You are here
Home > Articles >

જાણો, એક અમેરિકન વૈજ્ઞાનિક એવો દાવો કરી રહ્યો છે કે આવનાર સમયમા ચિકનથી ફેલાશે મહામારી

મિત્રો, કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૬૧ લાખને પાર કરી ચુક્યો છે અને વૈજ્ઞાનિકો ને હજુ સુધી પણ અસરદાર દવા શોધવામા સફળતા નથી મળી શકી. જોકે વેક્સિન પર કાર્ય ચાલી રહ્યુ છે. આ બધા વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિક ડો. માઈકલ ગ્રેગરે હાલ ચેતવણી આપી કે, ખાવા માટે આપણી જાનવરો પરની નિર્ભરતા કોરોનાથી પણ મોટી આફત નુ નોંતરું લાવી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે અન્ય એક્સપર્ટ કોરોના વાયરસ ચામાચિડીયા માંથી માણસમા ફેલાઈ રહ્યો હોવાનુ માની રહ્યા છે.

આ ચર્ચા વચ્ચે ડો. ગ્રેગર જે વારંવાર શાકાહાર ભોજન પર જોર આપતા આવ્યા છે્. તેમનુ માનવુ એવુ છે કે, ચિકન પર હાલ વિશ્વની મોટી આબાદી આધારિત છે, એવામા ચિકન માંથી ફેલાવનારી આ મહામારીની વ્યાપકતા વધુ ભયજનક અને પીડાદાયક હશે અને  વિશ્વની અડધી આબાદી તેનાથી ખતમ થઈ જશે.

આમ, તો ગ્રેગરની આ ચેતવણી સાથે મળતી આવતી અનેક ચેતવણી સામે આવી ચુકી છે. ખાસ કરીને કોરોના બાદ વિશ્વના અનેક વિશેષજ્ઞ જાનવરોના વેચાણ કરતી બજારને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જાનવરોમા વાયરલ લોડ એટલો વધુ હોય છે કે તેને ખાવા પર અથવા તેને કાપવા કે સાફ-સફાઈ દરમિયાન માણસ વાયરસની ચપેટમા તુરંત આવી જવાનો ભય વધુ રહે છે.

યૂનોટિક એટલે કે જાનવરમાંથી માણસમાં વાયરસનો ખતરો જોતા કેટલાએ માંસનુ સેવન કરતા દેશોમા આ માર્કેટ અસ્થાયી રૂપથી બંધ પણ થઈ રહ્યા છે. જેમ કે, હાલમાં જ ચીને ડોગના માંસ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ સાથે વુહાન પાસે સ્થિત માર્કેટ પણ બંધ કરાવી દીધુ છે. આ એજ માર્કેટ છે જ્યાંથી ચામાચિડીયા અથવા પેંગોલિન જેવા કોઈ જંતુ દ્વારા વાયરસ માણસમાં ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જુદા-જુદા સંશોધનમા એ સામે આવ્યું છે કે, માંસાહારથી અનેક બીમારીઓનો ખતરો છે. જેમ કે, હાલમા જ થયેલા એક સંશોધનમા સામે આવ્યુ છે કે, પ્રોસેસ્ડ મીટ અથવા પછી ચિકન ખાવાથી કાર્ડિયોવસ્કુલર બીમારીઓનો ખતરો અનેક ગણો વધી જાય છે. તેમાં હાઈ બીપી અને સ્ટ્રોકથી લઈ હદયની બીમારી જન્મજાત બીમારી પણ સામેલ છે, જે ગર્ભવતી બાળકમાં પહોંચી જાય છે. આ સિવાય કેન્સરનો ખતરો પણ માંસાહાર લોકોને વધારે રહે છે.

Leave a Reply

Top