You are here
Home > Articles

જાણો લગ્ન બાદ નવું રેશનકાર્ડ ૪૦ રૂપિયામાં કેવી રીતે કઢાવવું અને તમારી વાઈફનું નામ કેવી રીતે ઉમેરવું જાણોતે અંગેની સમગ્ર પ્રક્રિયા વિશે

મિત્રો , એક સ્ત્રી ના લગ્ન થાય એટલે તેની સરનેમ થી લઈને સરનામા સુધીની તમામ ચીજવસ્તુઓ માં પરિવર્તન આવી જાય છે. લગ્ન બાદ આ સ્ત્રી નું નામ તેના પિતા ના રાશનકાર્ડ માંથી નીકળી જાય છે અને એક નવા રાશનકાર્ડ માં પતિ અને પત્ની બંને ના નામ ઉમેરાય છે. આ નવું રાશનકાર્ડ કઢાવવા માં એટલી ભાગદોડ વધી જાય છે કે ખબર જ નથી રહેતી કે શું કરવું અને શું ના કરવું?

જો તમે વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોવ તો તેના માટે રાશનકાર્ડ આવશ્યક બને છે. તો આજના આ લેખ માં આપણે નવું રાશનકાર્ડ કઢાવવા માટે શું – શું કરવું પડશે? તે સમગ્ર પ્રક્રિયા વિશે માગિતી મેળવીશું.

નવું રાશનકાર્ડ બનાવવા પાછળના કારણો :

જયારે બે વ્યક્તિ વિવાહ ના પવિત્ર સંબંધે જોડાય છે અને ત્યાર બાદ તેમના સુખી કુટુંબ માં બાળકો નું આગમન થાય છે એટલે ઘરના સભ્યો ની સંખ્યા માં વૃદ્ધિ થાય છે અને ઘરમાં અનાજ , કેરોસીન વગેરે જેવી જીવન જરૂરિયાત ની વસ્તુઓ ની આવશ્યકતા વધી જાય છે માટે નવા રાશનકાર્ડ ની આવશ્યકતા પડે છે. ઘર માં યોગ્ય જગ્યા નો અભાવ હોવાના કારણે અન્ય જગ્યાએ વસવાટ કરવા જવા માટે પણ નવા રાશનકાર્ડ ની આવશ્યકતા પડે છે.

નવા રાશનકાર્ડ બનાવવા માટે શું-શું કરવું :

સૌથી પહેલા તમારી પત્નીના નામ ને તમારા પિયરના રાશનકાર્ડ માંથી કરાવવું પડે તેના માટે તમારે મામલતદાર કચેરી માંથી નામ કમી કરાવવાનું ફોર્મ નંબર-૪ લઈ તે ભરી ને જમા કરાવવાનું રહેશે.

નામ કમી થઈ જાય ત્યાર બાદ નવા રાશનકાર્ડ માં પત્ની નું નામ ઉમેરવા માટે કચેરી માંથી ફોર્મ નંબર-૩ લઈને તેને ભરીને જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત તે ફોર્મ ની સાથે તલાટી મંત્રી નો દાખલો , ચૂંટણી કાર્ડ , આધાર કાર્ડ વગેરે રજુ કરવા પડશે તથા બાળકો નું નામ ઉમેરવા માટે જન્મનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ ની આવશ્યકતા રહેશે.

રાશનકાર્ડ માંથી નામ કઢાવવા માટે અથવા તો નામ ઉમેરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહી. ત્યાર બાદ રાશન કાર્ડ નું વિભાજન કરીને નવું રાશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર-૫ ભરવાનું રહેશે. જે નવું રાશનકાર્ડ આવશે તે બાયોમેટ્રીક હશે માટે તેમાં ફિંગરપ્રિન્ટ આપવી પડશે.

નવા રેશનકાર્ડ કઢાવવા માટેના આવશ્યક ડોકયુમેન્ટસ :

 • નવું રાશનકાર્ડ કઢાવવા માટેનું અરજીપત્રક
 • પાસપોર્ટ સાઈઝ ફોટા
 • ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ
 • નામ કમી કરાવાનું પત્રક
 • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 • આવકનો દાખલો
 • બેંકની પાસબુકની ઝેરોક્ષ
 • તલાટીનો દાખલો
 • છેલ્લે ભરવામાં આવેલ લાઈટ બિલની નકલ
 • આ બધા જ ડોક્યુમેન્ટસ ની ઝેરોક્ષ તથા ઓરિજિનલ ડોક્યુમેન્ટસ પોતાની સાથે રાખવા.

નવું રાશનકાર્ડ કઢાવવા કયા જવું અને કેટલી ફી ભરવી પડશે :

 • નવું રાશનકાર્ડ કઢાવવા માટે ઝોનલ કચેરી / જન સેવા કેન્દ્ર / મામલતદાર કચેરી માં અરજી કરવી પડશે.
 • એ.પી.એલ – ૧ રાશનકાર્ડ માટે : ૨૦₹
 • એ.પી.એલ – ૨ રાશનકાર્ડ માટે : ૪૦₹
 • બી.પી.એલ- એ.એ.વાય. રાશનકાર્ડ માટે : નિ:શુલ્ક

નોંધ :

આ અરજી ને મંજૂરી આપવાની સતા ફકત મામલતદાર શ્રી તથા ઝોનલ અધિકારી પાસે હોય છે. જો તમને ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી હોય તો તમે આ નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો તથા વધુ વિગત માટે નીચેની વેબસાઈટ ની મુલાકાત પણ લઈ શકો છો. https://dcs-dof.gujart.gov.in/index-eng.htm

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top