You are here
Home > Articles >

જાણો, આ રાજ્યના કેબીનેટ મંત્રી બન્યા કોરોનાના શિકાર !

મિત્રો, કોરોના સંક્રમિત લોકોનો આંકડો હાલ ૬૧ લાખને પણ પાર કરી ચુક્યો છે. ત્યારે હજુ સુધી પણ વૈજ્ઞાનિકો આ સમસ્યાના નિરાકરણ માટે અસરદાર દવા શોધવામા કોઈ સફળતા મેળવી શક્યા નથી. જોકે, હાલ વિશ્વના તમામ દેશો  આ બીમારીની વેક્સિન શોધવા પર કાર્ય કરી રહ્યા છે. અનેક તજજ્ઞો  કોરોના વાયરસ ચામાચિડીયા માંથી માણસમા આ વાયરસ  ફેલાયો હોવાનો દાવો કરી રહ્યા છે.

આ બધી ચર્ચાઓ વચ્ચે હાલ સુત્રોથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઉતરાખંડના કેબિનેટમંત્રી સતપાલ મહારાજ પણ કોરોનાના શિકાર બની ચુક્યા છે, જે સાંભળીને સમગ્ર રાજ્યમા હાહાકાર મચી ગયો છે. આ કેબીનેટ મંત્રીનો કોરોના  રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના આખા કેબિનેટને  હોમ ક્વોરન્ટાઇન કરવામા આવ્યુ છે. કારણકે, કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમા હાજર રહ્યા હતા.

સતપાલ મહારાજ સિવાય તેમની પત્ની અને પૂર્વ મંત્રી અમૃતા રાવતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય તેમના ઘરે કામ કરનારા ૧૭ જેટલા લોકોનાં રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. હવે તેમની આસપાસના આટલા લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવતા એક દિવસ પહેલા સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમા જે-જે વ્યક્તિના સંપર્કમા આવ્યા હતા તે તમામ વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરવામા આવ્યા.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top