You are here
Home > Jyotish >

હનુમાનજી મહારાજ ના આ પાઠ થી થશે ગમે તેવી મુશ્કેલી નો અંત, એકવાર જરૂર થી અજમાવી જુવો

મિત્રો, સંકટમોચન એટલે જે વિકટ પરિસ્થિતિ માંથી પણ ઉગારી લે તે. પ્રભુ શ્રી બજરંગબલી નું પૂજન-અર્ચન કરવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તે તેમના શ્રધ્ધાળુઓ નું જીવન ખુશીઓથી ભરી દે છે અને નવગ્રહો ની કુદ્રષ્ટિ થી તેમનું રક્ષણ કરે છે. ભગવાન બજરંગબલી સમક્ષ નવે-નવ ગ્રહ પણ પાણી ભરે છે.

સંકટમોચન હનુમાનજી અષ્ટક એ હનુમાન ભક્ત તુલસીદાસ દ્વારા રચિત પ્રાર્થના છે જેનું પઠન કરવાથી પ્રભુ શ્રી બજરંગબલી અત્યંત ખુશ થાય છે. તેમાં ૮ શ્લોક આવેલા છે, તેમાં પ્રભુ શ્રી બજરંગબલી તેમના શ્રદ્ધાળુઓ ના દુઃખ ને દૂર કરવા પોતાના સામર્થ્ય નો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું વિશેષ વર્ણન કરેલું છે.

શ્લોક ૧ :

बाल समय रवि भक्षिलियो तब, तीनहुं लोक भयो अंधियारों,
ताहि सो त्रास भयो जग को,यह संकट काहुसों जात न टारो

देवनआनिकरी विनती तब, छाड़ि दियो रवि कष्ट निवारो
को नहीं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो, को |

પ્રભુ શ્રી બજરંગબલી જ્યારે બાળ સ્વરૂપે હતા ત્યારે તે સૂર્ય ને મોઢામા ગળી ગયા હતા જેના લીધે સમગ્ર સૃષ્ટિ માં અંધકાર છવાઈ ગયો હતો. બ્રહ્માંડ માં આ સમયે અત્યંત કઠીન પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સંકટ ટાળી શકે તેવું કોઈપણ સામર્થ્ય ધરાવતું નહોતું. ત્યારે તમામ દેવગણોએ તેમને સૂર્યદેવ ને છોડી દેવા વિનંતી કરી, ત્યારે તેમણે તેમની વિનંતી માન્ય રાખી.

સંકટ મોચન એટલે કે સંકટમાંથી ઉગારનાર આ નામને વિશ્વમાં કોણ નથી ઓળખતું? જ્યારે પ્રભુ શ્રી બજરંગબલી એ ઉગતા સૂર્યને જોયો અને તેને પકડવા છલાંગ મારી. આ સમયે તેમને પોતાની જિજ્ઞાસા ને પૂર્ણ કરવાની ધૂન લાગી હતી. સત્ય અને ડહાપણની શોધ માટેની ભૂખે જ હનુમાનજી ને અવકાશમાં ઊંચે પહોંચાડી દીધા હતા.

શ્લોક ૨ :

बालि की त्रास कपीसबसै गिरि, जात महाप्रभु पंथ निहारो,
चौंकि महामुनि शाप दियो तब , चाहिए कौन बिचारबिचारो
कैद्विज रूप लिवायमहाप्रभु,सो तुम दास के शोक निवारो|

વાનર સેના ના રાજવી બાલિ ના ભય થી સુગ્રીવ પહાડ પર વસવાટ કરતો હતો. સુગ્રીવ ને ખ્યાલ હતો કે સંત ના શ્રાપ ના કારણે તે પહાડી પર નહિ આવી શકે. આમ ,છતાં પણ તે ભય મા જીવતો હતો. તમારા સિવાય બીજું કોણ આ સમસ્યાનું સમાધાન કરી શકત? પ્રભુ શ્રી રામ જે માર્ગે જઇ રહ્યા હતા તે માર્ગ પર જઈને બ્રાહ્મણ નો વેશ ધારણ કર્યો અને તેમને સુગ્રીવ પાસે લઈ આવ્યા અને તેમને આ દુઃખ માંથી મુક્ત કર્યા. આ વિશ્વમાં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?

શ્લોક 3 :

अंगद के संग लेन गए सिय, खोज कपीश यह बैन उचारो
जीवत ना बचिहौ हम सो जु , बिना सुधि लाये इहाँपगु धारो
हेरी थके तट सिन्धुसबै तब , लाए सिया-सुधि प्राण उबारो |

તમે અંગદ સાથે સીતા માતા ને શોધવા ગયા અને અંગદે કહ્યું કે, “અહીં સુધી પહોંચીને જો આપણને સીતા માતા ના કોઈ સમાચાર નહિ મળે તો આપણે આપણા પ્રાણ ત્યાગી દઈશું.” દરિયા ના તટ પર થાકી ગયેલી વાનર સેનાને જોઈને તમે સીતા માતા ના ખબર-અંતર લઈ આવ્યા અને તેમના પ્રાણ બચાવ્યા. આ વિશ્વ માં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટમોચન છે? અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભુ શ્રી બજરંગબલીએ સમુદ્ર પર કુદકો માર્યો હતો અને એકલા હાથે સોનાની લંકા પર આગ લગાવી હતી. તેમણે સીતા માતા ના ખબર-અંતર લાવીને વાનર સેના નો જીવ બચાવ્યો હતો.

