You are here
Home > Life Style >

હોઠો પરના અણગમતા વાળ ને માત્ર એક ચપટીમા કરો દૂર, બસ લગાવી લો માત્ર આ બે વસ્તુ નુ મિશ્રણ…

સ્ત્રીઓ નો સુંદરતા નો એક ભાગરૂપે અપરલિપ્સ પણ હોય છે. મોટેભાગે સ્ત્રીઓ પોતાની અપલિપ્સ કરાવતી હોય છે. પરંતુ તેનાથી ઘણો દુખાવો પણ થાય છે. જેમા ઘણા બ્યુટી સંસાધનો નો ઉપયોગ કરવા થી તેના નુકસાન પણ થઇ શકે છે. પરંતુ આ અણગમતા વાળને દૂર કરવા માટે અમારી પાસે ઘણા એવા સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીશું કે જે તમે ઘર બેઠા ઓછા ખર્ચે હોઠ પર આવેલા વાળ ને દૂર કરી શકો છો.

ખાંડ સાથે લીંબુ નો રસ

એક વાટકી મા થોડી ખાંડ લઇ લો અને તેમા પાણી ની સાથોસાથ લીંબુ નો રસ ભેળવો. આ મિશ્રણ ને એક મિનિટ સુધી ગરમ કરવુ ત્યારબાદ આ મિશ્રણ ને ઠંડુ થવા દો. આ બાદ તે નવશેકુ થઇ જાય એટલે તેને હોઠ ના ઉપર ના ભાગે લગાવો અને તેને એક સાફ કપડા ની મદદથી વેક્સ ની જેમ ખેંચી લો. જેથી અણગમતા વાળ દૂર થશે. આ સિવાય પણ તમે ખાંડ, પાણી તેમજ લીંબુ ભેળવો. તેની પાતળી પેસ્ટ બનાવી લો અને હોઠ પર લગાવો. ૧૫ મિનિટ સુધી રાખ્યા બાદ આ પેસ્ટ ને રગડી-રગડી ને ધોઇ લો. આથી પણ અણગમતા વાળથી છૂટકારો મળી શકે છે.

હળદર તેમજ દૂધ

હળદર તેમજ દૂધ મા ઘણા કુદરતી ગુણધર્મો નો સમાવેશ થાય છે અને જે સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે. આ હળદર તેમજ દૂધની બનાવેલી પેસ્ટ હોઠો પર લગાવવી. આ મિશ્રણ સૂકાઇ ન જાય ત્યા સુધી હલકા હાથે મસાજ કરવી. મસાજ કરતા સમયે તેને વાળ ઉગવાની ઉલટી દિશામા કરવી. જેથી હોઠ પરથી વાળ ઓછા થાય. આ નુસ્ખા ને અઠવાડિયામા ચાર વખત કરવાથી અપરલિપ્સ ના અણગમતા વાળ થી છૂટકારો મળશે.

હળદર તેમજ ચણા નો લોટ

ચણા નો લોટ પણ હળદર ની જેમ સુંદરતા વધારવાનુ કામ કરે છે. આ ચણા ના લોટ ને હળદર ની સાથે પાણી ઉમેરી સારી રીતે ભેળવી લો. આ મિશ્રણ મા થોડૂક ક્રીમ ભેળવીને પછી તેને અપરલિપ્સ પર લગાવો. આ મિશ્રણ સૂકાઇ જાય ત્યારબાદ તેને બરાબર રગડો. થોડાક દિવસ સતત આમ કરવા થી અપરલિપ્સ ના વાળ દૂર થાય છે.

Leave a Reply

Top