You are here
Home > Articles >

જાણો, કોરોનાના વિશેષજ્ઞો શા માટે છે પી.એમ. મોદીથી નારાજ?

મિત્રો, આપણા દેશમા સોમવારથી લોકડાઉનના પાંચમા તબકકા એટલે કે અનલોક-૧ ની શરૂઆત થઈ ચુકી છે. એક બાજુ દેશમાં તમામ નિયંત્રણો ધીમે-ધીમે હળવા કરવામા આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોરોના વાયરસના સંક્રમણના કેસોમા નિરંતર વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ કોરોના વાયરસનો ચેપ સમુદાયમાં ફેલાવાની સંભાવના વ્યક્ત કરી છે.કોરોના વાયરસ ચેપ અંગેના રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

આ પત્રમા જણાવવામા આવ્યુ છે કે, કોરોનાનુ સંક્રમણ દેશના અનેક વિસ્તારોમા ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમા તે માનવુ ખોટુ હશે કે હાલ વર્તમાન સમયની પરિસ્થિતિમા કોરોનાના સંક્રમણને નિયંત્રણમા રાખવો શક્ય બનશે. કોરોના પર નજર રાખવા માટે એપ્રિલમાં રચાયેલ ટાસ્ક ફોર્સે પણ કોરોના ઉપરના નિયંત્રણ અંગે સરકારના વલણ પર આક્રમક રીતે પ્રશ્નો ઉઠાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આપણા દેશમાં કોરોના સંક્રમણના ફેલાવા સામે ભારતીય તબીબી સંશોધન સંસ્થાએ એપ્રિલમા આગવી ચેતવણી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના વિશેષજ્ઞો દ્વારા એક પત્ર લખવામા આવ્યો હતો જેમા એવુ કહેવામા આવ્યુ છે કે, આ લોકડાઉન દરમિયાન નીતિઓમાં કડક કાર્યવાહી અને સંકલનના અભાવને કારણે દેશની સામાન્ય પ્રજાને ઘણુ બધુ વેઠવુ પડી રહ્યુ છે. પત્રમા એમ પણ જણાવવામા આવ્યુ છે કે, આ દેશમા કોરોનાની સમસ્યા ખુબ જ વિકરાળ સ્વરૂપે ફેલાઈ છે.

આવી સ્થિતિમા કોરોના પર નિયંત્રણ મેળવવાનો વિચાર વાસ્તવિકતાથી દૂર છે. પત્રમા એમ પણ જણાવાયુ છે કે, સરકારે શરૂઆતમા ચેપ નિષ્ણાતોનો અભિપ્રાય લેવો જોઈએ. ટાસ્ક ફોર્સે જણાવ્યુ છે કે, દેશના વિવિધ ભાગોથી વતન પાછા ફરતા મજૂરો તેમની સાથે વાયરસ લઈ આવી રહ્યા છે. જ્યારે ચેપનો દર ધીમો હતો ત્યારે જ મજૂરોને ઘરે જવા દેવાની પરવાનગી આપવામા આવી હોત તો કદાચ આ પરિસ્થિતિ ટાળી શકાય તેમ હતી.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળની ખબર મેળવો.

Leave a Reply

Top