You are here
Home > Articles >

ઇઝરાયલે શોધી ફક્ત એક જ મીનીટમા કોરોના ટેસ્ટનુ રીઝલ્ટ આપતી રેપીડ કીટ

મિત્રો, હાલ કોરોના વાયરસની સમસ્યાથી સૌ જોઈ ઝઝૂમી રહ્યુ છે ત્યારે ઇઝરાયલની બેન-ગુરિયન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ હાલ ઇલેક્ટ્રો- ઓપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ તૈયાર કરી છે કે જે ફક્ત એક જ મિનિટમા કોરોના ટેસ્ટનુ રિઝલ્ટ આપી દેશે. આ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ કરવા માટે નાક, ગળા અને ફૂંક મરાવીને સેમ્પલ લેવામા આવે છે. આ ટેસ્ટથી જાણી શકાય છે કે, કોણ કોરોના પોઝિટિવ છે? કોણ લક્ષણો વિના જ સંક્રમિત છે? હાલ, સંશોધનકર્તા એવો દાવો કરી રહ્યા છે કે, આ કિટ ૯૦ ટકા સચોટ રિઝલ્ટ આપે છે. આ ટેસ્ટ કિટનુ મુલ્ય ૩,૮૦૦ રૂપિયા છે.

સંશોધકોનુ કહેવુ એવુ છે કે, આ કિટમા વિશેષ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ સેન્સર કોરોના વાયરસને ઓળખવામા સહાયરૂપ બને છે. કોરોના પરીક્ષણ માટે દર્દી ટેસ્ટ કિટમા ફૂંક મારે છે ત્યારે ડ્રોપલેટ્સના માધ્યમથી વાયરસ સેન્સર સુધી પહોંચે છે. આ સેન્સર સાથે એક ક્લાઉડ સિસ્ટમ સંકળાયેલી છે. આ ક્લાઉડ સિસ્ટમ વિશ્લેષણ કરીને જણાવે છે કે રિપોર્ટ નેગેટિવ છે કે પોઝિટિવ.

ટેસ્ટ માટે લેબની આવશ્યકતા નથી :

સંશોધકોનુ કહેવુ એવુ છે કે, ટેસ્ટ કિટનુ મુલ્ય અન્ય પી.સી.આર. ટેસ્ટ કિટ કરતા ઘણુ ઓછુ છે. આ કિતની મદદથી ટેસ્ટ ગમે ત્યા થઈ શકે છે. ટેસ્ટ માટે લેબની આવશ્યકતા નથી. જ્યા રેપિડ ટેસ્ટની જરૂર હોય છે તેવા એરપોર્ટ, બોર્ડર કે સ્ટેડિયમ જેવા સ્થાને આ ટેસ્ટકિટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઇઝરાયલ દ્વારા વિકસાવવામા આવેલી આ ટેસ્ટકિટ ફક્ત ૧ જ મિનિટમા જણાવી દે છે કે દર્દી નેગેટિવ છે પોઝિટિવ.

સ્પેનના વૈજ્ઞાનિકોએ કોરોનાની સમસ્યાના નિદાન માટે બે દવા અલગ તારવી :

સ્પેનના સંશોધનકર્તા દ્વારા ૬,૪૬૬ દવાઓનુ કોમ્પ્યૂટરની સહાયતાથી વિશ્લેષણ કરીને બે દવા અલગ તારવી છે. આ બંને દવા કોરોનાના રેપ્લિકેશનને રોકવામા સહાયરૂપ બને છે. આ સંશોધનને “કોવિડ મૂનશોટ” નામ આપવામા આવ્યુ છે. સ્પેનની રોવિરા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવુ છે કે, આ બંને દવા દર્દીને વેન્ટિલેટર સુધી પહોંચાડવા માટે કારણભૂત કોરાનાના એન્જાઇમ પર લગામ લગાવે છે.

Leave a Reply

Top