You are here
Home > Health >

જાણો એક ચમત્કારિક આયુર્વેદિક ઉકાળા વિશે , આ ઉકાળાનુ સેવન કરવાથી આસપાસ પણ નહી ફરકે કોરોના !

મિત્રો, ભારતીય ખાણી-પીણીની પ્રાચીન સંસ્કૃતિ મુજબ એક અગત્યનુ પીણુ છે ઉકાળો. ઉકાળો એ ભારતીય પ્રાકૃતિક અને પરંપરાગત ચિકિત્સામા અજમાવવામા આવેલ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધી પણ છે. ઉકાળાનુ બનાવવા માટે જુદા-જુદા પ્રાકૃતિક તત્વો, પત્તા, છાલ અને મસાલાઓ નો ઉપયોગ કરવામા આવે છે. આ ઉકાળો જુદી-જુદી બીમારીઓ ના નિવારણ માટે તથા રોગપ્રતિરોધક શક્તિ વધારવા માટે અસરકારક સાબિત થાય છે. અમુક ઉકાળા સ્વાદિષ્ટ હોય છે તો અમુક સ્વાદે કડવા પણ હોય છે.

પરંતુ, ઉકાળાનુ સેવન એ દરેક સ્થિતિમા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે. ઉકાળાનો ઉપયોગ ભારતીય પરિવારોમા વર્ષોથી કરવામા આવે છે પરંતુ, હાલ વર્તમાન સમય આધુનિક થઈ ગયો હોવાથી આપણે આપણા ઘરગથ્થુ ઉપાયો વિસરી રહ્યા છીએ. પરંતુ, કોરોના વાયરસે આ ઉકાળા ના વિશેષ મહત્વ ને ફરી એકવાર સમજાવી દીધુ છે અને લોકો તેનો નિયમીત રીતે ઉપયોગ પણ કરવા લાગ્યા છે.

પૂર્ણિયામા હજુ પણ ઉકાળા કલ્ચરને પ્રોત્સાહન :

બિહારના પૂર્ણિયામા અમુક પરંપરાગત ચિકિત્સા અને ખેતી સાથે સંકળાયેલ લોકોએ ઉકાળાના સેવનને પૂરા લોકડાઉનમાં પોતે તો નિયમીત રાખ્યુ પરંતુ, આ સિવાય અન્ય લોકોને પણ આ ઉકાળાનુ સેવન કરવા માટે પ્રેરિત કર્યા. આ સિવાય લોકો સુધી ઓનલાઈન ઉકાળો કેવી રીતે બનાવવો તેની માહિતી પહોંચાડી. આયુર્વેદાચાર્ય ઉમેશ મિશ્ર અને જૈવિક કિસાન હિમકકર મિશ્રાએ જણાવ્યુ કે, હળદર, ગિલોય, અગસ્ત અને કદમ્બનો ઉકાળો બનાવી તેનુ સેવન કરવાથી તેનો વિશેષ લાભ મળે છે. આ સિવાય તુલસી અને આજવાઈનના ઉકાળાનુ પણ નિયમિત સેવન કરી તેનો લાભ લઈ અને અન્ય લોકોને પણ તેનું સેવન કરવા માટે પ્રેરિત કર્યા.

કોરોના જેવી સમસ્યા પર પણ કારગર સાબિત થઈ શકે છે આ ઉકાળો :

અત્રે ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ મુજબ વનસ્પતિ ઉત્પાદનોના મિશ્રણથી તૈયાર કરવામા આવેલ આ ઉકાળાથી આપણી રોગપ્રતિકારક શક્તિમા બહોળા પ્રમાણમા વૃધ્ધિ થાય છે, એવામા આ ઉકાળાના સેવનથી કોરોના જેવી સમસ્યાઓના સંક્રમણથી પણ શરૂઆતના તબક્કામા લડી શકાય છે. આ ગ્રામ્ય વિસ્તારના લોકો જણાવે છે કે, લોકડાઉન-૨ બાદ આયુષ મંત્રાલય દ્વારા પણ લોકોને ઉકાળો પીવાની સલાહ આપવામા આવી હતી.

ભારતીય ખાણી-પીણીમા ઉકાળો એ અભિન્ન અંગ બની ગયુ છે. એ સાબિત થયુ છે કે, તેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિમા વૃધ્ધિ થાય છે. જોકે, હાલ વર્તમાન સમયમા આધુનિકીકરણ ના કારણે આપણે આપણી ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છીએ પરંતુ, હાલ કોરોનાની સમસ્યાએ ઉકાળો પીવાની પરંપરાને લોકો વચ્ચે ફરી જાગૃત કરી છે.

Leave a Reply

Top