You are here
Home > Articles

જાણો તમારો જીવનસાથી તમને સાચા હૃદયથી પ્રેમ કરે છે કે નહી? આ લેખ વાંચશો તો બધા જવાબ મળી જશે

મિત્રો , વર્તમાન સમય માં હજુ તો યુવકો અને યુવતીઓ જુવાની ની અવસ્થા માં પ્રવેશ્યા હોય કે ના પ્રવેશ્યા હોય પરંતુ , તેઓ પ્રેમ ની દુનિયા માં અવશ્ય પ્રવેશી ચૂક્યા હોય છે પરંતુ , તેમને આ વાત નો ખ્યાલ નથી હોતો કે જે લાગણી તેઓ હાલ અનુભવી રહ્યા છે તે પ્રેમ નથી પરંતુ , ફકત એક આકર્ષણ છે. આકર્ષણ એ એક એવી લાગણી છે કે જે અમુક સમયગાળા ના અંતરે વ્યક્તિ એ વ્યક્તિ એ પરિવર્તિત થતી હોય છે.

આ સાથે પ્રેમ ની લાગણી તો એક એવી લાગણી છે કે જેને જોઈ શકાતી નથી ફકત તેનો હૃદય થી અનુભવ જ કરી શકાય અને આ લાગણી એવી છે કે ગમે તેટલો સમય વ્યતીત થાય પરંતુ , તેમાં કયારેય પણ પરિવર્તન આવતું નથી. તમે જયારે કોઈપણ વ્યક્તિ ને સાચા હ્રદય થી પ્રેમ કરો છો ને ત્યારે પરિસ્થિતિઓ ગમે તેવી વિષમ આવે પરંતુ , આ તમામ પરિસ્થિતિઓ માં તમે તે વ્યક્તિ સાથે અડીખમ ઉભા રહો છો.

પ્રેમ એ એવી લાગણી નથી કે જે “I LOVE U” આ ત્રણ શબ્દો બોલવાથી ફકત વ્યકત થઈ જાય પરંતુ, આ પ્રેમ ની લાગણી ત્યારે સાબિત થાય છે જયારે આ સંબંધ માં જોડાયેલ બંને વ્યક્તિઓ એકબીજા માં સમર્પિત થઈ જાય છે. પરંતુ , હાલ ના આ ફેસબુક , વોટ્સએપ તથા ઈન્સ્ટાગ્રામ ના જમાના માં આ પ્રકાર નો પ્રેમ મળવો થોડો અશક્ય લાગે છે.

કારણ કે, હાલ પ્રવર્તમાન સમય નો પ્રેમ સોશિયલ મીડીયા માં “I LOVE U” નો મેસેજ કરવો , એકબીજા ને નાની-મોટી ભેંટો આપવી , એકબીજા ને જાનુ , બાબુ , બેબી જેવા નામો થી સંબોધવા , હાથો માં હાથ પરોવીને બહાર ઘૂમવા જવું બસ આ બાબતો પૂરતો સીમીત બની ગયો છે. હવે તમે તમારી જાત ને એક પ્રશ્ન અવશ્ય કરજો કે શું પ્રેમ આને કહેવાય ? કોઈ માટે આ વસ્તુઓ કરવાથી શું તમને એકબીજા થી પ્રેમ થઈ જાય ? શું આ જ છે પ્રેમ નો ખરો અર્થ અને પ્રેમ નું મહત્વ ?

આ પ્રશ્નો જયારે તમે પોતાની જાત ને કરશો એટલે તમારું મન અવશ્ય વિચલિત થશે પરંતુ , આ વિચલિત મન જ તમને તમને પ્રેમ ના ખરા અર્થ અને મહત્વ વિશે નું માર્ગદર્શન આપશે. આજે હું આ લેખ માં થોડો એવો પ્રયત્ન અવશ્ય કરીશ કે તમને ખરા પ્રેમ નો અર્થ સમજાવી શકું. મિત્રો , પ્રેમ એ એક એવી લાગણી છે કે જેને તમે ગમે તેટલો પ્રયત્ન કરો છતાં પણ શબ્દો માં ઢાળી ને વ્યક્ત ના કરી શકો.

પરંતુ , અમુક નાની નાની બાબતો વિશે વિશેષ કાળજી રાખીને તમે તમારો પ્રેમ દર્શાવી અવશ્ય શકો છો. જો પરોઢે વહેલા ઉઠીને કયારેક પતિ પોતાની પત્ની માટે ચા અને બ્રેડ બટર તૈયાર કરી તેને સરપ્રાઈઝ આપે તો આ પત્ની માટે પતિ ને જે લાગણી અનુભવાઈ તેને તમે પ્રેમ અવશ્ય કહી શકો.

