You are here
Home > Articles >

ઈરફાન ખાન મરતા પહેલા પણ કોરોના પીડિતો માટે એવુ કાર્ય કરી ગયા, જે જાણીને તમે પણ કહેવા મજબુર થઇ જશો ” વાહ ઈરફાન વાહ”

મિત્રો, ઈરફાન ખાન આપણને છોડીને ચાલ્યા ગયા તેના હાલ ૩૦ દિવસ થઈ ચુક્યા છે. તેમનો અભિનય અને યાદો હંમેશા લોકોના હૃદયમા જીવંત રહેશે. કોરોના મહામારી વચ્ચે બધા સિતારાઓ અલગ-અલગ રીતે મદદ કરી રહ્યા છે અને લોકોને સહાય કરવા માટે આગળ આવી રહ્યા છે. આ વચ્ચે જ ઈરફાનના એક ચાહકે આજે એક ખુલાસો કર્યો જે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. આ ચાહકનુ કહેવુ એવુ છે કે, ઈરફાન આ દુનિયા છોડીને ગયા તે પહેલા કોરોના પીડિતો માટે સારું એવુ દાન કરતા ગયા.

જો કે હજુ સુધી કોઈને તેના વિશે ખબર નથી અને તે પોતે પણ નહોતા ઈચ્છતા કે દુનિયાને આ વિશે ખબર પડે. એક ઈન્ટકવ્યૂમા ઈરફાનના ખાસ મિત્ર જિયાઉલ્લાએ જણાવ્યુ હતુ કે, આ વિશ્વમા ઈરફાનની ગેરહાજરીની ભરપાઈ કોઈ નહી કરી શકે. જિયાઉલ્લા એ ઈરફાનના જયપુરમા પાડોશી પણ હતા. તેણે જણાવ્યુ કે, કોરોના ફેલાવા સમયે તે લોકોની સહાયતા માટે ફંડ એકત્રિત કરતા હતા. જ્યારે ઈરફાન સાથે વાત કરી તો તે જરૂરિયાતમંદ લોકોને પૈસા આપવા માટે રાજી થઈ ગયા. બસ તેની એક જ શરત હતી કે દુનિયાને આ વિશે ખબર ના પડે.

જિયાઉલ્લાએ જણાવ્યુ હતુ કે, ઈરફાને ક્યારેય પણ કોઈ સાથે સેલેબ્રિટી જેવો વ્યવહાર નથી કર્યો. તે હમેંશા પાડોશીઓ સાથે સામાન્ય વ્યક્તિની જેમ મળતો હતો અને સારી રીતે વર્તન કરતો હતો. ક્યારેય એણે એવુ લાગવા નથી દીધુ કે તે કોઈ મોટો કલાકાર છે. ઈરફાન તેની માતા પ્રત્યે વધુ પડતા લાગણીશીલ હતા.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top