You are here
Home > Articles

જાણો રાશિ અનુસાર આ દેવીદેવતા હોય તમારા પર પ્રસન્ન જાણો ક્યાં દેવીદેવતા તમારા પર છે પ્રસન્ન

મિત્રો , જયોતિષ વિદ્ધા ના તજજ્ઞો અનુસાર દરેક રાશિ નો સંબંધ એક એવા દેવગણ સાથે હોય છે જેમનો રાશિ જાતક ના જીવનમાં ખૂબ જ પ્રભાવ પડતો હોય છે અને તે જે-તે દેવગણ જે કોઈપણ રાશિ સાથે સંકળાયેલા હોય તે તે રાશિના ગ્રહો ને મજબૂત બનાવે છે તથા તેમનું ભાગ્ય ચમકી ઉઠે છે.

આ દેવગણો ને જે-તે રાશિના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે તમારી રાશિ સાથે સંકળાયેલા દેવગણ નું પૂજન-અર્ચન કરી તેમને પ્રસન્ન કરો તો તમારા જીવન માં પ્રવર્તતી તમામ સમસ્યાઓ તથા તમામ બાધાઓ માંથી મુક્તિ મળશે.

હાલ આ લેખ માં તમને તમારી રાશિ સાથે કયા દેવગણ સંકળાયેલા છે તે અંગે વિશેષ માહિતી પૂરી પાડશું.

મેષ :
આ રાશિ સાથે સંકળાયેલા દેવગણ છે પ્રભુ નારાયણ. જો આ રાશિ જાતકો પરોઢે વહેલા ઉઠીને સ્નાન કરીને પવિત્ર થઈને પ્રભુ નારાયણ ની સમક્ષ ગાયત્રી મંત્ર નું ઉચ્ચારણ કરે અને માળાં ફેરવે તો તેમના જીવન માં અનેકવિધ લાભો પ્રાપ્ત થઈ શકે.

વૃષભ :
આ રાશિ સાથે સંકળાયેલા દેવી છે માતા ભગવતી. માતા ના શકિતપાઠ નું પઠન તમારા માટે અત્યંત લાભદાયી તથા ફળદાયી બની શકે. આ રાશિ જાતકો એ રાત્રે સૂતાં પૂર્વે દેવી કવચ નું પઠન કરવું જેથી માતા ભગવતી ની કૃપા તમારા પર સદાય ને માટે બની રહે.

મિથુન :
આ રાશિ સાથે સંકળાયેલા દેવી છે માતા મહાકાળી. જો તમે તમારા જમણાં હાથ માં લવિંગ લઈને માતા મહાકાળી ની ઉપાસના કરો તો તમે તમારા દરેક કાર્યો માં અભૂતપુર્વ સફળતા પ્રાપ્ત કરી શકશો.

કર્ક :
આ રાશિ સાથે સંકળાયેલા દેવગણ છે સૂર્ય. આ રાશિ જાતકો માટે સૂર્યદેવ ની આરાધના અત્યંત લાભદાયી તથા ફળદાયી સાબિત થશે. સૂર્યદેવ ને પ્રસન્ન કરવા આ રાશિ જાતકો એ નિયમિત પરોઢે વહેલા ઉઠીને નિયમિત માળા ફેરવતા ગાયત્રી મંત્ર નું મંત્રોચ્ચારણ કરવું જેથી તમારા તમામ ધાર્યા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.

સિંહ :
આ રાશિ સાથે સંકળાયેલા દેવગણ છે હનુમાન બાપા. આ રાશિ જાતકો દ્વારા સાચા હૃદય થી પ્રભુ શ્રી હનુમાનજી ની આરાધના કરવામાં આવે તથા નિયમિત સવારે-સાંજે હનુમાન ચાલીસા , સુંદર કાંડ , હનુમાન અષ્ટક વગેરે નું પઠન કરવામાં આવે તો તમારા જીવન માં પ્રવર્તતી તમામસમસ્યાઓ દૂર થશે.

કન્યા :
આ રાશિ સાથે સંકળાયેલા દેવી છે માતા સંતોષી. આ રાશિ જાતકો જો પૂર્ણ શ્રદ્ધા થી ભક્તિ ભાવ પૂર્વક તેમનું પૂજન-અર્ચન કરે તથા માતા સંતોષી ના પ્રિય દિવસ શુક્રવારે ઉપવાસ કરે તો તેમને લગ્નજીવન માટે યોગ્ય જીવનસાથી ની પ્રાપ્તિ થાય છે.

તુલા :
આ રાશિ સાથે સંકળાયેલા દેવગણ છે પ્રભુ શ્રી ગણેશ. જો તમે નિયમિત પરોઢે વહેલા ઉઠીને સ્નાન કરીને ગણેશ ભગવાન ની આરાધના કરી ત્યાર બાદ ગણેશમંત્રો નું ઉચ્ચારણ કરીને માળા ફેરવો તો તમારું મગજ તેજ બને છે તથા તમારા જ્ઞાન માં પણ વૃદ્ધિ થાય છે.

વૃશ્ચિક :
આ રાશિ સાથે સંકળાયેલા દેવગણ છે ચંદ્રદેવ. જો નિયમિત ચંદ્રદેવ ના પૂજન-અર્ચન ની સાથોસાથ પૂનમ નું વ્રત રાખવામાં આવે તો તેનાથી સમાજ માં તમારી માન-પ્રતિષ્ઠા માં વધારો થાય છે.

ધન :
આ રાશિ સાથે સંકળાયેલા દેવગણ છે પ્રભુ મહાદેવ. જો નિયમિત પરોઢે વહેલા ઉઠીને સ્નાન કરીને તમે પ્રભુ મહાદેવ ના દેવ સ્થાને જઈને સોમવાર ના શુભ દિવસે શિવલિંગ પર દૂધ અથવા જળ અર્પણ કરો અને તેમનો અભિષેક કરો તો તમારું લગ્નજીવન અત્યંત સુખમયી બને છે.

મકર :
આ રાશિ સાથે સંકળાયેલા દેવી છે માતા દુર્ગા. જો તમે નિયમિત પરોઢે વહેલા ઉઠીને સ્નાન કરીને માતા દુર્ગા ની સાચા હૃદય થી આરાધના કરો તથા ‘ઓમ હીમ દ્રુમ દુર્ગાય નમ:’ મંત્રનું મંત્રોચ્ચારણ કરો તો તમને અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ થશે તથા તમે જીવનમાં અભૂતપુર્વ સફળતા પ્રાપ્ત કરશો.

કુંભ :
આ રાશિ સાથે સંકળાયેલ દેવી છે માતા લક્ષ્મી. જો આ રાશિ જાતકો નિયમિત લક્ષ્મી માતા નું પૂજન-અર્ચન કરે તથા શ્રી સૂતક પાઠ નું પઠન કરે તો તેમનાં જીવન માં કયારેય પણ આર્થિક અથવા તો નાણાં ની અછત ને લગતી સમસ્યા ના ઉદભવે.

મીન :
આ રાશિ સાથે સંકળાયેલા દેવગણ છે પ્રભુ બજરંગબલી. આ રાશિ જાતકો જો નિયમિત બજરંગબલી ની ઉપાસના કરે તથા નિયમિત હનુમાન અષ્ટક નું પઠન કરે તો જીવનમાં આવતી તમામ બાધાઓ તથા સંકટો દૂર થઈ શકે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top