You are here
Home > Jyotish >

હોળાષ્ટક દરમિયાન આ રાશિઓએ રેહવું સાવધાન, નહિતર થઇ શકે છે મોટુ નુકસાન

આપણા હિન્દુ ધર્મ પ્રમાણે હોળાષ્ટક નો સમય ને ઘણો અશુભ ગણવામા આવે છે. હોળાષ્ટક નો પ્રારંભ હોળીના આઠ દિવસ પૂર્વે થી જ થઈ જાય છે. અષ્ટમી ની તિથિ થી લઈને પૂર્ણિમા સુધી હોળાષ્ટક બેસેલા રહે છે. આ વર્ષે હોળાષ્ટક નવ માર્ચે હોળિકાના દહન સાથે જ પૂર્ણ થઈ જશે. હોળાષ્ટકમા કોઈપણ પ્રકારનું શુભ કાર્ય અથવા તો કોઈ માંગલિક પ્રસંગ કરવાનું લોકો ટાળે છે. હોળાષ્ટક પર અમુક રાશિઓ ની ઉત્તેજનાઓ મા વૃદ્ધિ થાય છે. જેનાથી તેમની સમસ્યાઓ મા વધારો થતો હોય છે. તો ચાલો આજે આ લેખ મા જાણીએ કે કઈ છે આ રાશિઓ?

કર્ક રાશિ :

હોળાષ્ટક પૂર્ણ થાય ત્યાં સુધી આ રાશિના જાતકોએ વિશેષ સાવચેતી રાખવી પડશે. આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી પડશે, વાદ-વિવાદ થી દૂર રહેવુ. કાયદાકીય એટલે કે કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂરી બનાવીને રાખવી. આ રાશિ ના જાતકોએ વિશેષ તો તેના ક્રોધ પર નિયંત્રણ રાખવુ, કોઈપણ વિકટ પરિસ્થિતિમા નિર્ણય લેતા પૂર્વે સામેવાળા પક્ષ ની વાત યોગ્ય રીતે સાંભળવી. પ્રેમસંબંધ માટે સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે. લાંબા સમયગાળા બાદ કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે.

સિંહ રાશિ :

આ જાતકોએ હોળાષ્ટક સુધી વિશેષ સાવધાની વર્તવી. રક્ત સંબંધિત અથવા તો બ્લડપ્રેશર જેવી સમસ્યા ના શિકાર બની શકો. આર્થિક સમસ્યા ઉદભવી શકે. આકસ્મિક રીતે આવતી વિકટ પરિસ્થિતિઓ માંથી બચવુ. નાણાં ની ચોરી થવાની શક્યતા સર્જાઈ રહી છે. ઘર નો માહોલ ખુશહાલમય બની રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્ષેત્રે આવનાર સમય સાનુકૂળ રહેશે. સંતાન તરફ થી આવનાર સમય મા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે.

કુંભ રાશિ :

આ રાશિ જાતકો માટે હોળાષ્ટક સુધીનો સમય સમસ્યાઓ થી ભરપૂર રહેશે. કોઈ ને કોઈ સમસ્યા ના કારણે તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. આવનાર સમય મા કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય તેની સાવચેતી રાખવી. વાહન ચલાવતા સમયે વિશેષ સાવચેતી રાખવી. ઉતાવળે કોઈ ખોટો નિર્ણય ના લેવાય જાય તે વિશેષ કાળજી રાખવી. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવાના વિશેષ યોગ સર્જાઈ રહ્યા છે.

Leave a Reply

Top