You are here
Home > Articles >

હકાભા ગઢવીએ કહ્યું કે “બેંક ખાતા માથી મેં પચાસ હજાર ઉપાડ્યા છે, બાકી ની રકમ કોરોના સામે લડવા દેશ ને અર્પણ”

મિત્રો, હાલ આ કોરોના ની સમસ્યા સામે ની લડતમા સૌ કોઈ ફૂલ નહી તો ફૂલ ની પાંખડી સ્વરૂપે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે સહાય કરે છે ત્યારે ગુજરાત ના જાણીતા હાસ્ય કલાકાર એવા હકાભા ગઢવીએ પોતાના ત્રણ બેન્ક ખાતામા રહેલી બધી જ રકમ દાનમા આપશે. ઘર ની આવશ્યકતા માટે તે ફક્ત ૫૦ હજાર રૂપિયા રાખશે. અન્ય લોકો માટે હકાભા ગઢવી નો આ નિર્ણય પ્રેરણાદાયી છે.

તેમણે પોતે એક વીડિયો શેર કરીને જણાવ્યુ છે કે, “ જય ભારત સાથ જણાવવાનુ કે, આપણા માનનીય પ્રધાનમંત્રીએ કોરોના ની સમસ્યા ને દૂર કરવા માટે જે કાર્ય હાથમા લીધુ છે તેમા મારુ એક નાનુ એવુ યોગદાન આપવા માટે આજે હુ જાહેરાત કરુ છુ કે મારા ૨ થી ૩ બેન્ક ના ખાતા છે તેમા જે નાણા છે તે બધા જ નાણા ભારત સરકારને આપવા ઈચ્છુ છુ. જેમાથી ફક્ત ૫૦ હજાર રૂપિયા જ હુ મારી ઘર ની જરૂરિયાતો માટે રાખીશ.

તેમણે વધુ જણાવતા કહ્યું કે “મારી લોનના હપ્તા બાકી છે તે પણ હુ ભરી દઇશ. જ્યા સુધી મારા દેશના દેશવાસીઓ જીવે છે ત્યા સુધી મારે કોઈ જ વાતની ચિંતા નથી. મારા ખાતામા લાખો ની સંખ્યામા નાણા પડ્યા છે તે તમામ નાણા આપવા માટે હુ તૈયાર છુ. કોરોના ની આ સમસ્યા સામે જે યુદ્ધ ચાલી રહ્યુ છે તેને લડવા માટે હુ પણ ભારતનો એક સામાન્ય નાગરિક જ છુ. આજે મને મારા દેશ માટે કોઈ સારુ કાર્ય કરવાની તક મળી છે તો હુ તે તક ને જરા પણ ચુકીશ નહિ અને આ કોરોના સામેના યુદ્ધ મા મારો હું બનતો સહકાર આપીશ, જય ભારત”.

મિત્રો, વિશેષ તો એ છે કે હાલ તમામ કલાકારો કોરોના સામે ની આ લડત મા હોંશેહોંશે જોડાયા છે. ગીતા રબારીએ દરેક પ્રજાજન ને ઘરે રહેવા માટે અપીલ કરી છે તો કીર્તિદાન ગઢવીએ અનોખી પહેલ કરીને ઓનલાઇન ડાયરો ચાલુ કર્યો છે. ૯:૩૦ કલાકે તે ડાયરા ની મોજ કરાવે છે. તો માયા આહીર પણ જરૂરિયાતમંદ વ્યક્તિ ને ભોજન ની વ્યવસ્થા કરાવે છે.

Leave a Reply

Top