You are here
Home > Articles

હવે સરકાર દ્વારા ઉપાડવામા આવશે દીકરીઓના અભ્યાસનો ખર્ચ, વાલીઓ માટે ખુશીના સમાચાર, જાણો આખી વિગત

મિત્રો , હાલ સરકાર દ્વારા અનેકવિધ નવીનતમ પ્રયાસો હાથ ધરવા મા આવ્યા છે જેથી સામાન્ય માણસ સરળતા થી પોતાનુ જીવન વ્યતીત કરી શકે. ત્યારે ઉત્તરપ્રદેશ મા યોગી આદિત્યનાથ ની સરકાર દ્વારા એક નવી યોજના નો પ્રારંભ કરાયો છે. આ યોજના નુ નામ છે ‘ કન્યા સુમંગલ યોજના ’. સરકાર દ્વારા હાલ જે લોકો વાર્ષિક ૧.૮૦ લાખ સુધી ની આવક ધરાવે છે તેવા લોકો ને આ યોજના નો લાભ આપવા માટે ની જાહેરાત કરી છે.

પરંતુ , હાલ રાજ્ય મંત્રી પરિષદ દ્વારા આ મર્યાદા ને વધારી ને ૩ લાખ સુધી ની રાખવાના પ્રસ્તાવ ને મંજૂરી આપી દીધી છે. આ યોજના નો લાભ લઈ ને વધુ મા વધુ દીકરીઓ શિક્ષણ મેળવી ને શિક્ષિત સમાજ નુ નિર્માણ કરી શકશે. આ યોજના અંતર્ગત એક કુટુંબ ની ફક્ત બે દીકરીઓ આ યોજના નો લાભ લઈ શકશે તેવી જોગવાઈ કરવા મા આવી છે. આ યોજના અંતર્ગત પ્રાપ્ત થતો લાભ સીધો જ પુત્રીઓ ના બેન્ક એકાઉન્ટ મા જમા થઈ જશે.

આ યોજના અંતર્ગત કન્યાઓ ના શિક્ષણ અને ઉજ્જ્વળ ભવિષ્ય ના નિર્માણ માટે જન્મ થી લઈ ને સ્નાતક સુધી નુ શિક્ષણ મેળવવા સુધી ૬ હપ્તા મા ૧૫ હજાર રૂપિયા ની આર્થિક સહાયતા કરવા મા આવે છે. હવે કોઈ ના ઘરે પણ કન્યા નો અભ્યાસ તેમા માતા-પિતા પર બોજારૂપ નહી બને. કારણ કે , આ ‘ કન્યા સુમંગલ યોજના ’ હેઠળ તમે તમારી બે પુત્રીઓ ને શિક્ષિત કરવા માટે આર્થિક સહાય મેળવી શકો છો.

આ માટે નુ આવેદન પત્ર જિલ્લા પ્રોબેશન અધિકારી ની ઓફિસ મા થી પ્રાપ્ત થઈ રહેશે. ૧ એપ્રિલ , ૨૦૧૯ બાદ જન્મ લેનારી કન્યાઓ ના માતા-પિતા આ યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે અરજી કરી શકે છે. આ યોજના નો લાભ મેળવવા તમારી વાર્ષિક આવક ૩ લાખ થી વધુ ના હોવી જોઈએ. એક કુટુંબ દીઠ ફક્ત બે જ કન્યાઓ ને આ યોજના અંતર્ગત આર્થિક લાભ પ્રાપ્ત થશે.

આ ઉપરાંત જો એવી પરિસ્થિતિ ઉદ્દભવે કે એક પુત્રી પહેલા થી છે અને ત્યાર બાદ જોડિયા દિકરી નો જન્મ થાય તો પણ આ યોજના નો લાભ તમે મેળવી શકો. કાનપુર ના જિલ્લા પ્રોબેશન અધિકારી ના જણાવ્યા મુજબ , જ્યારે પુત્રી નો જન્મ થાય છે ત્યારે ૨ હજાર રૂપિયા અને ત્યારબાદ ૧ વર્ષ નુ રસીકરણ પૂર્ણ થવા પર ૧ હજાર રૂપિયા આપવા મા આવશે.

આ પુત્રી પહેલા ધોરણ મા પ્રવેશ લે ત્યારે ૨ હજાર રૂપિયા , છઠ્ઠા ધોરણ મા પ્રવેશ લે ત્યારે ૨ હજાર રૂપિયા , નવ મા ધોરણ મા પ્રવેશ લે ત્યારે ૩ હજાર રૂપિયા અને બારમુ ધોરણ પાસ કરી જ્યારે ડિગ્રી નો અભ્યાસ કરે ત્યારે ૫ હજાર રૂપિયા ની સહાય કરવા મા આવે છે. આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે આધારકાર્ડ તથા જન્મ નુ પ્રમાણપત્ર હોવુ આવશ્યક છે. આ યોજના નો લાભ મેળવવા માટે જિલ્લા પ્રોબેશન અશિકારી , એસ.ડી.એમ. તથા બી.ડી.ઓ ની ઓફીસ મા અરજી કરી શકાય છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

 

Leave a Reply

Top