You are here
Home > Articles >

જાણો, વિશ્વમા ૧ દિવસીય કોરોના સંક્રમણ બાબતે હાલ વિશ્વમા ચોથા નંબર પર ભારત 

મિત્રો, વિશ્વમા એક દિવસીય કોરોના સંક્રમણના વધતા નવા આંકમાં ભારત હવે વિશ્વમાં ચોથા સ્થાને આવી ગયુ છે. ભારતમાં એક દિવસીય આંકમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી ભારતનો નંબર આવી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી ૫૭ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તો ૩.૫૩ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમા ભારત કોરોના પોઝીટીવને મામલે ૧૦ મા સ્થાને છે પરંતુ જે રીતે ભારતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં ૧૦ માથી ૭ મા સ્થાન સુધી પહોંચતા ૭ દિવસ પણ નહીં થાય.

હાલ વર્તમાન સમયમા વધુ બીજા ૨૫૧૧ કેસ અપડેટ થયા :

વિશ્વમા એક દિવસમા સૌથી વધુ સંક્રમણનો આંક અમેરિકામા ૧૯ હજાર નવા પોઝીટીવ કેસનો છે. ત્યારબાદ બીજા નંબરે બ્રાઝીલમા પણ ૧૬ હાજર કેસ અને ત્રીજા નંબરે રશિયામા ૮૯૧૫ નવા કેસ નોંધાયા હતા. આ ત્રણેય દેશોમા ત્રણ લાખ કરતા પણ વધુ કેસો છે. ત્યારે હાલ ચોથા નંબરે ભારતમા ૫૮૪૩ નવા એક દિવસીય કેસ નોંધાયા હતા. હાલ, ભારતમા કોરોના સંક્રમણનો આંક ૧,૫૩,૩૦૪  થયો છે. આજે વધુ ૨૫૧૧ કેસ વર્તમાન સમય સુધીમા નવા અપડેટ થયા છે. ભારતમા વર્તમાન સમય સુધી ૪,૩૬૭ લોકોના મૃત્યુ થયા છે. હજુ પણ દેશમા ૮૪,૧૧૦ સક્રિય કેસ છે. જેમા અંદાજે નવ હજાર જેટલા ક્રિટિકલ કેસ છે.

વિશ્વમા ૧ દિવસીય કોરોના સંક્રમણ બાબતે હાલ વિશ્વમા ચોથા નંબર પર ભારત  :

વિશ્વમા કોરોના સંક્રમણ ના આંકમા સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્તમાન સમયમા અમેરિકામા કોરોના સંક્રમણના કેસ સૌથી વધુ થાય છે. વિશ્વમા મહામારી ચાલુ થયા પછી ઈરાન, ઈટાલી, યુકે, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોમાં આંક સતત વધતા હતા. હાલમાં આ દેશોમાં કોરોના સંક્રમણના નવા આંક ઘટી રહ્યા છે જેની સામે ભારત, બ્રાઝિલ, રશિયા, પેરુ, ચીલે સહિતના દેશોમાં કોરોનાના નવા આંક વધી રહ્યા છે. વર્લ્ડો મિટરના આંક મુજબ વિશ્વમાં કોરોના પોઝીટીવના મામલે ભારતમાં હવે નવા કેસોની ઝડપ મામલે વિશ્વમાં ચોથા નંબરે આવી ગયો છે.

વિશ્વમા વર્તમાન સમય સુધી ૫૭ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તો ૩.૫૩લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમા રીકવર થનારાનો આંક પણ ૨૫ લાખ આસપાસ પહોંચ્યો છે. તેમ છતા હજુ પણ વિશ્વમા ૨૯ લાખ કરતા પણ વધુ કેસ એક્ટિવ છે. વિશ્વમા સૌથી વધુ અમેરિકામા ૧૭.૨૯ લાખ પોઝીટીવ કેસ છે. જ્યારે બ્રાઝીલમા આ આંક ૩ લાખને પાર થયો છે. આ સિવાય  બ્રાઝીલમા મૃત્યુ આંક ૨૫ હજાર આસપાસ પહોંચ્યો છે.

ભારત દેશમા છેલ્લા ૮ દિવસથી ૫ હજાર નીચે નથી આવી રહ્યો આંક :

ભારત દેશમા કોરોના મહામારી નિરંતર વધી રહી છે. હાલ ભારતમાં કોરોના સંક્રમણનો આંક ૧.૫ લાખને પાર થઇ ચુક્યો છે. છેલ્લા ૮  દિવસમા ૫ હજારથી નીચે આંક આવ્યો નથી. દેશમા ૧૨મે ના રોજ ૭૪ હજાર ૩૩૦ લોકો સંક્રમિત થયા હતા. છેલ્લા ૧૫ દિવસમાં જ આ આંક બે ગણો થયો છે. ૧૫મે બાદ કોરોના સંક્રમણના આંક ૫ હજારથી નીચે આવ્યા નથી.

ભારતમા  છેલ્લા અઠવાડિયાથી આંક ૫ હજારથી નીચે આવ્યો નથી. અહી છેલ્લા ૫૦ હજાર કેસ માત્ર ૮ દિવસમા જ આવ્યા છે. તો ૧૧૫૦  લોકોના મૃત્યુ પણ છેલ્લા ૮ દિવસ દરમિયાન નોંધાયા એ વાસ્તવિકતા છે. આપણા દેશમા ૧૮મે ના રોજ કોરોના પોસીતીવ કેસનો આંક એક લાખને પાર પહોંચ્યો હતો.

Leave a Reply

Top