You are here
Home > Articles >

હાલ “રામાયણ” ના ફરી પ્રસારણ ની પાછળ મોદી સરકારની શું છે રાજકીય ગણતરી?

મિત્રો, આપણા દેશની કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે શુક્રવારના રોજ ટ્વીટ દ્વારા જાહેર કર્યુ કે લોકો ની ભાવનાઓ ને માન આપીને દૂરદર્શન દ્વારા શનિવાર થી ધારાવાહિક ‘રામાયણ’ નું પુનઃપ્રસારણ કરવામા આવશે. આ ઉપરાંત જાવડેકરે ડી.ડી. ભારતી પર બપોર ના ૧૨ વાગ્યે તથા સાંજ ના ૭ વાગ્યે નિયમિત ‘મહાભારત’ ના બે ઍપિસોડ દર્શાવવા ની જાહેરાત પણ કરી. શનિવારે સવાર મા તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ કે દરેક કેબલ ઑપરેટર માટે દૂરદર્શનનુ પ્રસારણ કરવુ આવશ્યક છે અને જો તેઓ પ્રસારિત ના કરે તો તેમની ફરિયાદ પણ કરી શકાશે.

હાલ, ૨૧ દિવસ માટે સમગ્ર દેશમા લોકડાઉન ની જાહેરાત કરવામા આવી છે. પરંતુ, જેમણે ૧૯૮૦ નો દાયકો જોયો હશે, તેમને ખ્યાલ હશે કે કેવી રીતે આ ધાર્મિક ધારાવાહિકો ના પ્રસારણ સમયે ‘કર્ફ્યુ’ જેવો માહોલ સર્જાઈ જતો. આ સાથે જ ફરી એક વખત આવી ચર્ચા ઊભી થઈ છે કે જે રીતે રામજન્મભૂમિ આંદોલન સમયે ધારાવાહિકે જે ‘માહોલ’ સર્જ્યો હતો, તેવુ જ વાતાવરણ આ ધારાવાહિક નુ પુનઃપ્રસારણ કરીને વર્તમાન મોદી સરકાર રામમંદિરના નિર્માણ માટે કરવા માંગે છે કે કેમ?

‘રામાયણ’ અને ‘મહાભારત’ જ કેમ?

અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કૉમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશીકર કહે છે કે ,”પબ્લિક બ્રૉડકાસ્ટર હોવાને નાતે ૨૧ દિવસના લોકડાઉન ના સમય દરમિયાન લોકોને માહિતી આપવાની સાથે મનોરંજન પૂરુ પાડવુ એ દૂરદર્શન ની ફરજ છે.” અંદાજિત અઢી દાયકાથી કૉમ્યુનિકેશન સાથે સંકળાયેલા ડૉ. કાશીકરના મતે આ બંને મૅગા સિરિયલ ‘સંસ્કાર સાથે મનોરંજન’ પૂરુ પાડે છે અને તેની લોકપ્રિયતા અગાઉ અનેકવાર પુરવાર પણ થઈ ચૂકી છે.

દૂરદર્શન પાસે ‘બુનિયાદ’ અને ‘નુક્કડ’ જેવી ક્લાસિક સિરિયલના વિકલ્પ પણ છે પરંતુ, તે કદાચ આજની પેઢીને એટલા આકર્ષી શકે તેવા નથી. બીજી તરફ ‘રામાયણ’ અને ‘મહાભારત’ આ બંને સિરિયલમા ‘ અસત્ય પર સત્યના વિજય ‘ ની ગાથા હોવાના કારણે તે નાના બાળકો થી માંડીને વયોવૃધ્ધ તમામ ને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. તેઓ પુનઃપ્રસારણ ની પાછળ સરકારની રાજકીય ગણતરીની શક્યતાને નકારે છે.

અન્ય એક ન્યુઝ ચેનલે જ્યારે ડૉ. કાશીકર સાથે વાત કરી ત્યારે તેઓ દૂરદર્શન પર પ્રસારિત ‘રામાયણ’ સિરિયલ જ જોઈ રહ્યા હતા. ‘રામાયણ’ એ ટેલિવિઝન પર ધારાવાહિકનુ સ્વરૂપ ધારણ કર્યુ. પહેલાના સમયમાં નૃત્યનાટિકા, કઠપૂતળી અથવા તો ‘રામલીલા’ના સ્વરૂપમા ગ્રામ્ય વિસ્તારમા તેનુ મંચન થતું, જેમા મનોરંજન અને બોધ પણ રહેતા. ૧૯૮૭-૮૮ દરમિયાન ૪૫ મિનિટના એક એવા ૭૮ એપિસોડનુ પ્રસારણ કરવામા આવ્યુ હતુ.

