You are here
Home > Bollywood >

જાણો બોલીવુડના આ અભિનેતા એ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા કરી મદદ હાલ, સમગ્ર દેશ કરી રહ્યો છે પ્રશંશા

મિત્રો, હાલ કોરોના વાયરસના કેસ દેશમા દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે આ કોરોના વાયરસના આ સંક્રમણની ગંભીર સ્થિતિ ને ધ્યાનમા લઈને કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૩૧ મે સુધી લૉકડાઉન યથાવત રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. લૉકડાઉનના કારણે હાલ અમુક શ્રમિકોને મુશ્કેલ પરિસ્થિતિથી ગુજરી રહ્યા છે. શ્રમિકો પોતાના વતનમા પરત જવા માટે સરકાર પાસે નિરંતર સહાય ની પોકાર લગાવી રહ્યા છે. ત્યારે સરકાર પણ પોતાનાથી શક્ય તેટલી શ્રમિકોની સહાય કરી રહી છે. તો પણ અમુક લોકો પગપાળા ચાલીને પોતાના વતન તરફ જવા માટે મજબૂર થયા છે.

સોનુ સૂદ કરી રહ્યા છે આ બેસહારા શ્રમિકોની સહાયતા :

આ બધી બાબતો વચ્ચે હાલ બોલીવૂડ ના અભિનેતા સોનુ સૂદ દ્વારા આ શ્રમિક યાત્રીઓને પોતાના ઘર એટલે કે પોતાના વતન પહોંચાડવા માટે એક અનોખી અને વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે આ અંગે બોલીવૂડ અભિનેતા અને પ્રોડ્યુસર કમાલ આર. ખાને એક નિવેદન આપ્યુ હતુ, જે હાલ સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બની ચૂક્યુ હતુ.

કમલ આર. ખાને કર્યુ કઈક આવુ ટવીટ :

કમલ આર ખાને સોનુ સૂદના આ નેક કાર્ય વિશે કઈક એવુ ટવીટ કર્યુ હતુ કે, “સોનુ સૂદ દ્વારા જે કાર્ય કરવામા આવી રહ્યુ છે તે ખરેખર અદભૂત અને અવિશ્વસનીય છે, તે પોતાના આ કાર્ય દ્વારા વિશ્વને માનવતા નુ એક જીવંત ઉદાહરણ પૂરુ પાડી રહ્યો છે પરંતુ, તેમછતા તે એકલો કરોડો લોકોની સહાયતા કરી શકે તેટલો સક્ષમ નથી કારણકે, તે સરકાર નથી. સોનુની વાહવાહી કરવાની જગ્યાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ આ શ્રમિકોની વધુમા વધુ સહાયતા થઈ શકે તે માટે ભંડોળ એકત્રિત કરવુ જોઈએ.

સમગ્ર દેશમાં સોનુના આ અવિશ્વસનીય કાર્ય ની પ્રશંસા કરવામા આવી રહી છે :

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઇએ કે, અભિનેતા સોનુ સૂદ બસ ઉપરાંત શ્રમિકો ના ભોજન માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે. સોનુ સૂદ આપણા દેશમા પહેલા એવા સેલિબ્રિટી બન્યા છે કે, જે શ્રમિકોને તેમના ઘરે પહોંચવામા મદદ કરી રહ્યા છે. સોનુ સુદના આ નેક કાર્ય બદલ હાલ સમગ્ર દેશમા વખાણ કરવામા આવી રહ્યા છે.

મિત્રો, આ અંગે તમારુ શુ કહેવુ છે? શુ કમલ ખાન દ્વારા કરવામા આવેલી ટવીટ નો અર્થ એવો છે કે, સરકાર ને જે કાર્ય કરવુ જોઈએ તે હાલ સોનુ સૂદ કરી રહ્યા છે? શુ સરકાર શ્રમિકો ની વતન વાપસી અંગેના મુદ્દે બેદરકારી દર્શાવી રહી છે? આ વિશેના તમારા અમૂલ્ય પ્રતિભાવ અમને અવશ્ય જણાવજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ, ધન્યવાદ!

Leave a Reply

Top