You are here
Home > Jyotish >

હાથની આંગળીઓમા તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક લાભ, તેના ફાયદા જાણી તમે પણ થઈ જશો ચકિત

તમે એવા ઘણા માણસો ને જોયા હશે જે જ્યોતિષ અને પંડીતો પાસે થી નંગ ધરાવતી વીટી લેતા હોય. કેમકે એને એવુ કહેવામા આવ્યુ હોય કે તેને કોઈ ગ્રહ નડે છે. ગ્રહ મુજબ અલગ-અલગ ધાતુ નો પ્રયોગ કરવામા આવે છે. જેમા અગ્ર સ્થાને સૂર્ય રહેલ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સુર્ય ની ધાતુ તાંબુ ગણાય છે અને જે લોકો તાંબા ની વીટી ધારણ કરે છે તેનો સુર્ય આધારીત રોગ નાશ પામે છે. તો તાંબા ની વીટી ધારણ કરવાથી થતા લાભ વિશે જાણીએ.

હાથ મા તાંબા ની વીટી ધારણ કરવાથી શુ થાય છે લાભ:

જો તાંબા ની વીટી પહેરવા મા આવે તો સુર્ય ની સાથે-સાથે મંગળ નો ખરાબ પ્રભાવ ઓછો થઈ જાય છે. આયુર્વેદ મા જણાવાયુ છે કે જો તમે ભોજન કરવા માટે તાંબા ના વાસણ નો ઉપયોગ કરો તો રોગપ્રતિકારક શક્તિ વધે છે. આવો જ લાભ તાંબા ની વીટી પહેરવા થી થાય છે. જેના લીધે એ વ્યક્તિ પર સુર્યદેવ ની કૃપા બની રહે છે સાથે-સાથે તેના સામાજિક માંભા મા પણ વધારો થાય છે અને તેનો સુર્ય બળવાન બને છે.

જે લોકો ને પેટ ની તકલીફ હોય તે લોકો તાંબા ની વીટી ધારણ કરતા તેને ઘણો લાભ થાય છે. પેટ સંબંધિત સમસ્યા થી છૂટકારો મળે છે. આ તાંબુ શરીર સાથે અડેલું હોવા થી એ વ્યક્તિ ની ચામડી ની ચમકતા મા વધારો કરે છે.

વાસ્તુદોષ નિવારવા તેમજ લોકો ના જીવન મા સુખ સમૃદ્ધિ લાવવા માટે તાંબા ની વીટી પહેરવી જોઈએ. રક્ત પરિભ્રમણ ની સાથે સાથે શુદ્ધિકરણ ની પ્રક્રિયા થવા થી અનેક રોગો મા ફાયદો થાય. તેમજ શરીર ની આંતરીક ગરમી મા ઘટાડો કરી શારીરિક તથા માનસિક તાણ મા પણ ઘટાડો કરે છે. આ ઉપરાંત ગુસ્સા પર કાબુ અને તન-મન ને શાંત કરે.

છેલ્લે થી બીજી આંગળી ને સુર્ય ની આગળી તરીકે ઓળખવામા આવે છે. આ આંગળી મા વીટી પહેરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ તાંબા ની વીટી આપણા બધા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

Leave a Reply

Top