રામાયણ, રથયાત્રા અને અયોધ્યા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક ઘનશ્યામ શાહે પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે ,દૂરદર્શન ની બંને સિરિયલ ‘રામાયણ’ અને ‘મહાભારત’ પ્રત્યે જનતા નો પ્રતિસાદ લાગણીશીલ હતો, પરંતુ, પાછળ થી તેનો ઉપયોગ રાજકીય રીતે કરવામા આવ્યો હતો.” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા તેની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીને તેમા તક દેખાઈ. રામમંદિર આંદોલને વધુ વેગ પકડ્યો. પ્રો. શાહ ઉમેરે છે કે, ” ૧૯૮૦ ના દાયકાના અંત ભાગમા ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા થી શરૂઆત કરી જે ૧૯૯૨ મા બાબરી મસ્જિદના ધ્વંસ સુધી દોરી ગઈ.”

ન્યૂયૉર્ક યુનિવર્સિટીમા મીડિયા સ્ટડીઝના પ્રોફેસર અરવિંદ રાજગોપાલના મત મુજબ,” ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે સરકારી પ્રસારણકર્તા ‘દૂરદર્શન’ દ્વારા ધર્મવિશેષ માટે પક્ષપાત રાખી ના શકે.પરંતુ, જ્યારે સરકારે ‘રામાયણ’ નુ પ્રસારણ કરવાનુ નક્કી કર્યુ, ત્યારે દાયકાઓ જૂની પ્રથા તૂટી ગઈ. આ ધારાવાહિકે દેશ એક હોવાની ભાવના ઊભી કરી, જે હિંદુ જાગૃતિના વિચારને દર્શાવે છે.” ડિસેમ્બર-૧૯૯૨ મા અયોધ્યા ખાતે ૧૬મી સદીમા નિર્મિત બાબરી મસ્જિદને તોડી પડાઈ.

જેના પગલે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમા કોમી હિંસા ફાટી નીકળી, જેમા હજારો લોકો મૃત્યુ પામ્યા. આ સિવાય માર્ચ-૧૯૯૩ મા મુંબઈમા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ થયા, જેમા ૩૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને ૧૪૦ થી વધુ લોકો ઘાયલ થયા. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરતા એવુ જાણવા મળ્યુ કે દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીઓએ મુંબઈ બ્લાસ્ટ્સમા મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બોમ્બવિસ્ફોટ ‘ડિસેમ્બર-૧૯૯૨ ના બદલા’ની કાર્યવાહી હતી. આ સ્થિતિ અત્યંત દયનીય હતી.

રામ કે નામ :

સિરિયલમા બજરંગબલી નુ પાત્ર ભજવનાર દારાસિંહ રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા. રામજન્મભૂમિ આંદોલન સમયે સમગ્ર દેશમા હિંદુવાદી સંગઠનોના સ્વયંસેવકો ધારાવાહિક ‘રામાયણ’ ના રામ અને લક્ષ્‍મણના વેશ ધારણ કરીને ‘અયોધ્યામાં એક ઈંટ’ અને ‘એક રૂપિયો આપનો’ જેવા અભિયાન ચલાવ્યા. આ ધારાવાહિક મા રામ નુ પાત્ર ભજવનાર અરૂણ ગોવિલે એ પછી ની ચૂંટણીઓ મા ભાજપ-કૉંગ્રેસ માટે પ્રચાર કર્યો.

એવી ચર્ચા હતી કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન તે ઇંદૌર ની બેઠક પરથી કૉંગ્રસ ના ઉમેદવાર બનશે. સિરિયલમા સીતા નુ પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા બરોડા ની બેઠક પરથી ભાજપ ની ટિકિટ પર સંસદસભ્ય બન્યા. એ લોકસભામા જ ધારાવાહિકમા રાવણ ની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદી પણ ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભાજપની ટિકિટ પર સંસદસભ્ય બન્યા.

