You are here
Home > Articles >

જાણો, શા માટે પિતા-પુત્રીનો સોશિયલ મીડિયા પર વાઈરલ વિડિયો જોઈને ઉશ્કેરાઈ ગયા પાકિસ્તાની ક્રિકેટર મુશ્તાક અહેમદ ના ચાહકો

મિત્રો, પાકિસ્તાનના એક ખૂબ જ દિગ્ગજ ખેલાડી ક્રિકેટર મુશ્તાક અહેમદનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા તેમની પુત્રી તેમને લિપસ્ટિક લગાવતી હોય તેવુ જોવા મળી રહ્યુ હતુ. આ વીડિયો વાઇરલથી આ પાકિસ્તાની ક્રિકેટર નો ચાહકવર્ગ ખૂબ જ નારાજ થયો અને આ વીડિયો અંગે લોકો દ્વારા જુદા-જુદા પ્રકારની ટીકાઓ પણ કરવામા આવી છે અને તેમની પુત્રી એ વિડિયોમા જે કૃત્ય કર્યુ તેના માટે તેણી ને પણ ઘણુ ખરુ-ખોટુ સંભળાવ્યુ.

એવુ તો શુ છે આ વાઇરલ વીડિયોમા :

આ વીડિયો જ્યારે બનાવવામા આવ્યો હતો ત્યારે મુશ્તાક અહમદ ભર ઊંઘમા સૂતા હતા અને આ સમય દરમિયાન તેમની પુત્રી સુમિયા તેમના પિતાના હોઠ પર લિપસ્ટિક લગાવી રહી હતી. આ વીડિયો સોશીયલ મિડીયા પર વાઇરલ થયા બાદ લોકોએ સુમિયાના કપડાને લઈને ઘણા ગંદા કૉમેન્ટ કર્યા હતા.

આ વાઈરલ વિડિયો જોઈને ભડકી ઉઠ્યા પાકિસ્તાની ક્રિકેટર મુશ્તાક અહેમદ ચાહકવર્ગ :

એક ચાહકે તો એટલી હદ સુધી કહી દીધુ કે, “લોકોને ધર્મની વાત શીખવાડવાવાળા મુશ્તાક પોતાની પુત્રીને સાચવી નથી શકતા શુ?” તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પાકિસ્તાનના સીનિયર ખેલાડી સકલેન મુશ્તાકનો વીડિયો વાયરલ થયો હતો. જેમા તે સ્ત્રીઓની જેમ મેકઅપમા દેખાયા હતા. જોકે, આમા કોઈ આશ્ચર્ય ની વાત નથી કે કોઈ પાકિસ્તાની ક્રિકેટરની ફેમિલીને તેમના કપડાના કારણે ટ્રોલ કરવામા આવી હોય.

મુશ્તાકની સ્વર્ણિમ કારકિર્દી :

અત્રે ઉલ્લેખનીય છે કે, મુશ્તાક અહમદે પોતાના દેશ માટે ૧૮૫ ટેસ્ટ મેચ અને ૧૪૪ વનડે મેચમા ૧૬૧ વિકેટ ઝડપી છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમા તેમના નામે ૧૪૦૭ વિકેટ છે.

Leave a Reply

Top