You are here
Home > News >

હવામાન ના તજજ્ઞ આંબાલાલ ની આ મોટી આગાહી, ગુજરાત પર સંકટ! ૨૦મી સુધીમા ઘણી જગ્યાએ આંધી અને તોફાન

મિત્રો, હાલ ઉનાળાની કાળઝાળ ગરમી નો કહેર વરસી રહ્યો છે. ત્યારે હાલ આવનાર દિવસોમા આ ગરમીમાંથી મુક્તિ મળી શકે તેવા યોગ સર્જાઈ રહ્યા છે, હાલ પ્રવર્તમાન વાતાવરણ નો અભ્યાસ કરતા એવું લાગી રહ્યુ છે કે, હાલ ચોમાસા નું આગમન વહેલું થઇ રહ્યુ છે. હાલ , બંગાળના ઉપસાગરમા ટૂંક સમયમા ચક્રવાતો સર્જાશે તેવા અનુમાન લગાવવામા આવી રહ્યા છે.

હાલ , ચોમાસા ના આગમન ના વાવડ અંદમાન સાગર સુધી પહોંચી ગયા છે અને ત્યાંથી કેરળ ના તટ પર જુન સુધીમા પહોંચી શકે તેવા અનુમાન લગાવવામા આવી રહ્યા છે. હાલ , વર્તમાન સમયની અંદમાન નિકોબાર ટાપુની સ્થિતિ જોઇને એવા અનુમાન લગાવવામા આવી રહ્યા છે કે, આવનાર ૨૦ મેં સુધીમા અતિ ભારે વાવાઝોડા ની સ્થિતિ સર્જાઈ શકે.

આ ઉપરાંત ૧૬ મેં સુધીમા અંદમાન – નિકોબાર ટાપુ ના અમુક વિસ્તાર, ઓરિસ્સા , કેરલ , પશ્ચિમ બંગાળ, સિક્કિમ , હિમાચલ પ્રદેશ , જમ્મુ-કાશ્મીર , આસામ , મેઘાલય , ઉતર પ્રદેશ , તામીલનાડુ વગેરે જગ્યાએ વરસાદ ના હળવા ઝાપટા પડી શકે તેવા યોગ સર્જાઈ રહ્યા છે. ૧૭ મેં ના રોજ દક્ષીણ પૂર્વ ઉપસાગરમા અતિ ભારે વર્ષા નુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. હાલ , પડી રહેલી આ અસહ્ય ગરમીન તાપના કારણે ચોમાસુ વહેલુ શરુ થઇ શકે.

આ સિવાય ૨૦ મે ના રોજ ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારોમા ભારે પવન , વંટોળીયા , ધૂળ ની ડગરીઓ ઉડવાની સાથે હળવુ એવુ વાવાઝોડુ આવી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આ વર્ષે સૌરાષ્ટ્ર ના તટ નજીકના વિસ્તારો તથા દક્ષીણ ગુજરાત તરફ વધુ માં વધુ વર્ષા થવાની આગાહી કરી રહ્યા છે અંબાલાલ પટેલ. તો જોઈએ હવે આ ગરમી ના કોપને શાંત કરવા માટે વર્ષા ક્યારે પધારે છે ?

Leave a Reply

Top