રામ, રામાયણ અને રાજ :

એ સમયની કૉંગ્રેસ સરકારે ‘રામાયણ’ નુ પ્રસારણ કર્યુ હોવાની વાત આગળ કરીને મત માગ્યા હતા પરંતુ, તેનો વિશેષ લાભ ભાજપને થયો. અયોધ્યામા બાબરી મસ્જિદ ધ્વંસના ચાર વર્ષમા વર્ષ ૧૯૯૬ મા પ્રથમ વાર ભાજપના નેતૃત્વમા કેન્દ્રમા ગઠબંધનની સરકાર બની. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯મા નરેન્દ્ર મોદીના નેતૃત્વમા સંપૂર્ણ બહુમતવાળી સરકાર બની.

વર્તમાન ગૃહપ્રધાન દેશના ઘડવૈયાઓએ ‘રામરાજ’ની કલ્પના કરી હતી અને મોદી સરકાર તેને સાકાર કરવા માટે કાર્યરત છે. વર્ષ ૨૦૧૯ મા સર્વોચ્ચ અદાલતે હિંદુ પક્ષકારોની તરફેણમા ચુકાદો આપતા, અયોધ્યામા રામમંદિરના નિર્માણનો માર્ગ પ્રશસ્ત થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અયોધ્યામા ‘ભવ્ય રામમંદિર’ ના નિર્માણની વાત કરી ચૂક્યા છે.

એકતા નો આડકતરો પ્રયત્ન :

એક અઠવાડિયામા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વખત રાષ્ટ્રજોગ ને સંબોધન કર્યુ. શુ આ બંને ધારાવાહિકો ના પુનઃપ્રસારણ દ્વારા મંદિર નિર્માણ માટે જુસ્સો ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ફક્ત મનોરંજન માટે જ તેનુ પુનઃપ્રસારણ થયુ છે? પ્રો. શાહના મત મુજબ, “દલિત, અન્ય નીચી જ્ઞાતિ તથા બ્રાહ્મણ મતોને એક કરીને ઉત્તર પ્રદેશ તથા કેન્દ્રમા ભાજપ ને સત્તા મળી છે. પરંતુ, દેશની સામે બેકારી, બીમાર અર્થતંત્ર અને કોરોના જેવી અનેક સમસ્યાઓ જડબુ ફાડીને ઊભી છે. કોરોના સામે કેન્દ્ર સરકારે પગલા ભર્યા છે, પૅકેજ જાહેર કર્યુ છે”.

“પરંતુ, શુ તે પર્યાપ્ત છે કે કેમ તથા તેની શુ અસર થઈ? તેની સમીક્ષા લૉકડાઉન પછી જ થઈ શકશે.” ગુજરાતમા જિગ્નેશ મેવાણી તથા ઉત્તર પ્રદેશમા ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમા દલિતોનો રાજ્ય તથા કેન્દ્ર સરકાર પ્રત્યેનો અસંતોષ વધી રહ્યો છે ત્યારે આ સમસ્યાઓ ના કારણે લોકોમા આક્રોશની લાગણી વધી રહી છે. પ્રો. શાહ માને છે કે, ‘ હિન્દુમતો ને એક રાખવાનુ કાર્ય સંઘ અને ભાજપ અવિરતપણે કરી રહ્યા છે અને કરતા રહેશે, આ ધારાવાહિક પણ એ દિશાનુ જ એક અપ્રત્યક્ષ પગલુ છે. આ એક ઉભરો છે, જો કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ તો ટૂંક સમયમા સમી જશે.’

અન્ય વાર્તાઓ :

પ્રો. રાજગોપાલે ગયા વર્ષે મીડિયા ને જણાવ્યુ કે, “ઉત્તર ભારતમા રામાયણના પ્રસારણ સમયે જનજીવન ખોરવાઈ જતુ. સ્ટેશન પર ટ્રેનો થંભી જતી, બસો રોકાઈ જતી અને મુસાફરો ઉતરી જતા. રસ્તા પર જ્યા ક્યાય ટીવી જોવા મળે ત્યા મોટી સંખ્યામા લોકો એકત્રિત થઈ જતા. કઈ સંભળાય કે દેખાય નહિ તો પણ ત્યા હાજર રહેવું મહત્વપૂર્ણ હતુ.” ન્યુઝ ચેનલ ના સંવાદદાતા સૌતિક બિશ્વાસના કહ્યા મુજબ , “આ સમયે રવિવાર ની સવારે રસ્તા સૂમસામ રહેતા અને દુકાનો બંધ રહેતી. સિરિયલ શરૂ થાય તે પહેલા લોકો સ્નાન કરીને ટીવીને હાર ચડાવતા.”

