You are here
Home > News >

હાલ કોરોનાની સાથે પ્રધાનમંત્રી મોદી પર વધુ એક ખતરા ની ઘંટી

મિત્રો, હજુ તો લોકો કોરોનાની સમસ્યામાથી ધીમે ધીમે બહાર નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યા હાલ ‘અમ્ફાન’ નામનુ એક તોફાન વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દેશમા તબાહી મચાવવા માટે રાહ જોઈને બેઠુ છે. હાલ ૨૦ મે ના રોજ આ તોફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટ પર ટકરાશે તેવુ હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામા આવી રહ્યુ છે.

આ વાવાઝોડા ના કારણે ઓડિશાના તટીય વિસ્તાર તથા પશ્ચિમ બંગાળની ગંગા નદીની નજીકના વિસ્તારમા ઝડપી પવન ફુંકાઇ શકે છે તથા તેની સાથે જ ભારે થી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા પણ સર્જાઈ રહી છે. ત્યારે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામા આવી હતી.

‘અમ્ફાન’ વાવાઝોડ એ હાલ ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક વિશેષ બેઠક બોલાવીને એક નિવેદનમા રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા કરવામા આવેલી તૈયારીઓ, લોકોને સલામત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી. ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે વડાપ્રધાનની બેઠક સાંજના ૪ વાગ્યે શરૂ થઈ, જે ૧ કલાકથી વધુ સમય માટે ચાલી હતી.

અમિત શાહે આ બેઠકમા વિશેષ હાજરી પુરાવી :

આ બેઠકમા ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. સરકારે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારોને જાહેર કરેલી સલાહમા જણાવ્યુ છે કે, ‘અમ્ફાન’ એ સોમવારની સવારે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો તથા મધ્ય બંગાળની ખાડી પર હાજર છે.

હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે આગાહી :

કોલકાતાના હવામાન વિભાગ દ્વારા એવુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે કે, તોફાન ‘અમ્ફાન’ એ રવિવારના રોજ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમા પરિવર્તિત થઈ રહ્યુ છે. તેના કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના અમુક તટકિનારાના જિલ્લાઓમા ઝડપી હવાઓ સાથે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા સર્જાઈ રહી છે.

આવનાર ૨૪ કલાકમા હજુ આગળની તરફ વધશે આ વાવાઝોડુ :

આ તોફાનનુ કેન્દ્ર ઓરિસ્સાના ૯૮૦ કિલોમીટર દક્ષિણમાં, પશ્ચિમ બંગાળથી ૧૧૩૦ કિલોમીટર અને બાંગ્લાદેશથી ૧૨૫૦ કિલોમીટર દૂર  સ્થિત છે. તોફાન “અમ્ફાન” એ આવનાર ૧૨ કલાકમા ભયંકર તોફાનમા પરિવર્તિત થઇ શકે છે અને ત્યાર પછીના ૨૪ કલાકમા ધીમે-ધીમે ઉત્તર તરફ આગળ વધી શકે છે.

ભૂવનેશ્વરમા હવામાન વિભાગના ડિરેક્ટર એચ.આર. વિશ્વાસ મુજબ તોફાન ‘અમ્ફાન’ ૨૦ મે ની બપોરે અને સાંજ પહેલા પશ્ચિમ બંગાળમા સાગર દ્વીપસમૂહ અને બાંગ્લાદેશના હતિયા દ્વીપસમૂહ અને પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકિનારાના વિસ્તાર પાસેથી પસાર થઇ શકે છે.

Leave a Reply

Top