You are here
Home > Recipe >

હવે ઘરે જ બનાવો બાળકો અને મોટા બનેને ભાવતી ક્રિસ્પી અને ટેસ્ટી “ચીઝ ગાર્લિક બ્રેડ”

નાના બાળકો હોય કે પછી વડીલ વર્ગ કે પછી આજ ની યુવા પેઢી બધા ને મોટેભાગે ચીઝ ગાર્લિક બ્રેડ ભાવતા જ હોય છે. તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે આ ગાર્લિક બ્રેડ ઘરે બનાવવી.

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા ઉપયોગ મા લેવાતી સામગ્રી:

છ થી આઠ બ્રેડ આખા, ચાર મોટા ચમચા બટર, નમક સ્વાદનુસાર અને જોઈ લેવું કે બટર નમક વાળું તો નથી ને, અઢી કપ છીણેલુ ચીઝ, ત્રણ નાની ચમચી લાલ મરચા નો પાઉડર અને છ થી આઠ લસણ ની કળીઓ.

બનાવવાની રીત:

હવે તમારા ઓવન ને ૩૦૦ ફેરનહાઈટ અથવા તો ૧૮૦ સેન્ટીગ્રેડ પર ગરમ કરી લો.

હવે નમક વગર નુ બટર હોય તો તેમાં સ્વાદનુસાર નમક ઉમેરી તેમાં છુંદેલુ લસણ ભેળવી દો. હવે ત્યારબાદ આ બનાવેલ ઘટ્ટ પેસ્ટ ને બ્રેડ ઉપર પાથરી તેના ઉપર છીણેલું ચીઝ નાખી થોડું લાલ મરચા નો પાઉડર નાખી દો.

હવે આ બ્રેડ ને તમારા ઓવન ની ગ્રીલ પર સીધી જ રાખી દો. તેને તમારે ઓવન ની બેકિંગ ટ્રે મા રાખવાની જરૂર હોતી નથી. પાંચ થી સાત મિનીટ મા તમારી ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર થઇ જાશે. હવે તેને ચટણી સાથે પરોસી શકાય છે.

Leave a Reply

Top