આ ઉપરાંત રાહુલ વર્માએ ૨૦૧૯ મા લખ્યુ કે મારા દાદી ‘રામાયણ’નાં પ્રસારણ પહેલા ઘરમા દીવડો પ્રજ્વલિત કરીને પૂજાપાઠ નુ કાર્ય પતાવી લેતા. પ્રસારણ પૂર્વે તેઓ ઘરમા જમીન પર ખુલ્લાપગે બેસતા અને માથે ચુન્ની ઓઢતા. પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે આ કાર્યક્રમ ને માણતી.

રામ, રામાયણ અને રામરસ :

રામાયણ સિરિયલ પૂર્વે વિશેષ નોંધ દ્વારા જણાવવામા આવતુ હતુ કે ‘આ ધારાવાહિક માટે જુદી-જુદી રામાયણ’ નો આધાર લેવામા આવ્યો છે. ૧૪ વર્ષના વનવાસ બાદ રામ, સીતા તથા લક્ષ્‍મણના અયોધ્યામા પુનરાગમનને હિંદુ, જૈન તથા શીખ દિવાળીના તહેવાર તરીકે ઉજવે છે. ગુજરાતમા હિંદુઓ દિવાળીના બીજા વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. રામાયણ નુ મુખ્ય પાત્ર રામ છે, જે હિન્દુ માન્યતા અનુસાર પ્રભુ વિષ્ણુનો સાતમો અવતાર હતા. મહાભારતની ગાથા કૌરવો અને પાંડવો પર આધારિત છે પરંતુ, તેમા કૃષ્ણની ભૂમિકા મુખ્ય છે. હિન્દુઓની માન્યતા મુજબ તે વિષ્ણુનો આઠમો અવતાર હતા.

શુ ફરી રામરસ ને જગાડશે રામાયણ?

લોકો સહપરિવાર ટીવી સામે ગોઠવાઈ જતા અને જેમની પાસે પોતાનું ટીવી નહોતું તે પાડોશી કે સગા-સબંધીના ઘરે જઈ આ સિરિયલ જોતા. ૧૯૮૦ ના દશકા મા જ્યારે પહેલી વાર રામાયણ નુ પ્રસારણ થયુ, ત્યારે ૮-૧૦ કરોડ લોકો આ સિરિયલ જોતા એટલે કે અંદાજિત ૮ માથી ૧ વ્યક્તિ. ૧૯૮૦ ના દશકમા દૂરદર્શન પર ‘રામાયણ ‘ સમાપ્ત થઈ, તે પછી ૭મી ઑગસ્ટ ૧૯૮૮ ના દિવસે અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ મા શૈલજા બાજપેયીએ લખ્યુ કે, “અગાઉ ક્યારેય નથી થયું અને કદાચ ભવિષ્યમા થશે પણ નહીં થાય.

કન્યાકુમારી થી કાશ્મીર અને ગુજરાત થી લઈને ગોરખપુર સુધી લાખો-કરોડો લોકોએ ઊભાં-ઊભાં કે ઘૂંટણભેર સિરિયલ જોઈ છે.” ઉદારીકરણ પહેલાના એ સમયમાં જનતા પાસે સરકાર દ્વારા નિયંત્રિત દૂરદર્શન એકમાત્ર મનોરંજન નુ સાધન હતુ એટલે ‘રામાયણ’ રાષ્ટ્રવ્યાપી કામણ પાથરી શક્યું હતું. હાલ વર્તમાન સમયમાં ટીવી પર અનેકવિધ ચેનલ તથા મોબાઈલ પર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હૉટસ્ટાર જેવી ઍપ્સની ભરમાર વચ્ચે ‘રામાયણ’નો ક્રેઝ જનતામાં યથાવત્ છે કે કેમ, તે જોવું રહ્યું.

Leave a Reply

Top