ્તાઓમા જમા કરવામાં આવશે. આ વર્ગના લોકો માટે થતો ડાયરેક્ટ બેનેફિટ તેમના ખાતા મા ટ્રાન્સફર કરવામા આવશે. આ પેકેજ નો લાભ અંદાજિત ૩ કરોડ લોકોને મળશે.

મજૂરો ની મજૂરી મા વધારો કરાયો :

નિર્મલા સીતારમણે વિશેષ મા જણાવ્યુ કે, મનરેગા હેઠળ આવતા મજૂરો ની મજૂરી વધારી દેવામા આવી છે. જે મજૂરી પેહલા ૧૮૨ ₹ હતી તે હવે ૨૦૨ રૂપિયા કરાઈ છે. જેનો લાભ ૫ કરોડ પરિવાર ને પ્રાપ્ત થશે.

૮ કરોડ ખેડૂતો માટે કરવામા આવી આ વિશેષ જાહેરાત :

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે પણ અમુક જાહેરાત કરવામા આવી હતી. જેમા એપ્રિલ માસના હપ્તા મા વધારાના ૨૦૦૦ રૂપિયા તેમના ખાતામા જમા કરવાનો નિર્ણય કરાયો છે. આ જાહેરાત ૮ કરોડ ખેડૂતો ને લાભ થશે. જન-ધન ખાતાથી નાણા સીધા ખેડૂતો ના ખાતામા ટ્રાન્સફર થશે.

૨૦ લાખ કર્મચારીઓ ને ૫૦ લાખ નો વીમો :

નાણામંત્રી સિતારમણે કોરોના સંકટમા કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે ૫૦ લાખ રૂપિયાના મેડિકલ વીમા ની જાહેરાત કરી છે. તેમા આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના તમામ કાર્યકર્તા સમાવેશ થાય છે. તેનાથી ૨૦ લાખ જેટલા કાર્યકર્તાઓ ને લાભ મળશે.

સસ્તા અનાજ ની પણ જાહેરાત :

આ સિવાય માનનીય વડાપ્રધાન દ્વારા ગરીબ કલ્યાણ અન્ન યોજનામા ૮૦ કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરી આપવામા આવશે. કોઇ જરૂરિયાતમંદ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને ૫ કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ માસ માટે આપવામા આવશે. આ સિવાય તેમને અગાઉ જે ૫ કિલો નો જથ્થો મળે છે તે પણ મળશે. ૧ કિલો દાળ કુટુંબ દીઠ આગામી ત્રણ માસ માટે અપાશે.

નાણા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ની વિશેષ વાતો :

નિર્મલા સીતારમણે ૧.૭ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી. ૩૬ કલાક બાદ ફરી નાણામંત્રીએ પેકેજ જાહેર કર્યા. સૌપ્રથમ કમ્પલાયન્સ ની રાહત. ત્યારબાદ એવા ગરીબ લોકો કે જેને જરૂરિયાત છે તેમને કેવી રીતે રાહત મળશે તે માટે વાત કરી અને ગરીબ કલ્યાણ પેકેજ રજૂ કર્યુ. આરોગ્ય ક્ષેત્રના યોદ્ધા દાક્તર , સફાઈકર્મચારી, આશાવર્કર , પેરામેડિકલ સ્ટાફ , ફ્રન્ટ લાઈન યોદ્ધા માટે કોઈ અકસ્માત ના ઘટે તે માટે ૫૦ લાખ નો વીમો વ્યક્તિ દીઠ આપવામા આવ્યો. આ વીમા નો ૨૦ લાખ કર્મચારીઓને લાભ મળશે.

આ પૂર્વે પણ નાણામંત્રી અમુક રાહત ની જાહેરાતો કરી ચૂક્યા છે. જેમાં એ. ટી. એમ. માથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમા મિનિમમ બેલેન્સ નો નિયમ પણ લાગુ નહી પડે તેમજ જીએસટી અને આઈ. ટી. આર. ની તારીખ ૩૦ જૂન સુધી કરી હતી. આવામા આજે જોવાનું રહેશે કે નાણામંત્રી અન્ય બીજી કઈ જાહેરાત કરે છે.

Leave a Reply

Top