You are here
Home > Bollywood >

જાણો, સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચને ઉઠાવ્યો એક રહસ્ય પરથી પડદો

મિત્રો, બોલિવૂડજગતના એક સફળ યુગલ તરીકે અમિતાભ અને જયા બચ્ચને ૪૭ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની પાછળ છોકરીઓ ગાંડી હતી. કેટલી બધી સુંદરીઓ તેમની સાથે લગ્ન કરવા ઈચ્છુક હતી પરંતુ, તેમણે જયા સાથે લગ્ન કરીને આ તમામ યુવતીઓનુ દિલ તોડી નાંખ્યુ હતુ. સોશિયલ મિડીયા પર હાલ તેમણે આ રહસ્ય ઉપરથી પડદો હટાવી દીધો છે કે, શા માટે તેમણે જયા સાથે લગ્ન કર્યા.

તેમણે આ અંગે ખુલાસો કરતા જણાવ્યુ કે, ફિલ્મ “જંજીર” ની સફળતા બાદ તેમને આ સફળતાની ઉજવણી કરવા માટે તેમને મિત્રો સાથે લંડન જવુ હતુ. જયા પણ તે સમયે સાથે લંડન જવાના હતા. ત્યારે બંનેના લગ્ન નહોતા થયા. આ બાબતની જાણ જ્યારે તેમના પિતા હરિવંશરાય બચ્ચનને થઇ ત્યારે તેમણે પૂછ્યુ કે, લંડન કોણ-કોણ જઇ રહ્યુ છે? ત્યારે અમિતાભે કહ્યુ કે, કેટલાક મિત્રો અને જયા સાથે જઇ રહ્યા છે. ત્યારે હરિવંશરાયે કહ્યુ કે, જવુ જ હોય તો જયા સાથે પહેલા લગ્ન કરીને પછી જાવ.

બિગ બી પહેલા પણ આ કિસ્સાને પોતાના બ્લોગમા જણાવી ચૂક્યા છે. બ્લોગમા તેમણે જણાવ્યુ હતુ કે, લંડન જવાના આગલા દિવસે લગ્નની બધી જ તૈયારીઓ કરવામાં આવી. બંને પરિવારોને આ બાબત વિશે જાણ કરવામા આવી અને પંડિતજીને પણ કહી દેવામા આવ્યુ. આ સિવાય જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે તેમને લંડનની ફ્લાઇટ પણ હતી. તેથી ફ્લાઇટના સમય પહેલા લગ્નવિધિ પૂર્ણ કરવી આવશ્યક હતી.

લગ્નના દિવસે અમિતાભે ભારતીય પોશાક પહેર્યા હતા અને તે જ વસ્ત્રોમા ગાડીમા બેસવા લાગ્યા. ત્યારે તેમના ડ્રાઇવર નાગેશે તેમને કારમાંથી ઉતારીને જણાવ્યુ કે, તમે પાછળ બેસો કારણકે, તે ગાડીને જ ઘોડી સમજીને ભગાવવા લાગ્યા હતા. આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળની ખબર મેળવો.

Leave a Reply

Top