You are here
Home > News >

હાલમાં જ દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલી જતા વ્યક્તિઓ માટે આવ્યા આ આનંદ ના સમાચાર, આ તારીખે થી બાર તેમજ રેસ્ટોરન્ટ ખુલવાની મળી મંજૂરી, જાણો સમ્પૂર્ણ વિગત….

પુરા રાજ્યમા કોરોના ની મહામારી ના લીધે લોકડાઉન મા બંધ થયેલા કેન્દ્ર પ્રદેશ દમણ-દીવ-અને દાદરા નગર હવેલીને લઈને એક મહત્વ ના સમાચાર આવી રહ્યા છે. સંઘ પ્રદેશ દમણ-દીવ-અને દાદરા નગર હવેલીમાં બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજુરી આપી દેવામા આવી છે. તેથી ત્યાં ફરવાના શોખીન પર્યટકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સરકારે એ આ મંજુરી આપી છે અને ત્યાં સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી બીયર બાર ખોલી શકાશે.

તેની સાથે સાથે જીમ અને સ્પાને ખોલવાની પરવાનગી આપી છે,પરંતુ તેના માટે કોવીડ-19 ની ગાઈડલાઈ નું ચુસ્ત પણે પાલન કરવું ખુબ જરૂરી રહશે. આ પ્રમાણે વિશેષ મળતી માહિતી ને આધારે સંઘ પ્રદેશ દાદરા-દમણ-દીવના બધા જ રેસ્ટોરન્ટ અને હોટલના બાર ને ખુલ્લા કરવાની મંજૂરી સરકાર એ આપી છે. જેથી હવે સવારે ૧૦ થી રાત્રી ના ૧૦ વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટમા આવતા પ્રવાસી ગ્રાહકોને દારૂ અને બીયર શકાશે. પેહલા વાઈન શોપ ને તો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આપી હતી.

આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટના બાર બંધ હોવાથી સુરત સાથે બીજા ઘણા બધા અન્ય રાજ્યોનાં પ્રવાસીઓ ને પુરતી સગવડો ના મળવાથી તેઓ પણ અસગવડ ભોગવી રહ્યા હતા. ૭ મહિના બાદ બારને ખોલવાની સરકાર દ્વારા મંજુરી અપાતા રેસ્ટોરન્ટ અને હોટલ ના વ્યવસાય સાથે જોડાયેલા માણસો માટે મોટી રાહત ના સમાંચાર હતા. આજે જાહેર કરાયેલી એસ.ઓ.પી. દ્વારા બધાજ બાર સંચાલકોએ શોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝર અને માસ્ક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી રહેશે.

બાર શરૂ થવાની સાથે સાથે વહીવટીતંત્રએ રમત ગમતના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્પા, મનોરંજન, સાંસ્કૃતિક, સામાજીક સુખ દુઃખના પ્રસંગો, શૈક્ષણિક, રાજનૈતિક જેવા કાર્યક્રમો અને ગતિવિધિયો ને પણ ૧૦૦ માણસો ની હાજરી સાથે ના નિયમો મુજબ મંજુરી પણ આપી દીધી છે. અહિયાં મુદ્દા ની વાત એ છે કે, માર્ચ મહિનાથી કોરોના વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન સમગ્ર દેશમાં થય ગયું હતું. જેને કારણે દમણ માં પણ જડબેસલાક બંધ કરી દેવા માં આવિયું હતું. તે પછી ધીમે-ધીમે અનલોક આવ્યા બાદ પણ દાદર-દમણ-દીવના બાર તો બંધજ રાખવા માં આવ્યા હતા.

Leave a Reply

Top