You are here
Home > Articles >

જાણો, વલસાડની એક યુવતી દ્વારા કરવામા આવ્યો આપઘાતનો પ્રયાસ , સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાઈરલ

મિત્રો, જો તમે એવી માનસિકતા ધરાવતા હોય કે આપઘાત ભાગ્યે જ થતો હોય છે, તો એ વાત જરાપણ સાચી નથી પરંતુ, આ એક એવી કરુણતા છે, જે આપણા વર્તમાન સમાજનો હિસ્સો બની ચુક્યુ છે અને હાલ, આ બાબતને કોઈપણ સ્વીકારવા માટે તૈયાર નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના આત્મહત્યા અંગેના છેલ્લા આંકડા મુજબ હાલ સમગ્ર વિશ્વમા અંદાજે સાત લાખ કરતા પણ વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. આ સર્વેમા આ બાબત પણ જાણવા મળી કે આ આપઘાત કરનાર વ્યક્તિઓમા મોટાભાગના લોકો ની ઉમર ૪૦ વર્ષથી નીચે હતી એટલે કે આપઘાત ની આ સમસ્યા યુવાવર્ગ સાથે મુખ્યત્વે સંકળાયેલી છે.


હાલ, વર્તમાન સમયમા જ વલસાડના પારનેરા મા રહેતી એક યુવતીએ કોઈ અંગત કારણોસર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ યુવતી પોતાના એપાર્ટમેન્ટ ની અગાસી પરથી કુદીને આપઘાત કરવાની તૈયારીમા જ હતી. પરંતુ, આ જ સમયે એક યુવક અહી આકસ્મિક રીતે પહોંચતા તેણે સમયસૂચકતા વાપરી અંતિમ ક્ષણે આ યુવતીને બચાવી લીધી.

આ યુવતીએ તો અગાસી પરથી મોતની છલાંગ લગભગ લગાવી જ લીધી હતી. પરંતુ, આ યુવકે છેલ્લી ઘડીએ ત્યા પહોંચીને આ યુવતીને છલાંગ લગાવતા અટકાવી દીધી. આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામા ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના અંગે હું ફક્ત એટલુ જ કહેવા માંગીશ કે મિત્રો, આ જીવન એ આપણને આપણા માતા-પિતા તરફથી મળેલી અમુલ્ય ભેંટ છે,

માટે જયારે પણ કોઈ કારણોસર આપઘાત નો વિચાર આવે ત્યારે તેમના વિશે એકવાર અવશ્ય વિચારી લેજો કે, જે પગલુ તમે ભરવા જઈ રહ્યા છો તેમા તમારા માતા-પિતા નો શુ વાંક છે? આ પગલુ ભરીને તમે તેમને શા માટે આજીવન સજા આપો છો? એકવાર આ વાત પર અવશ્ય વિચારજો. આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top