જો તમારા જીવનસાથી ને કોઈ વાત અથવા તો વસ્તુ પ્રિય છે પરંતુ , તમને તે વાત કે વસ્તુ જરા પણ નથી ગમતી તેમ છતાં તમારા જીવનસાથી ની ખુશી માટે તમે તે કાર્ય કરો છો તો આ જીવનસાથી પ્રત્યે ની લાગણી ને તમે અવશ્ય પ્રેમ ની લાગણી નું નામ આપી શકો.

જો કયારેક પત્ની બીમાર પડી હોય અને તમે ઓફિસ માંથી રજા લઈને તેમની થોડી એકસ્ટ્રા કેયર કરો અને ફકત આ દિવસે તમે કયારેય પણ ના કરતા ઘર નાં કાર્યો કરી નાખો તો આ પ્રેમ નથી તો શું છે?

જયારે તમારી પત્ની આખો દિવસ બાળકો ની તથા તમારા માતા-પિતા ની સાર-સંભાળ રાખતી હોય અને ફેસ્ટીવલ આવવાના હોય ત્યારે ઘર ની સાફ-સફાઈ ના કાર્યો કરીને થાકીને જયારે તમને જમવાનું બનાવવા માટે ફોન કરે અને તમે કહો કે આજે તારે કંઈ રસોઈ નથી બનાવવાની આપણે બહાર થી જમવાનું મંગાવી લઈશું તું થાકી ગઈ હઈશ હવે આરામ કર. મિત્રો , આ શબ્દો પણ એક વ્યક્તિ ની બીજા વ્યક્તિ પ્રત્યે ની પ્રેમ ની લાગણી દર્શાવે છે.

રાત્રે જયારે તમારું પાર્ટનર સૂઈ રહ્યું હોય છે અને તેમનું ઓઢવાનું ખસી ગયું હોય અથવા તો તે ઓઢવાનું લેતા ભૂલી ગયા હોય તો તેમને વ્યવસ્થિત રીતે ઓઢાડવું તે પણ એક વ્યક્તિ નો સામેવાળી વ્યક્તિ પ્રત્યે નો પ્રેમ દર્શાવે છે. સવાર માં તમે જુઓ કે તમાર પત્ની બાળકો ને તૈયાર કરવામાં અને અન્ય કોઈ કાર્ય માં વ્યસ્ત છે ત્યારે તેને જરાપણ ડિસ્ટર્બ કર્યા વગર તમે તમારું કાર્ય જાતે કરી ને ઓફિસે ચાલ્યા જાવ તો તે પણ એક જાતનો પ્રેમ જ છે.

રવિવાર ના દિવસે અથવા તો રજા ના દિવસે પત્ની ને રસોઈઘર માંથી રજા આપીને તેની મનપસંદ જગ્યાએ બહાર જમવા માટે લઈ જવી આને પણ તમે એક પ્રેમ જ કહી શકો. આવા તો અન્ય અનેક કિસ્સાઓ તથા વાતો છે જેના દ્વારા તમે તમારો પારિશુદ્ધ પ્રેમ વ્યક્ત કરી શકો. આ લેખ લખવા પાછળનો ઉદેશ્ય ફકત એટલો જ હતો કે લોકો ને પ્રેમ તથા આકર્ષણ પ્રત્યે નો ભેદ સમજાય.

તદુપરાંત હાલ લોકો ના મન માં એવી માનસિકતા બેસી ગઈ છે કે પ્રેમ ફકત લગ્ન પૂર્વે પ્રેમિકા સાથે જ થઈ શકે. પરંતુ , આ લેખ દ્વારા હું આ માનસિકતા ને દૂર કરવા ઈચ્છું છું અને જણાવવા માંગુ છું કે જો તમે ઈચ્છો તો લગ્ન બાદ તમારી પત્ની સાથે પણ આ પ્રેમ ની લાગણી ની અનુભૂતિ કરી શકો છો અને એમ પણ પ્રભુ શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે કે , પ્રેમ તો સંસાર ના કણ-કણ માં વસે છે બસ તેને અનુભવવા માટે એક સાફ અને કોમળ હૃદય ની આવશ્યકતા પડે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top