You are here
Home > News >

ઇશા અંબાણી ની હોલી પાર્ટીમા જોવા મળ્યા ઘણા સેલેબ્રિટીઝ રંગબેરંગી કપડામા, જુવો તસ્વીરો

મિત્રો, હાલ હોલી નો પાવન ત્યોહાર આવી રહ્યો છે ત્યારે બધા લોકો પોતપોતાની રીતે આ પર્વ ઉજવણી ની માટે તૈયારીઓ કરી રહ્યા છે. આજે આપણે આ લેખમાં વાત કરવાની છે ઇશા અંબાણીની હોલી પાર્ટીની. આ પાર્ટી મા શ્લોકા મેહતા અંબાણી, પ્રિયંકા ચોપરા, નિક , કેટરીના જોવા અનેક સેલિબ્રિટીઝ રંગબેરંગી વસ્ત્રો મા જોવા મળ્યા હતા. એશિયાના સૌથી મશહૂર બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની એકનીએક પુત્રી ઇશા અંબાણી પિરામલે એક ખુબજ અદભુત હોલી પાર્ટી નું આયોજન કર્યુ.

તેણીએ આ હોલી પાર્ટી નું આયોજન પોતાના વર્લી ખાતે આવેલા કરુણા સિદ્ધુ ના ઘરે કર્યુ હતું. પાર્ટીમા આવેલા તેમના અંગત મિત્રગણો તથા બોલીવુડ જગત ની નામચીન હસ્તીઓ જેવાં કે નિક જોનાસ , પ્રિયંકા ચોપરા , કેટરીના કૈફ , વિકિ કૌશલ , રાજકુમાર રાવ , જેકલીન ફર્નાન્ડીઝ , હુમા કુરેશી , ડાયના પેન્ટિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઇશા અંબાણી પોતાની હોળી પાર્ટી ના સમયે એકદમ ઉત્સાહ માં જોવા મળી હતી.

આ હોલી પાર્ટીનો ડ્રેસ-કોડ હતો કંઈક આવો રંગબેરંગી :

ઇશા અંબાણી પિરામલ :

ઈશા અંબાણી એ પોતાની હોળી ની પાર્ટી નો ડ્રેસ નો કલરકોડ રંગબેરંગી રાખ્યું હતું. થીમ હેતું વ્હાઇટ બેઝ પર કલરફૂલ પ્રિન્ટ નું. તેણીએ પણ પોતાના આ થિમ ને ફોલો કર્યું હતું. તેણીએ સુંદર લોંગ વ્હાઇટ બેસવાળી મેક્સિ પહેરી હતી. જેના પર પિંક એન્ડ યેલો રંગ નું બુટીક વર્ક કરવામાં આવ્યું હતું. તેના હેર એન્ડે મેકઅપ ની વાત કરીએ તો તેણીએ પોતાના વાળને હાફ ટાઇ કર્યા હતાં અને મેકઅપ કાયમ ની જેમ બીલકુલ લાઈટ હતો. તેણી આ લૂકમાં બિલકૂલ બબલી લાગતી હતી.

શ્લોકા મેહતા અંબાણી

તો તેની ભાભી શ્લોકા મેહતા ની વાત કરવામા આવે તો તેણે સાવ કેઝ્યુઅલ કપડા ની પસંદગી કરી હતી. શ્લોકાએ ક્રોપટોપ અને પેટન્સ પહેર્યા હતા. જેને બેઝ વ્હાઇટ હતો પણ તેના પર સ્પેક્ટ્રમ રંગોથી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી જે હોલી પાર્ટી માટે એક આઇડીયલ ડ્રેસ કહરી શકાય. તેણીએ આ લૂક સાથે અનુરુપ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણીની એસેસરીઝની વાત કરીએ તો તેણીએ ઓપન ટો સેન્ડલ્સ પહેર્યા હતા. આ વખતે શ્લોકાએ મેકઅપ ફ્રી રેહવાનું નક્કી કર્યું હતું.

નીતા અંબાણી

જો નીતા અંબાણી ની વાત કરવામા આવે તો તેમણે આ થીમ થી થોડું જુદું પારંપરિક ભારતીય આઉટફીટ ની પસંદગી કરી હતી. તેમણે બ્રાઉન કલર ને પસંદ કર્યો હતો. તો વળી નીતા અંબાણી નો મોટો દીકરો આકાશ અંબાણી બાટીક પ્રિન્ટ ટીશર્ટ તેમજ જીન્સમા જોવા મળ્યો હતો.

પ્રિયંકા અને નિક

નિક જોનાસ એટલે કે પ્રિયંકા ના પતિ ની આ પ્રથમ હોળી હતી જે તેણે ઘણી જ મસ્તી સાથે ઉજવણી કરી હતી. આ બંનેએ એકબીજા ને મેચ કરતાં ભારતીય પોષાક પહેર્યા હતા. પ્રિયંકાએ સુંદર ઓફ વ્હાઇટ એમ્બ્રોઇડરીવાળી મલ્ટી-કલર ની અંબ્રેલા કૂર્તિ સાથે સ્ટ્રેપી હીલ્સ પહેરી હતી તો તેની સામે નીકે પણ સુંદર કુર્તા પાયજામા પહેર્યા હતા અને તેના કૂર્તા ની બોર્ડર પર પણ નિયોન એમ્બ્રોઇડરી કરવામા આવી હતી.

કેટરીના કૈફ

આ પાર્ટી મા કેટરીના કૈફ પણ સુંદર સફેદ પોષાક મા જોવા મળી હતી. તેણીએ સફેદ ચણિયાચોળી પહેર્યા હતા. તેણી આ લૂકમા ઘણી જ સુંદર લગતી હતી અને આ હોળી ની પાર્ટી માટે તે ઘણી ઉત્સાહી પણ લાગી રહી હતી.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ પણ આ પાર્ટી મા ફ્લોરલ અમ્બ્રેલા સ્કર્ટ તેમજ ટોપમા જોવા મળી હતી. તેણીનો આ લૂક ઘણો જ આકર્ષક હતો. જેકલીન સિવાય અરમાન જૈન પણ પોતાની પત્ની અનિસા મલ્હોત્રાએ પણ હાજરી આપી હતી.

Leave a Reply

Top