You are here
Home > Articles >

રેસ્ટોરન્ટ જેવા ચટાકેદાર બનશે સંભાર, ઘરે જાતે જ બનાવી લો આ રીતે મસાલો

ઢોસા હોય કે પછી ઈડલી હોય કે પછી મેંદુવડા હોય સાંભાર વગર એનો સ્વાદ અધૂરો લાગે છે. સાંભાર જેવા દમદાર ટેસ્ટ માટે કેટલાક મસાલા અગત્યના છે. મોટાભાગના માણસો આ મસાલો બજારમાંથી તૈયાર જ લઇ આવતા હોય છે, પરંતુ જો આ મસાલો ઘરે જ બનાવી દેવામાં આવે તો એ સસ્તો પણ પડે છે અને સ્વાદ પણ વધારે સારો આવે છે .

સાંભાર એક એવી વસ્તુ છે જે એકદમ સાચી રીતે ના બને તો મજા નહીં આવે. ઘણી વખત એમ થતું હોય છે કે, સાંભાર હોટેલ કે રેસ્ટોરાં જેવો નથી બનતો. સાંભારના સ્વાદમાં સૌથી અગત્યનો ફાળો હોય છે સાંભાર મસાલાનો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ સાંભાર મસાલો ઘરે જ બનાવવાની આ એક રેસિપિ… રેસ્ટોરન્ટ માં હંમેશા ઈડલી , ઢોસા કે ઉત્તપમ સાથે જેવો એકદમ ટેસ્ટી સાંભાર પીરસાય, આજે આપણે એવો જ ટેસ્ટી સાંભારની રીત જોવાના છીએ. સાંભાર મસાલા બનાવવામાં ઘણી સામગ્રી જોઈશે. બધી સામગ્રીનું પોતાનું મહત્વ છે. સાંભાર બનાવો ત્યારે તુવેર દાળમાં બધા શાકની જોડે આ એક મસાલો ભેગો કરો અને સાંતળો. સાંભારમાં ખૂબ જ સરસ સ્વાદ અને સોડમ ઉમેરાશે.

• સામગ્રી

1. બે મોટી ચમચી ચણાની દાળ

2. એક મોટી ચમચી અડદની દાળ

3. અડધી મોટી ચમચી હિંગ

4. અડધી ચમચી હળદર

5. અડધો વાટકો આખા ધાણા

6. એક ચમચી સૂકી મેથી

7. એક ચમચી કાળામરી

8. બે ચમચી જીરૂ

9. ૧૫ થી ૧૭ સૂકાં લીલાં મરચાં

10. પા વાટકો મીઠા લીમડાનાં પાન

• બનાવવાની રીત:

એક નાનકડી કડાઇમાં બધી જ સામગ્રીને ધીમા તાપે શેકી લો જરા પણ ઘી તથા તેમાં તેલ ઉમેર્યા વગર હિંગ અને હળદર ઉપરાંત ની બધી જ સામગ્રી ભેગુ કરી લો. બધી જ સામગ્રીને વારાફરતી શેકો, કારણકે દરેક વસ્તુ શેકાતાં જુદો જુદો ટાઇમ લાગતો હોય છે. લીમડાને ધોવો નહીં. કપડાથી સાફ કરી ગરમ કરવો. શેકાઇ જાય એમ એક ડિશમાં કાઢતા જાઓ. છેલ્લે ગેસ બંધ કરી હિંગ ભેગો કરો અને થોડી સેકન્ડ્સ માટે શેકી લો.

શેકેલી બધી જ સામગ્રી ઠરી જાય એટલે મિક્સર માં ક્રશ કરી નાખો. અંદર થોડી હળદર ઉમેરો. હળદર માત્ર કલર પૂરતી જ ઉમેરવી અને સરસ ઝીણું દળી લો.ચટાકેદાર સાંભાર મસાલો તૈયાર હવે એ મસાલો ઠંડો થઈ જાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી લો. આ એક મસાલો ફ્રિજ વગર પણ 3-4 માસ સુધી સાચવી શકાય છે.

dip

Leave a Reply

Top