શ્લોક ૪ :

रावण त्रास दईसिय को तब , राक्षसि सो कही सोक निवारो
ताहि समय हनुमान महाप्रभु , जाए महा रजनीचर मारो
चाहत सीयअसोकसोंआगिसु ,दै प्रभु मुद्रिका सोक निवारो |

રાવણે તેની રાક્ષસી અન્ગરક્ષિકાઓ ને સીતા માતા ને ડરાવવા માટે જણાવ્યું હતું. સીતા માતાએ જયારે જણાવ્યું કે , “ મારા આ વિરહ ને દૂર કરો.” ત્યારે તમે જ આ રાક્ષસીઓ ને પાઠ શીખવ્યો હતો. જ્યારે સીતા માતા એ તેમના દુ:ખ ને દૂર કરવા માટે અશોકવન ના વ્રુક્ષ ને આગ ચાંપી દેવાની વાત કરી ત્યારે તમે જ તેમને પ્રભુ શ્રી રામની વીંટી આપીને તેમના દુઃખ ને દૂર કર્યું હતું.

આ વિશ્વ માં તમને કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે? અત્રે ઉલ્લેખનીય છે કે અશોક વન માં જયારે સીતા માતા વૃક્ષ ને પ્રાર્થના કરી રહ્યા હોય છે ત્યારે પ્રભુ શ્રી બજરંગબલી આ જ વૃક્ષ પર બિરાજમાન હોય છે અને ત્યાંથી પ્રભુ શ્રી રામની નિશાની વીંટી નીચે ફેંકે છે જે જોઈને સીતા માતા ના વિરહ ના આંસુ હર્ષ ના આંસુ માં પરિવર્તિત થઇજાય છે.

શ્લોક ૫ :

बानलग्यो उर लछिमन के तब , प्राण तजे सुत रावन मारो
लै गृह बैद्यसुषेन समेत , तबै गिरि द्रोणसुबीरउपारो
आनि संजीवन हाथ दई तब , लछिमन के तुम प्रान उबारो |

જ્યારે લંકાપતિ રાવણના પુત્ર નું એક બાણ લક્ષ્મણ ના હૃદય માં ખૂંપી ગયું અને તે મૂર્છિત અવસ્થા માં ઢળી ગયા ત્યારે તમે જ વૈદ્ય સુશેન ને તેમના ઘર સહીત ઉઠાવીને લઈ આવ્યા હતા. ત્યારબાદ તમે સંજીવની ની શોધ માં સમગ્ર પર્વત ઉઠાવીને લક્ષ્મણ ના જીવ નું રક્ષણ કર્યું હતું. આ વિશ્વ માં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?

શ્લોક ૬ :

रावन युद्ध अजान कियो तब , नाग कि फांस सबै सिर डारो
श्री रघुनाथ समेत सबै दल , मोह भयो यह संकट भारो
आनिखगेसतबै हनुमान जु , बंधन काटिसुत्रास निवारो |

જ્યારે યુદ્ધ દરમિયાન રાવણે પ્રભુ શ્રી રામ અને તેમની સેના ને સર્પ ના બંધન મા બાંધી લીધા હતા અને બધા જ આ ભ્રમ માં ફસાઈ ને પોતાની જાત ને છોડાવી નહોતા શકતા ત્યારે તમે ગરૂડ દેવ ને લઈ આવ્યા હતા અને તેમણે બધા જ સાપ નું ભક્ષણ કરી ને વાનરસેના ને મુક્ત કરાવી હતી. આ વિશ્વ માં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?

શ્લોક ૭ :

बंधु समेत जबैअहिरावन, लै रघुनाथ पताल सिधारो
देवहिंपूजि भली विधि सों बलि , देउसबैमिलिमन्त्र विचारो
जाये सहाए भयो तब ही ,अहिरावन सैन्य समेत संहारो |

અહિરાવણ પૂજા મા કાળી માતાને બલિ અર્પણ કરવા માટે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ ને મૃત્યુ લોકમાં લઈ ગયો ત્યારે તમે ત્યાં રક્ષક તરીકે ત્યાં પહોંચ્યા અને અહિરાવણ અને તેની સમગ્ર સેના નો સંહાર કર્યો. આ વિશ્વ માં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?

શ્લોક ૮ :

काज किये बड़ देवन के तुम , बीरमहाप्रभुदेखिबिचारो
कौन सो संकट मोर गरीब को , जो तुमसो नहिंजात है टारो
बेगि हरो हनुमान महाप्रभु , जो कछु संकट होए हमारो |

તમે તો શૂરવીરતા દેખાડી ને ઈશ્વર ના દુ:ખ ને હર્યા છે. તો તમે જ વિચારો કે મારા જેવો સાધારણ શ્રદ્ધાળુ કોઈ સમસ્યા માં હોય તો તમે દૂર ન કરી શકો? ઓ અંજનીપુત્ર, મારા દુઃખ ને જલ્દી હારી લ્યો. આ વિશ્વ માં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?

દુહો :

लाल देह लाली लसे, अरुधरि लाल लंगूर| वज्र देह दानव दलन, जय जय जय कपि सूर||

જેમનું સમગ્ર શરીર લાલ સિંદૂર થી લીંપાયેલું છે, જેમણે અનેક અસુરો નો નાશ કર્યો છે, એવા લાંબી પૂંછડી ધરાવતા પ્રભુ શ્રી બજરંગબલી ને હું સાચા હૃદય થી પ્રાર્થના કરુ છું.

Leave a Reply

Top