You are here
Home > Janva Jevu/Tips >

આઈ.એ.એસ. ઇન્ટરવ્યૂમા પૂછવામા આવ્યુ કે ૮ ને ૮ વખત લખવાથી આવશે ૧૦૦૦ જવાબ, પણ કેવી રીતે? જાણો જવાબ માત્ર એક ક્લિક પર…

મિત્રો આઈ.એ.એસ. બનવા માટે UPSCની પરીક્ષા આપવી પડે છે. UPSCની પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા માંથી એક પરીક્ષા માનવામા આવે છે. આ પરીક્ષા જેટલી મુશ્કેલ છે, તેના થી પણ વધુ મુશ્કેલ તેનું ઇન્ટરવ્યૂ. UPSC ના ઇન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે, જેના કારણે પરીક્ષાર્થીનું મગજ હલી જાય છે. ઇન્ટરવ્યુ માં પરિક્ષાર્થીના હાજર જવાબો અને તેના આઇક્યુ ને તપાસવા માટે કાઈક અલગ જ મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમને આઈ.એ.એસ. ઇન્ટરવ્યૂના કેટલાક પ્રશ્નો અને જવાબો જણાવવા જઈ રહ્યા છીએ, તે તમારા સામાંન્યજ્ઞાનને વધારવા માં મજબુતજ્બ કરશે.

મિત્રો તો ચાલો જાણીએ “IAS’ ઇન્ટરવ્યૂના પ્રશ્નો અને તેના જવાબો.

પ્ર ૧ : કયા ગ્રહ પર સૌથી વધુ ચંદ્ર છે?
જ : આ સવાલનો સાચો જવાબ ગુરુ ગ્રહ છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૯મા ગુરુ ગ્રહ પર કુલ ૬૩ ચંદ્ર મળી આવ્યા હતા અને આગામી સમયમા વધુ ચંદ્ર મળી આવવાની પણ સંભાવના છે.

પ્ર ૨ : હાથીનું વજન કેટલું હોય છે?
જ : આ પ્રશ્ન જનરલ નોલેજ નો છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે ભારતમા મળી આવતા હાથીઓ નુ સરેરાશ વજન ૫૦૦૦ કિ.લો હોય છે. આફ્રિકન હાથીઓ નુ વજન ૬૦૦૦ કિ.લો હોય છે. જ્યારે હાથી તેની યુવાનીમા હોય છે, ત્યારે તેનું વજન ૨૦૦૦ કિ.લો થી ૬૫૦૦ કિ.લો સુધી નુ હોય છે.

પ્ર ૩ : શું તમે જાણો છો એવી તે કઈ વસ્તુ છે કે જેને પહેરનાર વ્યક્તિ તેને પોતે નથી ખરીદી શકતો?
જ: કફન

પ્ર ૪ : તોફાનો થવા પર, સરકાર કઈ રીતે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાવે છે?
જ : કદાચ તમારા માંથી ખુબ જ ઓછા વ્યક્તિઓ જાણતા હશે કે સરકાર ઇન્ટરનેટ કેવી રીતે બંધ કરે છે? તો ચાલો તમને સાચો જવાબ જણાવીએ. સરકાર ઇન્ટરનેટ ની સેવા આવતી કંપની ને ઇન્ટરનેટ સેવા બંધ કરવા સૂચન આપે છે. જો કોઈ સરકારી ટેલિકોમ કંપની છે, તો તેવી સ્થિતિમાં તેના તમામ નિયંત્રણ સરકાર ના હાથમા જ હોય છે. ખાનગી કંપનીઓ નુ લાઇસન્સિંગ સરકાર દ્વારા જ થાય છે. આ પ્રકારે, જ્યારે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થાય ત્યારે સરકાર ઇન્ટરનેટ બંધ કરાવે છે.

પ્ર ૫ : ગ્રેટ ખલી નું પૂરું નામ શું છે?
જ : ગ્રેટ ખલીનું પુરુ નામ “દિલીપ સિંહ રાણા” છે.

પ્ર ૬ : કયા પ્રાણીઓ મા માસિકચક્ર જોવા મળે છે?
જ : તમે બધાએ સાંભળ્યું જ હશે કે પીરિયડ્સ મનુષ્યમા થાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે પીરિયડ્સ પ્રાણીઓમા પણ થાય છે. હા, માનવીઓ ઉપરાંત, ચિમ્પાન્જીઝ, હાથીઓ, બિલાડીઓ અને ચામાચીડિયામાં પણ પીરિયડ્સ આવે છે.

પ્ર ૭ : પરમવીર ચક્ર ની સ્થાપના ક્યારે થઈ હતી?
જ : પરમવીર ચક્ર ની સ્થાપના ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હતી

પ્ર ૮ : ઘડિયાળમાં એક કાંટા પર બીજો કાંટો છે અને જેટલા વાગવાના છે તેમાં એટલી મિનિટ જ બાકી છે, હવે કહો કે ઘડિયાળ મા કેટલા વાગ્યા હશે?
જ : આ પ્રશ્ન નો સાચો જવાબ છે કે, ઘડિયાળ મા ૦૯:૫૦ વાગ્યા હશે, જેના લીધે ૧૦ વાગવામા ૧૦ જ મિનિટ બાકી છે.

પ્ર ૯ : એવું શુ છે જેનો કોઈ પડછાયો નથી?
જ : આ સવાલ નો સાચો જવાબ છે “રસ્તો.”

પ્ર ૧૦ : આઠ ને આ રીતે જો આઠ વખત લખવામા આવે તો તમને એક હજાર જવાબ મળશે, બોલો કેવી રીતે?
જ : આ પ્રશ્ન નો સાચો જવાબ છે, ૮૮૮ + ૮૮ + ૮ + ૮ + ૮ = ૧૦૦૦.

Leave a Reply

Top